ચાર ટનનો સેટેલાઈટ લોન્ચ કરી ઈસરો નવો ઈતિહાસ રચશે
SadhanaWeekly.com       | ૨૦-એપ્રિલ-૨૦૧૭


 

ઈસરો આવતા મહિને એક નવો ઈતિહાસ રચશે. ઈસરો પહેલી વખત શ્રીહરીકોટા સ્પેસ સેન્ટરથી ચાર ટનનો સેટેલાઈટ મોકલવાની ક્ષમતાવાળા રોકેટને લોન્ચ કરશે. હાલ ઈસરોના રોકેટ લોન્ચીંગ વ્હીકલમાં ૨.૨ ટન સુધીના સેટેલાઈટ પ્રક્ષેપીત કરવાની ક્ષમતા છે. અત્યાર સુધી આનાથી વધુ વજનના સેટેલાઈટને મોકલવા માટે ઈસરોએ વિદેશી લોન્ચીંગ વ્હીકલ ઉપર નિર્ભર રહેવુ પડતુ હતું.

      ઈસરોના વડા એસ. કિરણકુમારે જણાવ્યુ છે કે૪ ટનના સેટેલાઈટ મોકલનાર રોકેટનુ નામ જીએસએલવી-એમકે ૩ડી રાખવામાં આવ્યુ છે. આની સફળતા બાદ ભારતની ભારે સેટેલાઈટ મોકલવા માટે વિદેશ લોન્ચીંગ વ્હીકલ ઉપરની નિર્ભરતા ઘટી જશે. હવે ભારત ૪ ટનવાળા સેટેલાઈટ બનાવવા પર ધ્યાન કેન્દ્રીત કરી રહ્યુ છે કે જેથી દેશની અંદરથી જ પ્રક્ષેપણ કરી શકાય.

      ઈસરોની એક વર્ષની અંદર બીજી વિકાસ ઉડાન હશે. તેમણે કહ્યુ હતુ કે, જ્યાં સુધી બે વિકાસ ઉડાન પુરૂ થઈ જાય અમે પ્રક્ષેપણની દિશામાં કામ કરશું કે જેથી જીએસએલવી એમકે૩ કામ કરવાનું શરૂ કરી દયે. તેમણે કહ્યુ હતુ કે ઈસરોનુ માનવુ છે કે રોકેટનું કામ શરૂ થવાથી ઈતિહાસમાં એક નવો અધ્યાય શરૂ થશે.