તો 13 મેએ ત્રીજું વિશ્વયુદ્ધ થશે!?
SadhanaWeekly.com       | ૨૨-એપ્રિલ-૨૦૧૭


 

ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના રાષ્ટ્રપતિ બનશે…

અને ત્રીજુ વિશ્વયુદ્ધ થવાનું કારણ ડોનાલ્ડ ટ્રમ્પ જ હશે…

ટ્રમ્પ રાષ્ટ્રપતિ બને તે પહેલા જ ક્લેયરવાઇન્ટ હોરોસિઓ વિલગેસ નામના માણસે આ આગાહી કરી હતી. ત્યારે લોકોએ આ તરફ ધ્યાન ન્હોતુ આપ્યુ પણ હવે ટ્રમ્પના રાષ્ટ્રપતિ બન્યા પછી જે માહોલ ઉભો થયો છે તે જોઇને લોકો ચિંતામાં જરૂર પડી ગયા છે.

 હાલ રશિયા, અમેરિકા અને સીરિયા વચ્ચે સતત વધી રહેલા તણાવને પગલે વિશ્વભરમાં લોકો હવે પરમાણુયુદ્ધની શંકાથી ડરી ગયાં છે, તેવામાં જે વ્યક્તિએ ડોનાલ્ડ ટ્રમ્પના જીતવાની ભવિષ્યવાણી કરી હતી તે વ્યક્તિએ જ હવે ત્રીજું વિશ્વયુદ્ધ શરૃ થવાની ચોક્કસ તારીખ બતાવી છે. લોકો માટે એ આંચકાજનક છે વિલગેસ મુજબ દુનિયા આ ભયાવહ ત્રીજા વિશ્વયુદ્ધની અણી ઉપર ઊભી છે. ૧૩ મેથી ૧૩ ઓક્ટોબર વચ્ચે ત્રીજું વિશ્વયુદ્ધ થસે એવુ વિલેગસે એક છાપાના માધ્યમથી આગાહી કરી છે.

ઇન્ડિયા ટાઇમ્સના રિપોર્ટ મુજબ વિલગેસે જણાવ્યું હતું કે ત્રીજું વિશ્વયુદ્ધ ૧૩ મેથી શરૃ થશે. તેમણે વધુ કહ્યું કે વિશ્વનેતા સીરિયા પર હુમલો કરશે જે કેમિકલ હુમલાનાં સ્વરૃપમાં હશે અને તેનાથી રશિયા, ઉત્તર કોરિયા અને ચીન વચ્ચે સંઘર્ષનાં મંડાણ થશે. અને ચારે તરફ તબાહી મચી જશે.

ભવિષ્યવક્તા છે વિલગેસ

વિલગેસ એક પ્રખ્યાત જ્યોતિષી છે. એવું કહેવાય છે કે ભવિષ્યમા થનારી ઘટનાઓ તેમને પહેલેથી જ દેખાય જાય છે. તેની પહેલા પણ ઘણી ભવિષ્યવાણી સાચી પડી છે. ટ્રમ્પ રાષ્ટપતિ બનશે એવી ભવિષ્યવાણી આ ભાઈએ જ કરી હતી. અત્રી ઉલ્લેખનીય છે કે મહાન ભવિષ્ય વેત્તા નોસ્ટ્રાડેમસએ પણ આ  ભવિષ્યવાણીને સમર્થન આપ્યું છે. નોસ્ટ્રાડેમસે કહ્યું હતું કે મેબસ જલદી મરી જશે અને એક સાથે સેંકડો શક્તિઓ ટકરાશે.