અવતાર બળ, બુદ્ધિ વિદ્યા, ભક્તિ અને પરાક્રમનું શ્રેષ્ઠ ઉદાહરણ એટલે હનુમાન અવતાર
SadhanaWeekly.com       | ૧૦-એપ્રિલ-૨૦૧૭


 

શ્રી હનુમાનજીની જન્મ-કથા
શ્રી હનુમાનજીનો જન્મ ચૈત્રી પૂનમે. પવનદેવ અને અંજની માતાના તેઓ પુત્ર. વાનરનારૂપે જન્મ ધારણ કર્યો. આ વાનર ‚પણાનું મૂળ કારણ દેવર્ષિ નારદજીએ ભગવાન વિષ્ણુને શાપ આપ્યો તે છે. દેવર્ષિના મોહનો નાશ કરવા ભગવાને તેમને વાનરરૂપ આપી હાંસી કરાવી હતી.

બન્યું હતું એવું કે નારદજી જેની સાથે વિવાહ કરવાની ઇચ્છા ધરાવતા હતા તે ક્ધયાને વિષ્ણુએ પોતે સ્વયંવરમાં જીતી લીધી હતી. આથી નારદજીએ કોપાયમાન થઈને ભગવાન વિષ્ણુને શાપ આપ્યો હતો કે, તે મનુષ્ય રૂપમાં રાજકુમાર તરીકે અવતાર ધારણ કરશે અને તેમને પત્ની-વિયોગ થશે અને તે સમયે વાનર અને રીંછ તેમને સહાય કરશે. આ શાપને સાર્થક કરવા માટે માટે ભગવાન શંકરની પ્રેરણાથી વાયુદેવે કેસરીની પત્ની અંજની નામની વાનર સુંદરીના કાન મારફતે ગર્ભાધાન કરાવ્યું. જેને પરિણામે શ્રી હનુમાનજીનો જન્મ થયો.

જેમના નેતૃત્વમાં ભગવાન રામને રાવણ સામેના યુદ્ધમાં વાનરસેનાએ મદદ કરી. ભગવાન શંકરનો હનુમાન અવતાર બધા અવતારોમાં શ્રેષ્ઠ છે. આ અવતારમાં ભગવાન શંકરે એક વાનરનારરૂપમાં અવતાર લીધો. શિવનો આ અવતાર બળ, બુદ્ધિ વિદ્યા, ભક્તિ અને પરાક્રમનું શ્રેષ્ઠ ઉદાહરણ છે.

એક અન્ય...


એક અન્ય કથા અનુસાર હનુમાનના જન્મની એક અન્ય માહિતી પણ મળે છે. વિષ્ણુજીના મોહિનીરૂપ જોઇ  લીલાવશ શિવજીએ કામાતુર થઈ પોતાનો વીર્યપાત કરી દીધો. સપ્તઋષિઓએ આ વીર્યને કેટલાંક પત્તાંમાં ગ્રહિત કરી ગૌતમની પુત્રી અંજનીના ગર્ભમાં પ્રવેશ કરાવ્યો, જેનાથી અત્યંત તેજસ્વી તથા પ્રબળ પરાક્રમી શ્રી હનુમાનજી ઉત્પન્ન થાય. હનુમાનજી બધી વિદ્યાઓનું અધ્યયન કરી પત્નીવિયોગથી વ્યાકુળ રહેનાર સુગ્રીવના મંત્રી બની ગયા. તેમણે પત્નીહરણથી દુ:ખી રામચંદ્રજીની સુગ્રીવ સાથે મિત્રતા કરાવી. સીતાજીની શોધમાં સમુદ્ર પાર કરી લંકા ગયા અને ત્યાં તેમણે અદ્ભુત પરાક્રમ બતાવ્યું. હનુમાનજીએ રામ-રાવણ યુદ્ધમાં પણ પોતાનું પરાક્રમ બતાવ્યું અને સંજીવની બુટી લાવી લક્ષ્મણના પ્રાણ બચાવ્યા. રાવણ સામેના યુદ્ધમાં હનુમાનજીનો અવતાર લઈ ભગવાન શિવે પોતાના પરાક્રમી ભક્ત શ્રીરામની સહાયતા કરી.