સોશિયલ મીડિયામાં બાબા રામદેવનું અવસાન…? બાબાએ કહ્યું આ અફવા છે
SadhanaWeekly.com       | ૨૬-એપ્રિલ-૨૦૧૭


 

મંગળવારે સોશિયલ મીડિયાએ ફરી એક વાર એક પ્રસિધ્ધ વ્યક્તિની મોતના સમાચાર બ્રેક કર્યા. આ વખતે સોશિયલ મીડિયાએ યોગગુરૂ બાબા રામદેવને એકસિડેન્ટના ફોટા શેર કરી મારી નાખ્યા. વાત એમ છે કે,  સોશિયલ મીડિયા પર મંગળવારે બપોરે એક મેસેજ વાઇરલ થયો હતો કે, મુંબઈ-પુણે હાઈવે પર એક માર્ગ અકસ્માતમાં યોગ ગુરુ બાબા રામદેવનું મોત થઈ ગયું. અહી દર્શાવેલા ફોટા પણ શેર કર્યા. આ ફોટા ખૂબ વાઇરલ થયા. જોકે બાદમાં જાણવા મળ્યું હતું કે, આ માત્ર એક અફવા છે અને જે ફોટો દ્વારા રામદેવનાં મોતની અફવા ફેલાવાઈ રહી હતી તે અન્ય દુર્ઘટનાઓ હતી.


વાત ત્યાં સુધી પહોંચી કે  હરદ્વારમાં પતંજલિના પ્રવક્તા એસ. કે. તિજારાવાલાએ નિવેદન જાહેર કરી જણાવવું પડ્યું કે, કેટલા લોકોએ બિહારમાં થયેલા અકસ્માત અને વર્ષ 2011માં પતંજલિથી જોલગ્રાન્ટ હોસ્પિટલ લઈ જતી વખતની યોગગુરુ બાબા રામદેવની તસવીરો જોડી દઈ આ અફવા ફેલાવી છે. તેમણે કહ્યું કે, યોગ ગુરુ બાબા રામદેવ સંપૂર્ણપણે સ્વસ્થ અને સુરક્ષિત છે


 

અંતે બાબા રામદેવેપણ ટ્વીટ કરીને કહ્યું છે કે, તે સ્વસ્થ અને સલામત છે. અફવા પર ધ્યાન ન આપશો. તેમણે આજે હજારો યોગીઓ સાથે યોગ શિબિર યોજી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે આ પહેલા સોશિયલ મીડિયામાં કાદર ખાન, વિનોદ ખન્ના, અમિતાભ બચ્ચન, પ્રાણ, દિલિપ કુમાર, જેકી ચેન જેવા અનેક ખ્યાતનામ લોકોને મારી નાખ્યા હતા. પાછળથી આ બધી વાત અફવા જાહેર થઇ હતી…