આ છોકરીને મોગલી ગર્લ કહેવાનું બંધ કરો...
SadhanaWeekly.com       | ૧૦-એપ્રિલ-૨૦૧૭


 

નેપાળની સરહદ સાથે જોડાયેલ ઉત્તરપ્રદેશમા વેલ બહરાઈચ જિલ્લો. અહીં જંગલ વિસ્તાર છે. જેને કતર્નિયા ઘાટ પણ કહેવાય છે. હવે થોડા દિવસ પહેલા એક સમાચાર આવ્યા કે આ જંગલમાંથી એક મોગલી ગર્લ મળી આવી છે. આ છોકરી વાંદરાઓના ટોળામાંરહેતી હતી. આ સમચાર સોશિયલ મીડિયા અને મીડિયામાં ખૂબ વાઇરલ થયા. સમચાર ને ચોટદાર, રોચક બનાવ આ છોકરીને મોગલી ગર્લ નામ અપાયુ. પણ આ સાવ ખોટુ છે. જંગલ બુક સીરિયલનું એક પાત્ર છે મોગલી. જે બાળપણથી જંગલમાં પ્રાણીઓ વચ્ચે રહ્યો અને તેનું વર્તન પ્રાણીઓ જેવું થયુ. પણ આ જે છોકરી મળી આવી છે તેમા આવુ કાઇ દેખતુ નથી.

તે જ્યારે જંગલમાથી મળી ત્યારે તેણે કપડા પહેર્યા હતા. તે પ્રાણેઓની વચ્ચે નહતી. તે જનવરોની જેમ નહિ પણ માણસની જેમ જ ચાલતી હાતી….અને આ બધુ મીડિયાવાળા નહિ પણ સમાચાર મળ્યા પછી આ છોકરીને ગોતવા જે ભાઇઓ ગયા હતા અને તેને હેમ ખેમ શોધી લાવ્યા તેમનું કહેવું છે. આ છોકરી નો ઉપચાર કરનાર ડોક્ટરોનું પણ કહેવું છે કે છોકરીમા એવ કોઈ લક્ષણો નથી જેના પરથી લગે કે આ છોકરી જંગલમા વાનરોના જુડ્ડ્માં રહી હોય.

દુઃખની વાત તો એ છે કે આ છોકરીની માનસિક રીતે બીમાર છે. આ આપણા ખરાબ સમાજની પ્રતિક્રુતિ છે. આ છોકરી મોગલી ગર્લ નહિ પણ સમાજ, માતા-પિતાથી તરછોડાયેલી છે. અને આપણે પણ આ દુશણને દબાવવા આવી કહાનીઓ બાનાવતા રહિએ છીએ.

જુવો વીડિયો...