હવે 'હવાઈ ચંપલવાળા' પ્લેનમાં ઉડી શકશે’- નરેન્દ્ર મોદી
SadhanaWeekly.com       | ૨૭-એપ્રિલ-૨૦૧૭


 

'ઉડે દેશ કા આમ નાગરિક' એટલે કે ઉડાન(UDAN) યોજનાને આજે વડાપ્રધાને શિમલા ખતે લીલીઝંડી આપી હતી. વડાપ્રધાનઃ સીમલા - દિલ્હી રૂટ પર પ્રથમ ફલાઇટનું પ્રસ્થાન કરાવી આ યોજનાની શરૂઆત કરી હતી. હવે દેશનો સામાન્ય માનવી પણ માત્ર ૨૫૦૦ રુપિયામાં ૧ કલાકની મુસાફરી કરી શકશે.

આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું, આખી દુનિયામાં હવાઈ મુસાફરીનો સૌથી વધુ સ્કોપ ભારતમાં છે. પહેલા હવાઈ મુસાફરીની એવી ઈમેજ હતી કે રાજા- મહારાજાઓ માટે છે. અમારી એયરલાઈન્સનો લોગો પણ મહારાજાનો છે. જ્યારે દેશમાં અટલજીની સરકાર હતી ત્યારે મેં પૂછ્યું હતું કે શું આ લોકો બદલી શકાય નહીં. ત્યારે એક કોમન મેનની ઈમેજવાળા લોકો બનાવવામાં આવ્યા. આપણે રાજા- મહારાજાઓનો વિચાર બદલવાનો છે.

દેશમાં આજે કોઈ એવિએશન પોલિસી નથી. એક પોલિસી બનાવો અને તમામ કંપનીઓને તેમાં જોડો. મને ખુશી છે કે અમારી સરકારે આવી પોલિસી બનાવવાનો નિર્ણય કર્યો છે. હું ઈચ્છું છું કે હવાઈ જહાજમાં લોકો ચંપલવાળા લોકો દેખાય. આજે શિમલા- દિલ્લી, હૈદરાબાદ-કડપ્પાથી જોડવાનો મોકો મળશે. દિલ્લી-શિમલાની સફર વધુમાં વધુ એક કલાકની રહેશે. તેમને વધુમાં કહ્યું કે, બીજા વિશ્વ યુદ્ધમાં ઘણા એયરપોર્ટ બન્યા, પરંતુ તેનો કોઈ ઉપયોગ થયો નહોતા. આઝાદી પછી આજે માત્ર 70-75 એયરપોર્ટ છે, જે કમર્શિયલ એક્ટિવિટીનો ઉપયોગ થઈ રહ્યો છે. લગભગ નવા 70 એયરપોર્ટ શરૂ થશે. અને ટાયર-2ના શહેરોને એયર કનેક્ટિવિટી સાથે જોડવામાં આવશે.


 

યોજનાનો પ્રારંભ...

 વિવિધ મુદ્દાઓ પર વિસ્તારપૂર્વક વિચાર વિમર્શ કરી નિષ્ણાંતોના માર્ગદર્શન બાદ ઉડાન યોજના તૈયાર કરવામાં આવી છે. બજાર આધારિત વ્યવસ્થા દ્વારા ક્ષેત્રિય કનેકિટવિટીને પ્રોત્સાહન આપવા ઉડાન યોજના વિશ્વભરમાં આ પ્રકારની પ્રથમ યોજના છે.

   ઉડાન યોજના રાષ્ટ્રીય નાગરિક ઉડ્ડયન નીતિનો એક મહત્વનો ભાગ છે, જેને નાગરિક ઉડ્ડયન મંત્રાલયે ૧૫ જૂન ૨૦૧૬ના રોજ કેન્દ્ર સરકાર સમક્ષ રજૂ કરી હતી. ભારતીય એરપોર્ટ ઓથોરીટીએ આરસીએસ-ઉડાન સેવા અંતર્ગત પ્રાપ્ત થયેલા ૨૭ પ્રસ્તાવો માટે અનુબંધ પત્ર જારી કર્યા છે. જેમાં એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા દ્વારા જે પ્રસ્તાવો પર નિર્ણય લેવાયો છે, તેની મુખ્ય બાબતો આ મુજબ છે.

   ડોમેસ્ટીક હવાઈ મથકોની કનેકિટવીટીમાં વધારો કરાશે. આ પ્રસ્તાવો દ્વારા દેશના કુલ મળીને ૭૦ હવાઈ મથકોને જોડવામાં આવશે. જેથી આંતરિક કનેકટીવીટીમાં વધારો કરી શકાય.

   આ ઉપરાંત જે નિર્ણય લોવાયો છે તેમાં વિમાન માર્ગે ૫૦૦ કિલોમીટર અથવા એક કલાકની યાત્રા માટે તેમજ હેલિકોપ્ટરથી ૩૦ મિનિટની યાત્રા માટે વધુમાં વધુ રુપિયા ૨૫૦૦ ભાડુ નક્કી કરવામાં આવ્યું છે. તેમજ લાંબા અંતરવાળા રુટ પર હવાઈ મુસાફરીનું ભાડું પ્રમાણસર આધાર પર નક્કી કરવામાં આવશે.

   'ઉડાન' માટે દેશના ૭૦ એરપોર્ટ પસંદ કરાયા છે. તેમાં ૨૭ વ્યસ્ત, ૧૨ ઓછા ઉપયોગવાળા તથા ૩૧ અન્યનો સમાવેશ થાય છે. આ યોજનાથી દેશના નાના અને ઓછા અંતરવાળા શહેરો વચ્ચે એર કનેકટીવીટી વધશે. આગ્રાથી જયપુર જુનમાં, કાનપુરથી દિલ્હી ઓગસ્ટથી, સપ્ટેમ્બરથી જગદલપુરથી રાયપુર વિશાખાપટ્ટનમ સેવા શરૂ થશે.