કોમ્બિફ્લેમ- ડી-કોલ્ડ ટોટલ! સેહત કે લિયે તું તો હાનિકારક હૈ…
SadhanaWeekly.com       | ૨૨-એપ્રિલ-૨૦૧૭


 

તમે સાધારન દુખાવો થાય તો દોકટરને પૂછ્યા વગર કઈ દવા લો છો? કોમ્બિફ્લેમ? કે ડી-કોલ્ડ ટોટલ? ન લેતા હો તો વાંધો નહિ પણ લેતા હો તો તમારા માટે આ ચિંતાના સમાચાર છે. સામાન્ય દુ:ખાવા અને શરદી-ખાંસી અને ફ્લૂમાં ઉપયોગમાં લેવાતી કોમ્બિફ્લેમ અને ડી-કોલ્ડ ટોટલ જેવી દવાઓ ઉતરતી કક્ષાની છે અને તે ઉપયોગમાં લેવાને લાયક નથી તેમ દવાઓના વેચાણ અને વિતરણ પર નિયમન કરતી સરકારી સંસ્થાએ કહ્યું છે. સમગ્ર દેશમાં દુઃખાવો ઓછો કરવાના નામે વેચાતી જાણી કોમ્બિફ્લેમ સ્વાસ્થ માટે જોખમી સાબિત થઈ શકે છે. ઉપરાંત ડી કોલ્ડ ટોટલ દવા પણ તમારી તબિયત બગાડી શકે છે. આ બન્ને દવાઓ સેન્ટ્રલ ડ્રગ સ્ટાન્ડર્ડ કેન્ટ્રોલ ઓર્ગેનાઈઝેશન સીડીએસસીઓની તપાસમાં ઉતરતી કક્ષાની જણાઈ છે.

આવી જ રીતે સામાન્યથી ઘાતક બીમારીમાં ઉપયોગમાં લેવાતી ૬૦ દવાઓ આ પ્રકારની હોવાનું જાણવા મળ્યું છે. સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કન્ટ્રોલ ઓર્ગેનાઇઝેશન (સીડીએસસીઓ)એ કોમ્બિફ્લેમ અને ડી કોલ્ડ ટોટલને હલકી ગુણવત્તાની જાહેર કરી છે.

સીડીએસસીઓએ ઉપનીરની પાંચ સહિત કુલ ૬૦ દવાઓ માટે ડ્રગ એલર્ટ જારી કર્યું છે. કોમ્બિફ્લેમ બનાવતી સાનોફીએ નોટિસ મળતાંની સાથે જ યોગ્ય પગલું લેવાની ખાતરી આપી છે. દવાઓ બનાવવામાં અનેક ફાર્માસ્યુટિકલ્સ માપદંડોની સમીક્ષા કરવાની હોય છે. અગાઉ ગત વર્ષે પણ સાનોફીના કોમ્બિફ્લેમની ત્રણ બેચ હલકી ગુણવત્તાનું જાણવા મળતાં કંપનીએ તેને કંપનીએ પાછી ખેંચી લીધી હતી.