કાબુલમાં ક્રિકેટ સ્ટેડિયમ બહાર આત્મઘાતી હુમલો થતાં ત્રણના મોત
SadhanaWeekly.com       | ૧૪-સપ્ટેમ્બર-૨૦૧૭


 

 

અફઘાનિસ્તનના કાબુમાં ક્રિકેટ સ્ટેડિયમ નજીક આવેલા ચેક પોઇન્ટ નજીક આત્મઘાતી હુમલો થયો છે. હુમલામાં ત્રણ જણા ના મોત થયા છે. અને પાંચને ઈજા થઈ છે. જ્યારે ક્રિકેટ ખેલાડીઓ સુરક્ષિત હોવાનું જણાવવામાં આવ્યું છે.

અફઘાનિસ્તાનની સત્તાવાર સમાચાર એજન્સી ટોલો ન્યૂઝના જણાવ્યા મુજબ, હુમલા વખતે સ્ટેડિયમમાં મેચ રમાતી હતી. હુમલામાં એક સૈનિક અને બે નાગરિક એમ કુલ ત્રણના મોત થયા હોવા અહેવાલને અધિકારીઓએ સમર્થન આપ્યું છે. આત્મઘાતી હુમલા પછી . મેચ થોડા સમય માટે અટકાવી દેવાઈ હતી. હુમલામાં ઈજાગ્રસ્તોમાં બે પોલીસ અધિકારીઓનો પણ સમાવેશ થાય છે.

અફઘાનિસ્તાનમાં શાગીઝા લીગ પાચ વર્ષથી રમાય છે. હાલમાં આ ટુર્નામેન્ટનો તે 11 સપ્ટેમ્બરથી આરંભ થયો છે અને અને 22 સપ્ટેમ્બર સુધી ચાલશે. આ લીગમાં ઝિમ્બાબ્વે, સાઉથ આફ્રિકા, વેસ્ટ ઇન્ડીઝ અને શ્રીલંકાના ખેલાડીઓ ભાગ લઇ રહ્યા છે.

આત્મઘાતી હુમલાખોર ટોળા તરફ જઈ રહ્યો હતો ત્યારે સિક્યુરિટી ચેક પોઈન્ટ પાસે તેને અટાકવવામાં આવ્યો હતો. ત્યારબાદ તેણે પોતાની જાતને ફૂંકી મારી હતી.