મમતારાજમાં હિન્દુઓ ઉપર લદાયું ફતવારાજ !!
SadhanaWeekly.com       | ૧૧-એપ્રિલ-૨૦૧૭

લગભગ બે-ત્રણ માસ પૂર્વે ધુલાગઢ ગામમાં મુસ્લિમોએ કરેલા હિન્દુઓ ઉપરના અત્યાચારોને કારણે પ. બંગાળમાં ચાલી રહેલી ગુંડાગર્દી વિશે સમગ્ર દેશનું ધ્યાન ગયું હતું. વર્ષ ૨૦૧૧માં પ્રથમવાર રાજ્યની સત્તા પ્રાપ્ત કરનારાં મમતાદીએ મુસ્લિમોને "માંગ, માંગે તે આપું કહીને તેમના મતો અંકે કર્યા હતા. ગત ચૂંટણીઓમાં ‘મા, માટી, માનુષ’ એ શુદ્ધ બંગાળી શબ્દોથી ભોળા હિન્દુઓને ભેરવીને, મુસ્લિમોની સાથોસાથ હિન્દુમતો પણ મોટા પ્રમાણમાં મેળવ્યા હતા. આજે મમતારાજ બંધારણીય રીતે કે લોકતાંત્રિક રીતે નહીં, પરંતુ હકીમ અને સિદ્દીકુલ્લાહ નામના બે માથાભારે મમતાભક્તોના આદેશો પ્રમાણે જ ચાલતું હોવાનું રાજ્યના લોકો કહી રહ્યા છે.
૧૬ વર્ષની બાળા (નાહિદા)ને સંગીતથી વંચિત કરવાની ધૃષ્ટતા કરનારા ૪૬ મૌલવીઓના રાજ્યના ૧૦ જિલ્લાઓમાં ગામેગામના મૌલવીઓના અબંધારણીય ફતવાઓ હિન્દુ સમાજ ઉપર થોપી બેસાડવામાં આવ્યા છે. આ સમાજ તેમના પરંપરાગત ઉત્સવો પણ ઊજવી શકતો નથી. હકીમ અને સિદ્દીકુલ્લાહની દાદાગીરીને કારણે હવે તો સૌને લાગી રહ્યું છે કે એ દિવસો દૂર નથી કે બધાએ જ નમાઝ પઢવી પડે.
‘હવે બંગાળમાં મુસ્લિમોની જનસંખ્યા ૨૭% જેટલી થઈ ગઈ છે. તેથી હવે મુસ્લિમ સમાજના આદેશ પ્રમાણે જ સરકારે વર્તવું પડશે. રાજ્યમાં આ તૃણમૂલ કોંગ્રેસનું શાસન અમારા કારણે જ ચાલે છે તેથી મુસ્લિમ સમાજની અવગણના કરવાની ધૃષ્ટતા આ સરકારે કરવી નહીં.’
ભારતીય બંધારણે પ્રશસ્ત કરેલા લોકતંત્રને જાણે કે કચરામાં ફૂંકી દે તેવા આ શબ્દો છે. કોલકાતાના શાહી ઈમામે વર્ષ ૨૦૦૭માં બહાર પાડેલા ફતવાના ! ઈમામના ફતવાને અનુસરીને પં. બંગાળમાં છેલ્લાં ૭ જેટલાં વર્ષોથી શાસન કરી રહેલાં મુખ્યમંત્રી સુશ્રી મમતાદીદીના રાજમાં બંધારણ કે લોકતંત્ર નહીં, મુલ્લા-મૌલવીના ફતવાઓનું જ રાજ ચાલી રહ્યું છે. લાગે છે કે મમતારાજમાં લીલાલહેર કરી રહેલા જિલ્લાઓ અને મુસ્લિમ સમાજ માટે અચ્છે દિન આવી ગયા છે. જ્યારે મમતાને ખોબલે ખોબલે મત આપનારા અહિન્દુ સમાજ માટે જીવન નર્કાગાર બની રહ્યું છે. પં. બંગાળમાં શાસન બંધારણીય રીતે નહીં, પણ બોબી હકીમ તથા સિદ્દીકુલ્લા નામના મમતાદીના બે માથાભારે મળતીયાઓની ઇચ્છા પ્રમાણે જ ચાલતું હોવાનું ખુલ્લેઆમ ચર્ચાઈ રહ્યું છે. ત્યારે મમતાદીના આજ્ઞાંકિત હિન્દુઓ ખાનગીમાં ગણગણાટ કરતા થયા છે કે આમ જ ચાલશે તો એ દિવસો દૂર નથી કે હવે આપણને પણ નમાઝ પઢવાના આદેશો આપવામાં આવે !
રાજ્ય વિધાનસભાની ૨૦૧૧માં યોજાયેલી ચૂંટણીઓમાં મા, માતી અને માનુષ જેવા શુદ્ધ બંગાળી શબ્દથી હિન્દુઓને ભોળવીને મતો મેળવ્યા હતા. તો મુસ્લિમ સમાજને ‘માંગ, માંગે તે આપું’ કહીને અબજો ‚પિયાની લહાણી કરીને લઘુમતી વોટબેન્ક અંકે કરી લીધી હતી. પરિણામે આજે પં. બંગાળમાં ઓછામાં ઓછા ૧૦ જિલ્લાઓમાં લોકશાહી રીતે નહીં, પણ ફતવાઓનું અબંધારણીય રાજ ચાલી રહ્યું છે. રાજ્યમાં નિરંકુશ બની રહેલા મુસ્લિમોને તથા ભોળવાઈને મતદાન કરનારા હિન્દુઓને તેમણે કરેલા મતાધિકારના ઉપયોગનાં ફળ મળી ગયાં છે. હિન્દુ પોકે પોકે રડી રહ્યો છે. મુસ્લિમ ફતવારાજનો આનંદ લઈ રહ્યો છે. ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ કોઈમ્બતૂરમાં સંપન્ન થયેલી
રા. સ્વ. સંઘની અખિલ ભારતીય બેઠકમાં પણ પં. બંગાળમાં હિન્દુઓ ઉપર થઈ રહેલા અત્યાચારો અંગે ઠરાવ પારિત કરવામાં આવ્યો હતો. એક માનવાધિકાર સંગઠને પણ દુર્ગાપૂજાના વિસર્જન સમયે રાજ્યનાં ૧૨ જેટલાં સ્થાનોએ એક વિશેષ વર્ગના લોકો ગુંડાગદી કરશે તેવી આશંકા વ્યક્ત કરી હતી.
દુર્ભાગ્યે મમતા સરકારે, એ ગુંડાતત્ત્વોને છૂટો દોર આપીને દુર્ગાપૂજાની વિસર્જન શોભાયાત્રાઓ ઉપર જ પ્રતિબંધ લાદી દીધો હતો. આ છે પં. બંગાળમાં બંધારણીય ‘સેક્યુલર રાજ’ મમતારાજમાં નિરંકુશ બનેલા. મુસ્લિમ ગુંડાઓની દાદાગીરી તો જુઓ, દુર્ગાપૂજાના દિવસોમાં મુસ્લિમ ગુંડાઓ ઠેરઠેર દર્શનાર્થી યુવતીઓની છેડતી કરતા હતા. ૧૧ ઑક્ટોબર, ૨૦૧૬ના દિવસે હાવરા જિલ્લાના અર્ગોરી ગામમાં મુસ્લિમ ગુંડાઓએ અનેક હિન્દુ યુવતીઓ સાથે બીભત્સ વર્તન કર્યું હતું. દુર્ગાપૂજા સમિતિના આયોજકો પોલીસ સમક્ષ ફરિયાદ કરવા ગયા તો તેમને હાંકી કાઢવામાં આવ્યા. પોલીસ સ્ટેશનની બહાર ટોળે વળેલા મુસ્લિમ ગુંડાઓ જાહેરમાં કહી રહ્યા હતા કે રાજ્યમાં સરકાર તો અમારા ઇશારે જ ચાલે છે. પોલીસ અમારો વાળ પણ વાંકો કરી શકશે નહીં.
વર્ષો સુધી હિન્દુ વિરોધી સામ્યવાદીઓના પીઠ્ઠુ રહેલો મુસ્લિમ સમાજ મમતાએ છૂટા સાથે કરેલી લહાણીને કારણે વર્ષ ૨૦૦૮ પછી મમતાના ખોળે જઈને બેસી ગયો. પરિણામે રાજ્ય વિધાનસભાની ૧૦૨ જેટલી બેઠકો ઉપર મુસ્લિમ દાદાગીરી પ્રવર્તે છે. વિશેષ કરીને બાંગ્લાદેશની સીમા સાથે જોડાયેલા ૧૦ જેટલા મુસ્લિમ બહુલ જિલ્લાઓમાં આજે હિન્દુ સ્ત્રીઓ મંગળસૂત્ર પહેરી શકતી નથી. બિંદી કે બંગડી ધારણ શકતી નથી. વસંતપંચમી પરંપરાગત બંગાળી રીતે જાહેરમાં ઊજવી શકતી નથી. દુર્ગાપૂજા, કાલીપૂજા કે સરસ્વતીપૂજા જેવાં પાવન પર્વોની ઉજવણીમાં રંગોળી પણ કાઢી શકાતી નથી. આ છે મમતાદીનું લોકતાંત્રિક, બંધારણીય રાજ !!
મમતારાજમાં ઓછામાં ઓછા ૧૦ જિલ્લાઓમાં (જુઓ બોક્સ) મુસ્લિમ દાદાગીરીને કારણે ફતવા રાજ ચાલી રહ્યું છે. હિન્દુઓને સર્વ બંધારણીય અધિકારોથી વંચિત કરી દેવામાં આવ્યા છે. અનાદીકાળથી જાહેરમાં ઉજવાતા કાલીપૂજા, દુર્ગાપૂજા કે સરસ્વતીપૂજાના કાર્યક્રમો ઉપર મુલ્લા-મૌલવીના ફતવાનું ગ્રહણ લાગી ગયું છે. કાયદો-વ્યવસ્થા જાળવવાની જેની જવાબદારી છે તેમને અલિખિત આદેશો અપાયા છે કે મુસ્લિમો સામેની કોઈ ફરિયાદ નોંધવી નહીં.


બાંગ્લાદેશની સીમા ઉપર આવેલા ૧૦ જિલ્લાઓમાં મુસ્લિમોની ઘૂસણખોરીને કારણે જનસંખ્યાનું સંતુલન ખોરવાઈ ગયું છે. વર્ષ ૨૦૦૭માં જે ઈમામે ગર્જના કરી હતી કે રાજ્યમાં ૨૭% જેટલી જનસંખ્યા મુસ્લિમોની છે તે ઈમામ વર્ષ ૨૦૧૬માં ગરજે છે કે હવે અમારી જનસંખ્યા ૩૭% થઈ ગઈ છે. જો કે વાસ્તવિકતા તો એ ઈમામની ડંફાસ કરતાં પણ વધુ ભયાનક છે તે વાત રાજ્યના હિન્દુઓ સારી રીતે જાણે છે. આ દસેય જિલ્લાઓમાં મુલ્લા-મૌલવીઓ ગમે તેવા અબંધારણીય ફતવા ૨૪x૭ બહાર પાડી શકે છે.આજે કવિવર રવીન્દ્રનાથ ટાગોર, બંકિમબાબુ તથા મહર્ષિ અરવિન્દ ઘોષના બંગાળના ૧૦ જિલ્લાઓમાંથી રવીન્દ્ર સંગીત, સરસ્વતીપૂજા, કાલીપૂજા તથા દુર્ગાપૂજાનું અસ્તિત્વ ભયમાં મુકાયું છે. આ પરંપરાગત બંગાળી સંસ્કૃતિ ૮મી સદીમાં જીવી રહેલા મુલ્લાના ફતવાને કારણે દૂષિત બની છે. માઈભક્ત સાહિત્યકારો મૌન છે, માઈભી‚ મીડિયા ધૃતરાષ્ટ્રની ભૂમિકામાં છે. મૌલવીઓ ફતવા કાઢવામાં મસ્ત છે. હિન્દુ સમાજ આગામી દિવસોમાં ‘ભારતમાતા કી જય’ના સૂત્રો પોકારવાનું સદ્ભાગ્ય મળે તેવી અપેક્ષા સાથે નર્કાગારસમું જીવન જીવી રહ્યો છે.

 

- અસીમકુમાર મિત્ર