સોનૂ નિગમ પછી આ બહેને કહ્યું- ‘બંધ થવી જોઈએ 5 વખતની નમાજ’
SadhanaWeekly.com       | ૨૦-એપ્રિલ-૨૦૧૭


 

ગાયક સોનૂ નિગમ પછી ભાજપા નેત્રીએ પણ અઝાન પર એક નિવેદન આપ્યું છે. આગરાના ભાજપા જિલ્લા મંત્રી કલ્પના ધાકરેએ સોનૂ નિગમના નિવેદનનું સમર્થન કરતા કહ્યું કે, ‘કોઈ પણ ધર્મ કોઈને પણ પરેશાન કરવાની આજ્ઞા આપતો નથી. પાંચ વખતની અઝાનથી લોકોને તકલીફ પડે છે માટે તેના પર પ્રતિબંધ લગાવી દેવો જોઈએ.’ ધાકરે નિવેદન સિકંદરા સ્થિત વિહિપના સંકલ્પ કાર્યક્રમ દરમિયાન આપ્યું હતું.

કલ્પના ધાકરેએ મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું, “અઝાનને લઈને સોનૂ નિગમે જે ટ્વીટ કર્યું તે સાચું છે. તેમને કહ્યું કે, જે વખતે લાઉડસ્પીકર નહોતા ત્યારે શું આવી રીતે અઝાન આપવામાં આવતી હતી. જ્યારે ભારત દેશ હિન્દુઓનો દેશ છે. જ્યારે આપણા મંદિરોમાં માઈક લગાવાય છે ત્યારે તેનો વિરોધ થાય છે. નવરાત્રીમાં નવ દિવસ લાઉડસ્પીકર વગાડવું પણ ક્યારેક આપણા માટે ભારે બને છે. અને લોકો ચોવીસ કલાકમાં પાંચ વખત 6 વખત અઝાન કરે છે. બસ મારું કહેવું છે કે જે પાંચ વખત અઝાન થાય છે તેના પર પ્રતિબંધ લગાવવો જોઈએ.” કલ્પના ધાકરે કહ્યું, “અહીંના જે મુસલમાનો છે તે ખાય-પીવે છે બીજે, અને રહે છે દેશમાં, અને વિચારે છે વિદેશ નું છે. એવા મુસલમાનોને આપણા દેશમાં સ્વીકાર નહીં કરીએ.”