વડનગર એટલે વિકસ નગર
SadhanaWeekly.com       | ૨૨-એપ્રિલ-૨૦૧૭


 

વડા પ્રધાન નરેન્દ્ર મોદી જ્યાં ચા વેચતા હતા એ ઉત્તર ગુજરાતના વડનગર રેલવે-સ્ટેશનની ૮ કરોડ રૂપિયાના ખર્ચે કાયાપલટ કરવામાં આવવાની હોવાનું કેન્દ્રના પ્રધાન  મનોજ સિંહાએ જણાવ્યું હતું. ૨૦૧૪ની લોકસભાની ચુંટણી પહેલાં નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે બાળપણમાં હું અવારનવાર વડનગર રેલવે-સ્ટેશન પર મારા ફાધર સાથે ચા વેચતો હતો.

વડનરગ શહેર નરેન્દ્રમોદીનું જન્મસ્થાન છે. મહેસાણા જિલ્લામાં વડનરગ તથા આસપાસનાં સ્થળોના પર્યટનની દષ્ટિએ વિકાસમાં કુલ ૧૦૦ કરોડ રૂપિયાનો ખર્ચ થશે. ૧૦૦ કરોડ રૂપિયાની આ યોજનામાં વડનગરમોઢેરા અને પાટણને પર્યટનસ્થળો તરીકે  વિકસાવવાના આયોજનનો સમાવેશ છે.હાલમાં વડનગર રેલવે-સ્ટેશનના વિકાસ માટે પર્યટનમંત્રાલયે ૮ કરોડ રૂપિયા ફાળવ્યા છે.

વડનગર આમ તો ઐતિહાસિક શહેર છે પણ આ શહેરને વૈશ્વિક ઓળખ અપાવવાનું અને વિકાસના પંથે લઇ જવાનું શ્રેય વડનગરવાસીઓ પણ નરેન્દ્ર મોદીને જ આપે છે. લાંબા ઇતિહાસને પોતાના ગર્ભમાં ધરબીને બેસેલું આ પ્રાચીન નગર છે. તેનો ભૂતકાળ ભવ્ય અને જૂનો છે એટલો જ એનો વર્તમાન ઉડીને આંખે વળગે એવો છે. આ નગરે અનેક બદલાવો જોયા છે. આજે આ નગર પર આખી દુનિયાની નજર છે. જ્યારથી મોદી મુખ્યમંત્રી બન્યા ત્યારથી આ નગર ચર્ચામાં છે. એમાં પણ વડાપ્રધાન થયા બાદ તો આ શહેરની ઓળખ દેશની સરહદો પણ વટાવી ગઇ. હવે વડનગર વિકાસનગર બનવાનું છે!