લંકા-દહનને બદલે અયોધ્યા-દહન!!!

    ૧૫-જાન્યુઆરી-૨૦૧૮

 

 
 
ભીમા કોરેગાંવ ઘટના પછીની હિંસાખોરી :
ભીમા-કોરેગાંવ ઉજવણીના પગલે ફેલાયેલી હિંસાખોરી પાછળના સંકેતો...

  • પૂના નજીક ભીમા નદીને કિનારે કોરેગાંવ સ્થળે ૨૦૦ વર્ષ પહેલાં પેશ્ર્વા બાજીરાવ- અને અંગ્રેજો વચ્ચે યુદ્ધ થયેલું.
  • સ્થળે અંગ્રેજોએ તેમના વિજય સંદર્ભમાં યુદ્ધસ્મારક રચ્યું.
  • યુદ્ધ-સ્મારક ઉપર પ્રારંભમાં માત્ર અંગ્રેજ સૈન્ય અધિકારીઓ અને અંગ્રેજ સૈનિકોની વીરગાથાનું લખાણ હતું.
  • પાછળથી કેટલાંક વર્ષો બાદ, અંગ્રેજોના પક્ષે લડેલા મહાર જાતિના દલિત શહીદ સૈનિકોનાં નામો પણ લખવામાં આવ્યાં.
  • ત્યારબાદ યુદ્ધ-સ્મારક સ્થળે મહારાષ્ટ્રના દલિતો દર વર્ષે એકઠા થતા રહ્યાં છે.
  • વર્ષે જાન્યુઆરી, ૨૦૧૮ને દિવસે સ્થળે બહુ મોટી સંખ્યામાં દલિતોનો મેળાવડો યોજાયો.
  • આગલે દિવસે ગુજરાતમાંથી વડગામ બેઠક પરથી કોંગ્રેસના ટેકાથી ચૂંટાયેલા, સામ્યવાદી એજન્ટ જિગ્નેશ મેવાણી અને દિલ્હીની જે.એન.યુ. યુનિવર્સિટીના તેમના હમસાથી, આતંકી અફઝલ ગુરુ સમર્થક ઉમર ખાલિદ વગેરે પણ પૂના ખાતે અલ્ગાર પરિષદ સંમેલનમાં જોડાયા.
  • સંમેલનમાં જિગ્નેશ, ઉમર ખાલીદ વગેરે વક્તાઓએ મળતા અહેવાલો પ્રમાણે, ભડકાઉ ભાષણો કર્યાં. જેનાથી વિવિધ જાતિઓ વચ્ચે વેર-ઝેર-સંઘર્ષ ફેલાય, રાષ્ટ્રની એકતા-અખંડતા સામે ખતરો પેદા થાય. તેવી ઉત્તેજના ફેલાવવાનો પ્રયાસ જોવા મળ્યો. વળી સંમેલનમાં લોકશાહી પદ્ધતિથી થતી ચૂંટણીઓથી કાંઈ વળશે નહીં. એક જાતિ ઉપર અન્ય જાતિ દ્વારા થતા અન્યાય - શોષણને મિટાવવા, શેરીઓની લડાઈ લડવી પડશે તેમ પણ કહેવામાં આવ્યું !
  • સંમેલનમાં મુસલમાનોને પાકિસ્તાન જવાની ચિમકી આપનારાઓને કહેવામાં આવ્યું કે, મુસલમાનો દેશમાં ભાડૂઆત તરીકે નથી રહેતા, મુસ્લિમો તો દેશના માલિકો છે !
  • મળતા અહેવાલો પ્રમાણે સંમેલનનો એકંદર સૂર, અરાષ્ટ્રીય તત્ત્વોની આતંકવાદીઓ તરફી માનસિકતાને ઉજાગર કરનાર હોય તેવું જણાયું. જેમાંભારત કી બરબાદી તક, જંગ રહેગા જારી !’નો જાણે કે પ્રતિધ્વનિ સંભળાય છે !
  • ઉપરોક્તયુદ્ધ વિજયની ૨૦૦ વર્ષની ઉજવણી નિમિત્તે જે કાંઈ બન્યું, તેનાથી મહારાષ્ટ્રમાં વ્યાપક અંશે હિંસા-બાળઝાળની ઘટનાઓ બની.
  • મહારાષ્ટ્ર સરકારે સમગ્ર મામલાની પ્રવર્તમાન હાઈકોર્ટ જજ દ્વારા તપાસ કરાવવાની જાહેરાત કરી છે. તેના અહેવાલની રાહ જોવામાં શાણપણ છે.
  • રાહુલ ગાંધીએ તત્કાલ ટ્વીટ દ્વારા અને લોકસભામાં તેમના કોંગ્રેસી આગેવાન શ્રી ખડગેએ પણ, મહારાષ્ટ્રની અશાંતિ માટે રાબેતા મુજબ, સંઘ-ભાજપાને દોષિત ઠરાવી, તેમનેદલિત વિરોધીઠરાવવાની કોશિશ કરી છે !

ભીમા કોરેગાંવ યુદ્ધમાં શું થયેલું?

આજથી બસો વર્ષ અગાઉ ભીમા કોરેગાંવ ખાતે થયેલા પેશ્ર્વા વિરુદ્ધ અંગ્રેજોના યુદ્ધમાં હકીકતે શું બન્યું હતું ? સંદર્ભમાં જે કોઈ માહિતી ઉપલબ્ધ થાય છે, તેનો સાર છે કે, જે રીતે છત્રપતિ શિવાજી મહારાજની સેનામાં મહાર-દલિત જાતિના સૈનિકો પણ હતા. તો પેશ્ર્વા બાજીરાવ - બીજાના સૈન્યમાં મહારાષ્ટ્રની કેટલીક કોમના સૈનિકો ઉપરાંત આરબ સૈનિકો પણ ગણનાપાત્ર સંખ્યામાં હતા. આરબ સૈનિકોએ પેશ્ર્વા બાજીરાવની તરફેણમાં, અંગ્રેજો વિરુદ્ધની લડાઈમાં ભારે બહાદુરી અને વફાદારી દાખવેલી. સામે પક્ષે અંગ્રેજો વતી લડી રહેલી સેનામાં મહારાષ્ટ્રની મહાર નામની દલિત જાતિના સૈનિકોએ પણ ભારે બહાદુરી દાખવેલી. પરંતુ હકીકતે બન્ને સેનાઓના સૈનિકો, જે તે સત્તાધીશો વતી લડતાં માત્ર ભાડૂતી સૈનિકો હતા, પેશ્ર્વા વતી લડતા આરબ સૈનિકો કાંઈ હિન્દુ પદપાદશાહીની રખેવાળી કરવા લડતા નહોતા. રીતે અંગ્રેજો વતી લડી રહેલા મહારજાતિના દલિત સૈનિકો પણ, પેશ્ર્વાની કથિત બ્રાહ્મણવાદી રાજસત્તા વિરુદ્ધ લડતા નહોતા. બન્ને તરફના આરબ કે મહાર સૈનિકો, માત્ર ને માત્ર પોતાનું પેટિયું રળવા માટે, જે તે રાજસત્તા માટે ભાડૂતી સૈનિકો તરીકે લડતા હતા. વળી ઇતિહાસ ગવાહ છે કે, પેશ્ર્વા બાજીરાવ બીજાના પરાજય પછી, બ્રિટિશ સત્તાએ મહારાષ્ટ્રમાં મહાર-દલિત જાતિ માટે કે, શેષ ભારતમાં પણ દલિતો માટે કોઈ આવકાર્ય કામગીરી કરી હોય તેવું પણ જોવા મળતું નથી. બલ્કે ૧૮૫૭ના સ્વાતંત્ર્ય સંગ્રામ પછી છળી ઊઠેલા બ્રિટિશરોએ, તેમની સેનામાં નવી ભરતી માટેની ચકાસણી કડક બનાવી હતી. તેમાં અનેક જાતિના સૈનિકોની જેમ મહાર જાતિના સૈનિકોને પણ પડતા મૂકવામાં આવેલા. પાછળથી છેક પ્રથમ વિશ્ર્વયુદ્ધ વખતે જ્યારે અંગ્રેજોને ગરજ પડી ત્યારે , મહારજાતિના સૈનિકોની ભરતી પુન: રૂ કરવામાં આવેલી.

અંગ્રેજ ગેઝેટિયર શું કહે છે ?

આજથી બસો વર્ષ અગાઉ ખેલાયેલા યુદ્ધનો અહેવાલ આપતાં, અંગ્રેજોના અધિકૃત બોમ્બે પ્રેસિડન્સી ગેઝેટિયરમાં તો; માત્ર ને માત્ર તે યુદ્ધમાં બહાદુરી બતાવનાર અંગ્રેજ અધિકારીઓ અને તેમની પાસેની બે તોપના તોપચીઓની આક્રમક કારવાઈનો ઉલ્લેખ છે. તેમાં મહાર જાતિના સૈનિકોના પરાક્રમનો ઉલ્લેખ નથી. પેશ્ર્વાઓ વતી લડતાં આરબ સૈનિકોએ, તેમાંથી એક તોપને ભારે આક્રમણ કરીને અંગ્રેજો પાસેથી છીનવી લીધેલી. તેમ કરતી વેળાએ અનેક આરબ સૈનિકો પણ માર્યા ગયેલા.

ડાબેરી-સેક્યુલરિસ્ટોનું શું કહેવું છે ?

સંદર્ભમાં શ્રી આનંદ તેલતુંબડે, જેઓ લેફ્ટ લિબરલ-સેક્યુલર-બૌદ્ધિક વિચારક છે તેઓ જણાવે છે કે, આજથી ૨૦૦ વર્ષ અગાઉ જ્યારે હાલના અવાર્ચીન રાજકીય સિદ્ધાંતો, ખયાલો અને સમજ કેળવાઈ નહોતી ત્યારે; મહાર-દલિત સૈનિકોએ અંગ્રેજો વતી લડતી વેળાએ, કથિત બ્રાહ્મણવાદી પેશ્ર્વાઈનો અંત લાવવા માટે અને પોતાને થઈ રહેલા અન્યાયને મારી હટાવવા માટે અપ્રતિમ વીરતા દાખવીને લડાઈમાં શહાદત વહોરી હતી, એવું માનવા-મનાવતા હાલના દલિત આગેવાનોના પ્રયાસો હાસ્યાસ્પદ અને ભ્રમમૂલક છે !

રીતે વરિષ્ઠ પત્રકાર, ગુજરાતમાં લેફ્ટ- લિબરલ - બૌદ્ધિક-કર્મશીલ-સેક્યુલર જમાતના સરગણા- ‘નિરીક્ષકવિચારપત્રના તંત્રીશ્રી પ્રકાશભાઈ શાહ પણ જાન્યુઆરી, ૨૦૧૮ના તેમનાદિવ્ય ભાસ્કરના લેખમાં જણાવે છે કે : ‘પણ જેમ હિંદુરાષ્ટ્રવાદની પરિકલ્પનાનો સવાલ છે, તેમ આંબેડકરી અભિગમનોયે સવાલ છે. (અંગ્રેજોની) કંપની બહાદુરની પલટનમાં મહાર હિસ્સો ખાસ્સો હતો કબૂલ, પણ એથી ભીમા કોરેગાંવ મુકાબલો કોઈ પેશ્ર્વાઈ કહેતાં બ્રાહ્મણશાહી સામે દલિતોના વિજયની (નાત-જાત-ગત ઊંચનીચ અને દમન સામેની) કોઈ મિસાલ નથી બની જતો.’

સંદર્ભમાં પ્રકાશભાઈનાબ્લ્યુ આઈડ બોયઝ’ (ચહેતા યુવા આગેવાનો) - જિગ્નેશ-ઉમર ખાલિદ જેવાઓએ, પ્રકાશભાઈની વાતમાં રહેલા શાણપણનો સંકેત સમજવા અને હૈયે ધરવા જોગ છે.

બ્રિટીશરોના વિજયની ઉજવણીનું સ્વરાજ વર્ષોમાં કેટલું ઔચિત્ય ?

સાધનાના સુજ્ઞ વાચકો સમક્ષ સંદર્ભમાં વાત પ્રસ્તુત કરવી રહી કે, આજથી બસો વર્ષ પહેલાંની સામંતશાહી યુગની લડાઈનો, આધુનિક રાજકીય સંદર્ભમાં ઉપયોગ-દુરુપયોગ કરવાના, જિગ્નેશ મેવાણી આણી મંડળીના દુષ્પ્રયાસો પાછળ રહેલી માનસિકતાને સમજવાની રૂછે. વધુમાં સ્વરાજનાં સિત્તેર વર્ષો પછી પણ, ભારતને પરાધીન કરનાર, ભારતનું વ્યાપક શોષણ કરનાર, જલિયાનવાલા બાગ જેવાં ક્રૂરતમ કુકૃત્યોનું દમનચક્ર ચલાવનાર - અંગ્રેજોની શયતાની સલ્તનત વતી લડનાર, બસો વર્ષ પહેલાંના ભલાભોળા-પેટિયું રળવા માટે અંગ્રેજ-સૈન્યમાં પગારદાર સૈનિકો તરીકે લડનાર મહાર-દલિત સૈનિકોની કથિત બહાદુરીના ઓચ્છવ-ઉજવણાનો ત્રાગડો રચનાર, જિગ્નેશ પ્રકારના કથિત ડાબેરી-માર્ક્સવાદી દલિત આગેવાનો; જેઓ આમ તો પોતાને બ્રિટન-અમેરિકાના શાહીવાદના હાડવેરી ગણાવે છે, તેઓ બ્રિટિશરોને વિજય અપાવનાર મહાર-દલિતોના કથિત પરાક્રમનું ગૌરવ લેવા જતાં લાજવાને બદલે ગાજે છે શા માટે ?! પરંતુ એનું પણ આશ્ર્ચર્ય થવું જોઈએ નહીં.

ભારતનું દલિત આંદોલન, આંબેડકરવાદીઓ પાસેથી સામ્યવાદી એજન્ટો હાઈજેક કરી રહ્યાં છે !

સંદર્ભમાં જિગ્નેશ મેવાણી આણિ મંડળીને, ગુજરાતમાં કોંગ્રેસના સમર્થનમાં જીતેલ વડગામ વિધાનસભા બેઠક ઉપરથી જીત પછી એવો તો કેફ ચઢ્યો છે કે, હવે તો જિગ્નેશ મેવાણી દલિતનેતા માયાવતી જેવાની તો આલોચના કરે છે, પરંતુ એથીયે આગળ વધી જિગ્નેશે ડૉ. આંબેડકરજીની ટીકા પણ રૂ કરી છે. જિગ્નેશ ફરમાવે છે : "ડૉ. આંબેડકરને ભી જો કુછ કહા, વહ ભી પથ્થર કી લકીર નહીં હૈ..!


 

ભારતના સામ્યવાદીઓની દેશવિરોધી - જનતંત્ર વિરોધી કરતૂતો

  • ભારતમાં કાર્યરત માર્ક્સવાદી-સામ્યવાદીઓની દેશવિરોધી હરકતોનો સિલસિલો લાંબો છે. તેઓ રાષ્ટ્રવાદમાં નહીં, પરંતુ આંતરરાષ્ટ્રીય શ્રમજીવી એકતામાં માને છે. તેઓ ધર્મ વિરોધી પણ છે.
  • સામ્યવાદીઓ લોકશાહીના પણ વિરોધી છે, માટે શ્રમજીવીઓની સરમુખત્યારશાહીના હિમાયતી છે. તેઓ વર્ગવિગ્રહ અને હિંસામાં માને છે, તેથી નક્સલવાદ જેવી આતંકવાદી પ્રવૃત્તિઓમાં સક્રિય જણાય છે.
  • સામ્યવાદીઓએ નેતાજી સુભાષચંદ્ર બોઝ વિરુદ્ધ અનાપશનાપ ઉચ્ચારણોથી સુભાષબાબુ ઉપર કીચડ ઉછાળવાનો દુષ્પ્રયાસ પણ કરેલો.
  • તેમણે ૧૯૪૨ની મહાત્મા ગાંધીજી પ્રણિત, ‘અંગ્રેજો હિન્દ છોડોચળવળનો પણ ખુલ્લો વિરોધ કરેલો.
  • સામ્યવાદીઓએ બીજા વિશ્ર્વયુદ્ધ દરમ્યાન અંગ્રેજોને સમર્થન પણ જાહેર કરેલું.
  • અહીંના સામ્યવાદીઓએ મુસ્લિમ લીગના અલગ પાકિસ્તાનના ઠરાવ ઘડતરમાં પણ મદદ કરેલી.
  • ૧૯૬૨ના સામ્યવાદી ચીની-આક્રમણ વેળાએ અહીંના સામ્યવાદીઓએ ચીનને ખુલ્લો ટેકો આપેલો.
  • ઇન્દિરાઈ કટોકટીની આપખુદશાહીનું પણ ભારતમાં કાર્યરત સામ્યવાદીઓએ સમર્થન કરેલું. સંદર્ભમાં સામ્યવાદી એજન્ટ જિગ્નેશ મેવાણી દ્વારા થતો, દલિત આગેવાન માયાવતીનો વિરોધ કે ડૉ. આંબેડકરજી વિરુદ્ધની આલોચના : ‘ડૉ. આંબેડકરને ભી જો કુછ કહા વહ ભી પથ્થર કી લકીર નહીં હૈ !’ પ્રકારના જિગ્નેશમાં ઉદ્ગારો સૂચક છે.
  • જિગ્નેશ પ્રકારના સામ્યવાદીઓનો કથિત દલિતપ્રેમ અને તેમના કથિત દલિત આંદોલનને જોતાં કહી શકાય કે, ભારતનું દલિત આંદોલન, હવે ડૉ. બાબાસાહેબ આંબેડકરજીના અનુયાયીઓના હાથમાંથી છીનવીને માર્ક્સવાદી-સામ્યવાદીઓ દ્વારા હાઈજેક થઈ રહ્યું હોય તેમ જણાય છે!
  • સંદર્ભમાં સર્વ દેશપ્રેમીઓ, લોકશાહી મૂલ્યોમાં નિષ્ઠા ધરાવનાર નાગરિકો સામાજિક એકાત્મતા-એકરસતામાં વિશ્ર્વાસ ધરાવનાર લોકોએ-તેમાં પ્રકારના દેશ હિતચિંતક દલિત આગેવાનોએ પણ વિશેષરૂપે સક્રિય થઈને, જિગ્નેશ-ઉમર ખાલીદ પ્રકારનાં સામ્યવાદી એજન્ટોની અરાષ્ટ્રીય પ્રવૃત્તિઓનો પર્દાફાશ કરવાની ઘડી પાકી ગઈ છે !

 

રાષ્ટ્રપ્રેમીઓ સામેનો પડકાર

આવા અરાષ્ટ્રીય-વિઘટનકારી તત્ત્વોને, ૨૦૧૪ની લોકસભા ચૂંટણીમાં ભારતવર્ષની રાષ્ટ્રવાદી શક્તિઓના થયેલા વિજયથી સનેપાત ઊપડ્યો છે અને તેથી સઘળાં પરિબળો ૨૦૧૯ની લોકસભા ચૂંટણી પહેલાં, એક-જુટ થવા મરણિયા બન્યા છે! ત્યારે સહુ રાષ્ટ્રહિત-ચિંતકોએ સમજવું રહ્યું કે, મહારાષ્ટ્રના ભીમા-કોરેગાવ જેવા પ્રસંગ નિમિત્તે ફેલાવવામાં આવેલી હિંસાચારની ઘટનાઓ, કોઈ એકલદોકલ ક્રિયા-કલાપ નથી, પરંતુ "ભારત તેરે ટુકડે હોંગે... ઇન્શાહ અલ્લાહ ! કહેનાર અરાષ્ટ્રીય-વિઘટકારી તત્ત્વોની લાંબા ગાળાની સોચી-સમજી રણનીતિનો એક ભાગ છે. સંદર્ભમાં ભારતમાતાના સાચા સંતાનો તરીકે આપણે એક ધ્યેય-મંત્રનું પુનરુચ્ચારણ કરવું રહ્યું :

રાષ્ટ્રે જાગ્રયામ વયમ્‌ !’

વંદે માતરમ્ !

રા.સ્વ. સંઘનું નિવેદન

તાજેતરમાં કોરેગાંવ-પૂના અને મહારાષ્ટ્રના કેટલાક ભાગોમાં જે ઘટનાઓ બની અવાંછિત અને દુ: પહોંચાડનારી છે.

જે લોકો આવી ઘટનાઓ માટે જવાબદાર હોય એમને કાયદા પ્રમાણે કડક સજા થવી જોઈએ. કેટલાંક તત્ત્વો સમાજની અંદર ભય અને ધિક્કારનું વાતાવરણ ઊભું કરી રહ્યા છે. પ્રજાએ આવી અનૈતિક તરકીબોથી ભરમાવું જોઈએ નહીં.

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ માટે સમાજમાં એકતા અને સૌહાર્દ જળવાય એનું હંમેશાં પ્રાધાન્ય રહ્યું છે. એટલે સંઘ બધા લોકોને સમાજમાં એકતા અને સોહાર્દ જળવાય એવી અપીલ કરે છે.

- ડૉ. મનમોહન વૈદ્ય

(અખિલ ભારતીય પ્રચાર પ્રમુખ - રા.સ્વ.સંઘ)