ન્યૂઝ ચેનલ એંકરે વાંચી પોતાના પતિના મૄત્યુની ખબર
SadhanaWeekly.com       | ૧૦-એપ્રિલ-૨૦૧૭


 

ન્યૂઝ ચેનલ એંકર સુપ્રીત કૌર રોજની જેમ સમાચાર વાંચી રહી હતી. આ સમયે અચાનક જ એક અકસ્માતના સમાચારે તેને ચોંકાવી દીધી હતી. આ સમાચાર વાંચતી વેળાએ તેના પતિની ગાડીનો નંબર દેખાયો પરંતુ તેણે હિંમત દાખવી સમાચાર વાંચ્યા. તેના પતિનું મહાસુમંદ પાસે પિથોરામાં એક રોડ અકસ્માતમાં નિધન થયું હતું. આ અકસ્માતમાં સુપ્રીતના પતિ હર્ષદ સાથે અન્ય બે લોકોના મોત થયા હતા.

      પહેલા તો અકસ્માતના સમાચાર થકી મૃતકોની ઓળખ તો નહોતી થઈ. પરંતુ ઘટનાની તસવીર કારની નંબર પ્લેટની સાથે મૃતકો અંગે આપેલી માહિતીને કારણે સુપ્રીતને કાર પતિની હોવાનો અંદાજ આવી ગયો હતો. સાથી કર્મચારીઓ પાસે ઘટનાનો વીડિયો આવી ગયો હતો, જોકે એંકરને પતિના મોતની જાણ ન થાય તેથી  તે વીડિયો ઓન એર ન કર્યો. ચેનલ હેડના જણાવ્યા અનુસાર, બુલેટિન પત્યું ત્યાંસુધી સહકર્મીઓેને સુપ્રીતના પતિ હર્ષદ ગાવડેના મોતના કંફર્મ સમાચાર મળી ગયા હતા. જોકે કોઈની હિંમત નહોતી થઈ કે તેઓ સુપ્રીતને આ સમાચાર આપે.

     ચેનલે હેડે જણાવ્યું કે, અંદાજ હોવાછતાં તેણે મનોબળ દાખવી બુલેટિન પૂર્ણ કર્યા. - ચેનલના સિનિયર કર્મચારીઓએ સુપ્રીતને સંભાળતા તેના ભિલાઈ ખાતેના ઘરે પહોંચાડી હતી. સીએમએ પણ આ મામલે એંકર સુપ્રીતની કામ પ્રત્યેની પ્રતિબદ્ધતા જોઈ સેલ્યુટ કરી હતી.

જુવો વીડિયો...