જેલમુક્ત થયા પછી સાધ્વીએ કહ્યુ, નિર્દોષ હતી, નિર્દોષ છુ અને રહીશ
SadhanaWeekly.com       | ૨૭-એપ્રિલ-૨૦૧૭


 

નવ વર્ષ પછી પ્રજ્ઞા ઠાકુર જેલમાંથી મુક્ત સાધ્વી પ્રજ્ઞા સિંહ ઠાકુરને ન્યાયિક હિરાસતમાંથી મુક્તી મળી છે. માલેગાંવ બ્લાસ્ટ કેસમાં બોમ્બે હાઈકોર્ટે સાધ્વી પ્રજ્ઞા ઠાકુરને જમાનત આપી દીધી છે.

સાધ્વી પ્રજ્ઞા ઠાકુરને ભોપાલની એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. અહીં જ તેમનો ઉપચાર ચાલી રહ્યો હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે સાધ્વીની ધરપકડ એટીએસ દ્વારા કરવામાં આવી હતી. તેને નવ વર્ષ સુધી જેલમાં રાખવામાં આવી અને આજે તે જમાનત પર મુક્ત થઈ છે. તેમના પર માલેગાંવ બ્લાસ્ટની પ્લાનિંગ કરવાનો અને બ્લાસ્ટ માટે ઉપયોગમાં લેવાયેલી બાઈકને ઉપલબ્ધ કરાવવાનો આરોપ છે.

જેલમુક્ત થયા પછી પોતાની પહેલી પ્રેસ પરિષદમાં સા્ધ્વીએ જણાવ્યું હતું કે

 • આતંકવાદ, નક્સલવાદના દૂષણમાં શહીદ થયેલા જવાનો, મહિલા જવાનોને હું હૃદયથી નમન કરું છું.
 • કોંગ્રેસ, યુપીએ સરકારના ભયંકર, ષડયંત્ર સામે સંઘર્ષ કરી નવ વર્ષ પછી હું જેલમુક્ત થઈ છું.
 • હજી અમારો કેસ ચાલે છે એટલે હું કહીશ કે હું આજે “અર્ધમુક્ત” થઈ છું.
 • માનસિકરૂપે હું હજી પણ બંધનમાં રહીશ એવું કહી શકાય.
 • કોંગ્રેસના ષડયંત્રથી શરુઆતમાં મીડિયા પણ પ્રભાવિત થયું હતું, પણ પાછળથી તેનું કામ સારું રહ્યું.
 • ભગવા આતંકવાદ શબ્દથી મીડિયાવાળા પણ આહત થયા.
 • હવે આ સંદર્ભે મીડિયાનો પણ મત ક્લિયર થયો છે. એવું મને લાગે છે.
 • વિધર્મીઓ માટે ભગવો આતંકવાદ જ હશે કેમ કે આ કલરથી જ તો તેઓ ડરે છે અને તેમને ડરવું પણ જોઈએ.
 • એટીએસે મારી 10 ઓક્ટોબર 2008ના રોજ ગેરકાનૂની રીતે અટકાયત કરી મને સુરતથી મુંબઈ લઈ ગઈ.
 • 13 દિવસ ગેરકાનૂની રીતે મને બંધક બનાવી.
 • મારા પર ટોર્ચર રુપી ત્રાસ ગુજારવામાં આવ્યો.
 • હું ફિઝિકલ રીતે ફીટ હતી પણ આજે હું આ સ્થિતિમાં છું તો તેનો શ્રેય એટીએસને જાય છે.
 • આઝાદી પહેલા પણ કોઈ સ્ત્રીને એટલી યાતનાઓ નહીં આપવામાં આવી હોય જેટલી મને યાતનાઓ આપવામાં આવી.
 • હું અપરાધીઓને ક્ષમા નહીં કરું. તેમને કાયદાકીય રીતે સજા અપાવીશ.
 • હું આ ષડયંત્રમાં નિર્દોષ હતી, નિર્દોષ છુ અને રહીશ.