મને મુસલમાનોથી નહીં, મુલ્લાઓથી મુશ્કેલી !
SadhanaWeekly.com       | ૧૧-એપ્રિલ-૨૦૧૭

 

પૈગમ્બર મહંમદના મૃત્યુ બાદ જે રમખાણો શ‚ થયાં હતાં તે આજે પણ ચાલુ છે. પૈગંબરના મૃત્યુ બાદ ૧૮ કલાક સુધી તેમનું મૃત શરીર દફનાયા વગરનું પડી રહ્યું હતું. મુસ્લિમો એ નથી જાણતા કે પછી જાણવા નથી માંગતા કે આપણી મુસીબતો તે દિવસથી જ શરુ‚ થઈ ગઈ હતી. એ નક્કી થઈ ગયું કે જે ખલીફા માત્ર કુરેશી જ બની શકશે અને અન્સાર મુસ્લિમોએ માત્ર કુરેશીઓની ખિદમત જ કરવાની છે.
શિયા-સુન્ની તો ઇસ્લામમાં કોઈ સમસ્યા જ ન હતી. અન્સાર બહુમતીમાં હતી જેથી તેઓએ પોતાના નેતા નક્કી કરી લીધા, પરંતુ જે મક્કા મદીનામાં રહેનારા લઘુમતીઓ હતા. તેઓએ રાડારાડ કરવાનું શ‚રુ કરી દીધું કે, જે કુરૈશ નથી તે ખલિફા ન જ બની શકે. ઇસ્લામનો એ સંદેશ કે જેમાં કહેવાયું હતું કે ઇસ્લામમાં તમામ લોકો બરાબર છે તે સંદેશ તે જ દિવસથી જ ખતમ થઈ ગયો હતો.
બે મોઢાની વાતો આજે આપણી ઓળખ બની ગઈ છે. ઇતિહાસમાં લખાયેલ હકીકત આપણે જાણવા નથી માંગતા અને કોઈ પૂછે છે તો આપણે ફેરવી તોળવીને જવાબ આપ્યા કરીએ છીએ. મને ભારતના મુસલમાનોથી નહીં મૌલવીઓથી મુશ્કેલી છે. ગજવા-એ-હિન્દ મેં લખી છે, તો પછી લોકોને મારાથી શો વિરોધ છે તે મને નથી સમજાતું.
૯૦ ટકા મુસ્લિમો ૨૦મી સદી સુધી અભણ હતા, પરંતુ હવે તેમનામાં ઘમંડ ઘર કરી ગયો છે, તેઓ પોતાની જાતને પીડિત માને છે. મતબેન્કની રાજનીતિ કરે છે. તેઓ ખુદ કહી રહ્યા છે કે, અમને પછાત માનવામાં આવે. તે જમીન કે જ્યાં રસૂલ અલ્લાહની ઔલાદોને આશરો મળ્યો તે જમીનને ઇજ્જત આપવાને બદલે પોતાના નામો એ જમીન સાથે જોડવામાં લાગ્યા છે. તેમને પૂછવું છે, તમે શું જોઈ એક શહેરનું નામ અલ્હાબાદ રાખ્યું છે ? શું મક્કાનું નામ ક્યારેય રામગઢ થઈ શકે ખરું? આ લોકો અભિમાનપૂર્વક કહે છે કે, તેમણે હિન્દુસ્તાનની પવિત્ર જગ્યાનું નામ અલ્લાહના નામ પર રાખ્યું છે. છતાં અહીંના લોકો કહે છે કે, કોઈ વાંધો નહીં, આપણે બધાએ સાથે મળીને જ રહેવાનું છે.
કેટલા મુસલમાન હશે જે કોચ્ચીમાં ઇસ્લામની પ્રથમ મસ્જિદમાં ગયા હશે ? કારણ કે તેને એક હિન્દુ રાજાએ બનાવડાવી હતી. ૬૨૯માં ખુદ રસૂલ અલ્લાહ જીવતા હતા અને તે સમયે ઇસ્લામ પણ નહોતો આવ્યો. પ્રત્યેક એ મુસલમાન જેણે પોતાના નામની આગળ સૈયદ, નકવી, નદવી, સિદ્દીકી લગાવી લીધું છે, તે બીજાને તેમની ઔકાત ઓળખવાની સલાહ આપતા ફરે છે, પરંતુ સીધી રીતે ઉર્દૂ ન બોલનારા પૂર્વ રાષ્ટ્રપતિ (કલામ)ને મુસ્લિમ નથી માનતા.
જે મુસલમાન જેમનો રંગ કાળો છે અને ભૂલથી મુસલમાન બની ગયા છે તેમને ઇસ્લામ વિશે કશી જ ખબર નથી. હું અહીંના માર્ગનું નામ ઔરંગઝેબ રાખવાની પણ વિરુદ્ધમાં હતો. મેં કહ્યું હતું કે આ નામ બદલો નહીં તો જ્યાં જ્યાં ઔરંગઝેબ નામ હશે ત્યાં ખુદ કાળો કૂચડો મારી દઈશ. દારા સિકોહ તો લાહોરના હતા. પંજાબી બોલતા હતા. તેમનાથી મને કોઈ જ વિરોધ નથી.
હું હમણાં-હમણાંથી જ ચર્ચામાં નથી આવ્યો. ૧૯૬૩થી ચર્ચામાં છું. બસ, મારો અવાજ બહાર નહોતો આવ્યો. તેઓને બરાબર સંભળાય નહીં એ મારો દોષ નથી.
લોકો કહે છે કે, જ્યારથી ભાજપ સત્તામાં આવી ત્યારથી હું અહીં આવ્યો છું તો શું સલમાન ખુર્શીદ અને શશિ થરુ‚ર ભાજપના હતા ? તમને ન તો યમન વિશે જાણકારી છે, ન બલુચિસ્તાન વિશે કે ન તો પાકિસ્તાન વિશે અને એ મારો દોષ નથી. તારેક ખુદને ૫૦૦૦ વર્ષ જૂની સભ્યતાનો ભાગ માને છે. એ સવાલના જવાબમાં કે તમે જે દોષો, ઇસ્લામમાં જુઓ છો તે જ દોષો નથી. ધર્મમાં પણ જુઓ છો તેના જવાબમાં તે કહે છે કે, હું વિહિપના પ્રવીણ તોગડિયાની નિંદા કરું છું, પરંતુ ૯/૧૧ના હુમલામાં તે તો સામેલ ન હતા. તેઓએ બાલીમાં બોમ્બ વિસ્ફોટો નથી કરાવ્યા. તેઓએ મુંબઈ પર હુમલો નથી કરાવ્યો માટે હું તેમની વિરુદ્ધ નથી.
ભારતની મુસલમાન મહિલાઓ કરતાં પાકિસ્તાનમાં મુસ્લિમ મહિલાઓને અધિકાર વધુ મળે છે. બલૂચિસ્તાનમાં તો મુસ્લિમ મહિલાઓ ગોરિલા સૈનિક છે. છતાં અહીં એ વિષે વાત જ નથી થતી. જે લોકો બુરખો પહેરે છે તેમની ધરપકડ થવી જોઈએ. ચહેરો ક્યારેય પણ છુપાવવો ન જોઈએ. બુરખો અને ઇસ્લામને કોઈ જ સંબંધ નથી.

 

- તારેક ફતેહ