PAN Card ને આધાર સાથે નહિ જોડો તો નહિ ભરી શકો રીટર્ન


 

કેન્દ્ર સરકારે પાન કાર્ડને આધાર નંબર સાથે લિંક કરવું ફરજિયાત કર્યું છે. 1 જુલાઈ 2017 સુધીમાં તમારે આ કામ કરાવી લેવાનું રહેશે.જો આવું નહિ કરો રો તમારું પાન કાર્ડ રીજેક્ટ થઇ જશે. અને જો આધાર કાર્ડ જોડે તમારું પાન કાર્ડ જોડાયેલુ નહિ હોય તો  ટેક્સ રિટર્ન ભરવા માટૅ તમને મુશ્કેલીનો સામનો કરવો પડશે ટૂંકમા ગડબડ હશે તો ચાલુ નાણાંકીય વર્ષમાં ઇનકમ ટેક્સ રિટર્ન ફાઈલ નહીં કરી શકો.

અત્રે ઉલ્લેખનીય છે કે, તમારા આધાર કાર્ડમાં અને પાન કાર્ડમા તમારા નામનો એકે એક સ્પેલિંગ પણ બરાબર હોવો જોઇઍ. જો આવું નહિ હોય તો પાનકાર્ડ અને આધારને લિંક કરવામાં સમસ્યા થશે. જો આવું હોય તો જેમાં સ્પેલિંગ ખોટો હોય તેને પહેલા ઠીક કરાવો અને પછી લિંક કરાવો.

પાનકાર્ડ, આધારકાર્ડ અને બેંક એકાઉન્ટમાં આપવામાં આવેલી વિગતો મેચ થવી જોઇએ. જો એવું નહી થાય તો તમે તમારા પાનકાર્ડ અથવા આધારકાર્ડમાં ફેરફાર કરવા માટેની અરજી કરી શકો છો. આ અરજી તમારા ઇન્કમ ટેકસ ડિપાર્ટમેન્ટની વેબસાઇટ પર અપાયેલી લિંક દ્વારા પણ કરી શકો છો.