અમદાવામાં વૃદ્ધાની સોનાની ચેન ખેંચી ગયો ગઠીયો
SadhanaWeekly.com       | ૨૧-એપ્રિલ-૨૦૧૭


ચેન સ્નેચિંગની ધટના ગુજરાતમાં દરરોજ બને છે. બદમાશો મહિલાઓ અને વૃદ્ધોને વધુ શિકાર બનાવતા હોય છે. હમણાજ એક આવા જ કિસ્સાનો સીસીટીવી ફૂટેજ વાઈરલ થયો છે આ વીડિયો  અમદાવાદ શહેરના આનંદનગર વિસ્તારનો છે. બુધવારે આનંદનગર સિગ્નેચર રેસિડન્સીમાં રહેતાં વૃદ્ધા વનીતા વાછાણી સવારના 11.15 વાગે શ્યામલ રો-હાઉસથી ફાર્મ રોડ નજીકથી પસાર થઇ રહ્યા હતા, તે દરમિયાન પહેલેથી જ તાગ જોઇને તેમનો પીછો કરતા બે શખ્સ આવી ચઢય અને તેમાના એક  શખ્સે તેની ચેઈન ખેંચી લીધી હતી. અને પછી ફરાર થઈ ગયા હતા. સીસીટીવી કેમેરામાં આ સ્પષ્ટ જોઈ શકાય છે

બુધવારે ધોળા દિવસે બનેલી આ ઘટનામાં આનંદનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા પોલીસે સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ કબજે કરી ફરાર શખ્સોને ઝડપવા વધુ તપાસ શરૂ કરી છે.