ફિલ્મસ્ટાર વિનોદ ખન્નાનું 70 વર્ષની વયે અવસાન
SadhanaWeekly.com       | ૨૭-એપ્રિલ-૨૦૧૭


 

છેલ્લા એક મહિનાથી ગંભીર બીમારીનો સામનો કરી રહેલા વિનોદ ખન્નાનું 70 વર્ષની વયે અવસાન થઈ ગયું છે. તેઓ એચએન રિલાયન્સ ફાઉન્ડેશનમાં સારવાર હેઠળ હતા. બોલિવૂડ એક્ટર વિનોદ ખન્ના બીમાર હતા. તજેતરમાં તેમન હોસ્પિટલમાં સરવાર કરાવતો, ઓળખી ન શકાય તેવો એક ફોટો વાઇરલ થયો હતો. ત્યારે તેમને કેન્સર હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી હતી.

 

વિનોદ ખન્નાનો જન્મ 6 ઓક્ટોબર, 1946માં પાકિસ્તાનના પેશાવરમાં થયો હતો. વિનોદ ખન્નાની લાઈફ-સ્ટોરી ફિલ્મી વાર્તાથી ઓછી નથી. સાધારણ પરિવારમાંથી આવ્યા બાદ બોલિવૂડ એક્ટર બન્યા અને પછી ઓશોથી પ્રભાવિત થઈને તેમના આશ્રમમાં રહેવાને કારણે ચર્ચામાં રહ્યાં હતાં. વિનોદ ખન્નાએ બે વખત લગ્ન કર્યા છે. પ્રથમ પત્ની ગીતાંજલિથી થયેલા પુત્રો અક્ષય અને રાહુલ બન્ને અભિનય મોડેલિંગ ક્ષેત્રે છે. બાય ધ વે વિનોદ ખન્નાના બંગલોનું નામ ગીતાંજલિ છે. બીજી વખત લગ્ન તેમણે ગુજરાતી બેન્કર કવિતા શેઠ સાથે કર્યા. જેના થકી તેમને એક પુત્ર છે

પાકિસ્તાનમાં જન્મના ત્રણ વર્ષમાં જ ભારતના ભાગલા થતા વિનોદ ખન્નાનો પરિવાર મુંબઈ આવી ગયો હતો. એમણે કોલેજનું ભણતર દિલ્હીમાં પૂરું કર્યું હતું. 1968માં મન કા મીત ફિલ્મમાં વિલનનાં રોલ સાથે બોલીવૂડમાં એન્ટ્રી કરી હતી. શરૂઆતમાં એમણે પૂરબ ઔર પશ્ચિમ, સચ્ચા જૂઠા, આન મિલો સજના, મસ્તાના, મેરા ગાંવ મેરા દેશમાં ખલનાયકની ભૂમિકા કરી હતી. ત્યારબાદ અચાનક, ફરેબી, કૈદ, ઈનકારમાં હીરો તરીકે કામ કર્યું હતું. કુરબાની, શંકર શંભુ, ચોર સિપાહી, હેરા ફેરી, ખૂન પસીના, અમર અકબર એન્થની, મુકદ્દર કા સિકંદર જેવી ફિ્લ્મોમાં એમનાં અભિનયની ખૂબ પ્રશંસા થઈ હતી. તાજેતરમાં એ વોન્ટેડ, દબંગ, દબંગ 2, દિલવાલેમાં પણ ચમક્યા હતા.

 


70માં વિનોદ ખન્ના ખૂબ સફળ રહ્યા હતા. વિનોદ ખન્ના અમિતાભ બચ્ચનને ઓવરટેક કરવાના હતા ત્યાં જ અચાનક ક્ષેત્ર સન્યાસ લઈને ઓશો રજનીશના પૂણે સ્થિત આશ્રમમાં સમર્પિત થઈ ગયા હતા. નંબર વન સિંહાસન માટે તેમના અને અમિતાભ બચ્ચનનો મુકાબલો હતો. અચાનક વિનોદએ ગ્લેમરસ ઈંડસ્ટ્રીને અલવિદા કહી દીધુ અને સંન્યાસ લઈને રજનીશના આશ્રમ હાલ્યા ગયા. ત્યાં તેને માલી બનાવી દીધું છે. ઘણા લોકોનો માનવું છે કે જો વિનોદએ આવું નહી કર્યું હોત તો એ અમિતાભ બચ્ચનથી મોટા સુપરસ્ટાર હોતા. 

 વિનોદ ખન્નાની સફળ ફિલ્મોમાં મેરા ગાંવ મેરા દેશ, મેરે અપને, અમર અકબર એન્થની, મુકદર કા સિકંદર, કુરબાની, ચાંદની (ગેસ્ટ રોલ), દબંગ (ચરિત્ર અભિનેતા) વિગેરે છે. વિનોદ ખન્નાએ મોટા ભાગે મલ્ટીસ્ટાર ફિલ્મો કરી છે. જેમાં તેમના સાથી કલાકારોમાં અમિતાભ બચ્ચન, ધર્મેન્દ્ર વિગેરે મુખ્યત્વે હતા.