ઉત્તર પ્રદેશમા વર્ષમાં ૧૯૪ રજા? અને હવે?
SadhanaWeekly.com       | ૨૬-એપ્રિલ-૨૦૧૭


ઉત્તર પ્રદેશ અલગ છે. અલગ અલગ વતોથી તે હંમેશા ચર્ચામાં રહે છે. ખસ કરી ને રાજનીતિના કારણે. હાલ યોગી સરકાર ના કરણે ઉત્તરપ્રદેશ ચર્ચામાં છે. અહિ નવી વાત એ છે કે યોગી સરકારે આ વખતે કેટલીક રજાઓ ને કેન્સલ કરી દીધી છે. તમે કહેશો કે આવી જરૂર શું પડી? તો વાત જ નવાઈ પમાડે તેવી છે. અહિ બસપા અને સપાની સરકરો હતી ત્યારે આ સરકરોએ પોત પોતાની રીતે ગમે તેમ મહાપૂરૂષોની તિથિઓ એ પ્રદેશમાં જાહેર રજા આપી દીધી હતી. યૂપી કેબિનેટે મહાપુરુષોના જન્મદિવસ અને પુણ્યતિથિ પર મળતી તમામ રજાઓ ખત્મ કરવાનો નિર્ણય કર્યો છે. જોકે જે મહાપુરુષોની જયંતી પર રાષ્ટ્રીય સ્તરે રજા હોય તે રજા ચાલુ રહેશે, પરંતુ યૂપીમાં અલગ અલગ રાજ્ય સરકારના આદેશ પર મળતી આ પ્રકારની રજા ખત્મ કરવામાં આવી છે.

અત્રી ઉલ્લેખનેય છે કે  હાલમાં યૂપીમાં સરકારી કર્મચારીઓને વર્ષમાં 194 રજા મળે છે, જેમાંથી 40 પબ્લિક હોલીડે છે. યૂપીમાં અનેક રજાઓ એવી હોયછે, જે વિશ્વમાં ક્યાંય નથી હોતી. બોલો ૩૬૫ દિવસમાંથી માત્ર ૧૭૧ દિવસ જ કામ કરવાનું. અહિં વર્ષના ૫૦ ટકા કરતા વધારે દિવસો રજાના ગણાય છે. છે ને અલગ વાત…

તમને જણાવી દઇએ કે  14 એપ્રિલને આંબેડકર જયંતીના એક કાર્યક્રમમાં પ્રદેશના નવા મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આટલી બધી રજા પર નારાજગી વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું હતું કે, મહાપુરુષોના જન્મદિવસે રજાની જગ્યાએ એ દિવસે મહાપુરુષોના જીવન વિશે બાળકોને જણાવવું જોઈએ. તેનાથી તેમના જીવનમાંથી પ્રેરણા પણ મેળવશે અને ત્યાર બાદ પોતાનો અભ્યાસ પણ કરી શકશે. યૂપીમાં એવી રજાઓ છે જે ધરતી પર બીજે ક્યાંય નથી. બિહારના પૂર્વ મુખ્યમંત્રી કર્પૂરી ઠાકુરના જન્મદિવસની રજા બિહારમાં નથી, પરંતુ યૂપીમાં હોય છે. કહેવાય છે કે, મોટાભાગના મહાપુરુષોની રજાનો ઉદ્દેશ તેમની જાતિને ખુશ કરવાનો છે.