આધાર કાર્ડની જાણકારી એકત્ર કરતી આ 8 વેબસાઈટ છે નકલી નકલી છે
SadhanaWeekly.com       | ૨૦-એપ્રિલ-૨૦૧૭


આધાર અપડેટ ડોટ કોમ, આધાર ઇન્ડિયા ડોટ કોમ, પીવીસી આધાર ડોટ કોમ, આધાર પ્રિન્ટર્સ ડોટ કોમ, ગેટ આધાર ડોટ કોમ, ડાઉનલોડ આધાર કાર્ડ ડોટ ઇન, આધાર કોપી ડોટ ઇન અને ડ્યુપ્લિકેટ આધાર કાર્ડ ડોટ કોમ ….આ વેબસાઈટ પર તમે  તમારી કોઇ માહિતી આપી છે? કે આપવાના છો? તો આ સમાચાર તમારા માટે છે. જો આ વેબસાઈટ પર તમે તમારી માહિતી આપી હોય તો ચિંતાનો  વિષય નથી પણ તમારી જાણકારી માટૅ  આ વેબસાઈટ લોકો પાસેથી ગેરકાયદેસર રીતે આધાર નંબર અને એનરોલમેન્ટ વિગતો લઈ રહી હતી અને યૂઆઈડીએઆઈની અધિકૃત સંસ્થા બનીને આધાર સંબંધિત સેવાઓ આપવાનું વચન આપી રહી હતી.

ભારતીય વિશિષ્ટ ઓળક પ્રાધિકરણ (UIDAI)એ આધાર સંબંધિત સેવાઓ આપતી અને ગેરકાયદેસર રીતે આધાર સંખ્યા અને એનરોલમેન્ટ વિગતો લેવાના આરોપમાં આઠ અનધિકૃત વેબસાઇટની વિરૂદ્ધ એફઆઈઆર નોંધાવી છે. આ પ્રથમ ઘટના છે જ્યારે પ્રાધિકરણે આધાર સંબધિત સેવા આપવાના બહાને છેતરપિંડી અને નકલી વેબસાઈટ વિરૂદ્ધ ફરયિદા નોંધાવી હોય.

UIDAIના સીઈઓ અજય ભૂષણ પાંડેએ જણાવ્યું કે, કેટલીક અનધિકૃત વેબસાઈટો બંધ કરવાના આદેશ બાદ નવી વેબસાઈટ બનાવી છે. આ અંગે અમે એવી વેબસાઈટો વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી છે. UIDAI અનુસાર અનધિકૃત સેવાઓ આપતી આ વેબસાઈટો અને કંપનીઓનું આચરણ ઇન્ફોર્મેશન એક્ટ 2000, આધાર એક્ટ 2016ની કલમ 38 અને ભારતીય દંડ સંહિતાની કલમ 409 (વિશ્વાસભંગ) અને કલમ 420 (છેતરપિંડી) બરાબર છે.

પાંડેએ જણાવ્યું કે, UIDAI આવી સાઈટની વિરૂદ્ધ કડક કાર્રવાઈ કરવાનું ચાલુ રાખશે. તેમણે લોકોને કહ્યું કે, તે આધાર સંબંધિત કોઈપણ સેવા માટે UIDAIની સત્તાવાર વેબસાઈટ (https://uidai.gov.in/)નો ઉપયોગ કરે.