દેશનો પ્રથમ અદ્યતન 3D લાઈટ શોની સોમનાથ ખાતે શરૂઆત
SadhanaWeekly.com       | ૨૨-એપ્રિલ-૨૦૧૭


 

સોમનાથ મંદીરના ભવ્ય ઐતિહાસીક સાંસ્કૃતિક વારસાને ઉજાગર કરતો દેશનો પ્રથમ એકમાત્ર અદ્યતન થ્રીડી ટેક્નોલોજીવાળા અને સીદીના મહાનાયક અમિતાભ બચ્ચનના અવાજમાં ડબ એવો લાઇટ એન્ડ સાઉન્ડ શો મુખ્યમંત્રી વિજય રૂપાણીઍ લાઇટ એન્ડ સાઉન્ડ શો ને ખુલ્લો મુક્યો છે.

 વિજય રૂપાણીએ સોમનાથ લાઇટ એન્ડ શોનાં પ્રારંભનાં પ્રસંગે કહ્યું કે, સોમનાથ મહાદેવ કરોડો શ્રધ્ધાળુઓની શ્રધ્ધાનું પ્રતિક છે. અહીં ગુજરાતની દિવ્યતાનાં દર્શન થાય છે.
 સોમનાથ આવતા શ્રધ્ધાળુઓ ભગવાનનાં દર્શન કરીને સોમનાથનો ભવ્ય ઇતિહાસ જાણીને જાય તેમને દિવ્ય ભૂમિમાં આવ્યાનું ગૈારવ થાય તે હેતુથી ગુજરાત સરકારનાં પ્રવાસન વિભાગે રૂ. ૪.૨૫ કરોડનાં ખર્ચે લાઇટ એન્ડ સાઉન્ડ શોનો પ્રારંભ કર્યો છે.


 અરબી સમુદ્ર સોમનાથનાં ઇતિહાસનો સાક્ષી રહ્યો છે. તેની વર્ણનગાથા સમુદ્ર રજૂ કરે છે તે રીતનાં આ શોમાં સોમ દ્વારા મંદિર નિર્માણ ત્યાર પછી જુદા-જુદા યુગમાં મંદિર નિર્માણ, શ્રી કુષ્ણકથા, સોમનાથનો સુર્વણકાળ, વિર્ધમીઓનું આક્રમણ અને સરદારનાં મંદિર નવનિર્માણનાં સંકલ્પ સાથે ચિંરજીવી સંસ્કૃતિની રજૂઆત આકર્ષક રીતે કરવામાં આવી છે. આ પ્રસંગે સ્વાગત પ્રવચન વન અને પ્રવાસન મંત્રી ગણપત વસાવાએ કર્યું હતું.

સાંસ્કૃતિક વિરાસતને ઉજાગર કરતા લાઇટ એન્ડ સાઉન્ડ શો

સુપ્રસિદ્ધ યાત્રાધામ સોમનાથ મંદિરનો ઈતિહાસ દર્શાવતો અદ્યતન મલ્ટિમીડિયા લાઈટ એન્ડ સાઉન્ડ શો તૈયાર થયો છે. ગુજરાત સરકારના પ્રવાસન વિભાગે આ પ્રોજેક્ટ પાછળ રૃ. ૩.૫૫ કરોડનો જંગી ખર્ચ કર્યો છે.

થ્રીડી પ્રોજેક્શન મેપિંગ, લેસર તથા એલઈડી લાઈટ એન્ડ સાઉન્ડ ધરાવતા આ મલ્ટિમીડિયા પ્રોગ્રામમાં ફિલ્મ સુપરસ્ટાર અમિતાભ બચ્ચને અવાજ આપ્યો છે. આશરે ૩૫ મિનિટનો આ શો અંગ્રેજી અને હિન્દી એમ બંને ભાષામાં બાયલિંગ્વલ તૈયાર થયો છે. નરેન્દ્ર મોદી જ્યારે ૨૦૧૨-૧૩માં મુખ્યમંત્રી હતા ત્યારે શરૃ થયેલો આ પ્રોજેક્ટ આજે તૈયાર થયો છે.

અમિતાભ બચ્ચનનાં વોઇસમાં નવીન લાઇટ એન્ડ શો તૈયાર કરવામાં આવેલ છે. પ્રવાસીઓમાં અનોખું આકર્ષણ રહે તેમજ મંદિરના ઇતિહાસ અને ઐતિહાસીક સંસ્કૃતિથી લોકો માહિતગાર થાય તે હેતુથી રાજ્ય સરકારે નવિન અત્યાધુનિક લાઇટ એન્ડ સાઉન્ડ શો તૈયાર કરાવેલ છે. અગાઉ વર્ષ 2003માં ઓમ પૂરીના અવાજમાં લાઇટ એન્ડ સાઉન્ડ શો કાર્યરત હતો. જે બંધ થતાં ‘ખુશ્બુ ગુજરાત કી’ કેમ્પેઇન અંતર્ગત લાઇટ એન્ડ સાઉન્ડ શો તૈયાર કર્યો છે. અંગ્રેજી અને હિન્દી એમ બે ભાષામાં સ્પેશિયલ ઇફેક્ટ સાથે તૈયાર થયેલ શોમાં ૩ડી પ્રોજેક્સન, મેપીંગ લાઇટિંગ ડિઝાઇનીંગ, 200 લેઝર લાઇટ અને કંટ્રોલ પેનલ સહિત શોનો સમય 35 મિનિટનો છે.