પંખીડાને પિંજરામાં ન પૂરી રાખો

    ૧૯-જાન્યુઆરી-૨૦૧૮


 

પોતાના હાથમાં દેશની અત્યંત પ્રતિષ્ઠિત આઈ.ટી. કંપની ઇન્ફોસિસ દ્વારા નિયુક્તિ થયાનો પત્ર જોઈને‚પાને વિશ્ર્વાસ બેસતો હતો. તેલંગાણા રાજ્યના વારંગલ જિલ્લાના એક નાનકડા ગામની ‚પા હવે ગામની દીકરીઓ માટે આદર્શરૂપ બની ગઈ હતી. વર્ષો પૂર્વે માતાનું છત્ર ગુમાવી ચૂકેલી રૂપા પણ તેલંગાણાના પ્રદેશમાં જન્મી હતી કે જ્યાં દીકરીઓને ભણાવવાનું પણ જરૂરી ગણાતું નહોતું. પરંતુ રૂપા જેવી અનેક દીકરીઓના ભણવાના અને નોકરી કરવાનાં સ્વપ્ન સાકાર થયાં. ‘વંદે માતરમ્ ફાઉન્ડેશનદ્વારા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના કર્મઠ સ્વયંસેવક શ્રી કે. રવીન્દ્રરાવ તથા તેમના સહયોગીઓ દ્વારા ચલાવાતાવંદે માતરમ્ ફાઉન્ડેશનસમક્ષ સૌથી મોટો પડકાર હતો વાલીઓને દીકરીને ઉચ્ચશિક્ષણ માટે બહારગામ ભણવા મોકલે તે માટે રાજી કરવાનો. વંદે માતરમ્ ફાઉન્ડેશન સાથે વર્ષોથી સંકળાયેલા શ્રી માધવ રેડ્ડી કહે છે કે પડકાર અમે વર્ષો પહેલાં ઝીલી લીધો, કેટલાક વડીલોને તેમના ઘરની દીકરીઓને ઉચ્ચશિક્ષણ માટે બહારગામ ભણવા મોકલવા માટે તૈયાર કર્યા. આજે તો વિસ્તારમાં દીકરીઓને ભણવા માટે બહારગામ મોકલવાની પરંપરા ઊભી થઈ ગઈ છે. અત્યાર સુધી વંદે માતરમ્ ફાઉન્ડેશનના પ્રયત્નોને કારણે વારંગલ અને આસપાસના વિસ્તારોમાંથી ૧૬૦૦ જેટલી દીકરીઓએ સ્નાતકની પદવી પ્રાપ્ત કરી છે. વર્ષો પહેલાં માંડ ૧૨% જેટલી દીકરીઓ સ્નાતક સુધીનું શિક્ષણ પૂર્ણ કરી શકતી હતી. રૂપાની જેમ અમે કુલ ૪૦૦ જેટલા યુવાઓને એન્જિનિયરીંગનો અભ્યાસ પૂર્ણ કરાવ્યો છે તેનો અમને આનંદ છે.

ક્ધયાશિક્ષણનો ફાઉન્ડેશનના પ્રયત્નોને મળેલી સફળતા વિશે વંદે માતરમ્ ફાઉન્ડેશનના મંત્રીશ્રી ભાસ્કર રેડ્ડીએ જણાવ્યું હતું કે દીકરીઓ શિક્ષણ પૂર્ણ કરી શકે તે માટે સંઘના સ્વયંસેવકો દીકરીનું શિક્ષણ પૂર્ણ થાય ત્યાં સુધી તેનાં લગ્ન નહીં કરાવવાનો સંકલ્પ તેનાં માતા-પિતા પાસે લેવડાવે છે તથા દીકરીઓના શિક્ષણનો ખર્ચ પણ ફાઉન્ડેશન ભોગવે છે. દર ત્રણ મહિને કાર્યશાળા યોજીને દીકરીઓને વ્યાવસાયિક માર્ગદર્શન પણ આપવામાં આવે છે. ગ્રામીણ શાળાના વિદ્યાર્થીઓ સ્પર્ધામાં ટકી શકે તે માટે તેમના માટે ૪૫ દિવસીય પ્રશિક્ષણ શિબિર પણ યોજવામાં આવે છે.

આજે સમગ્ર તેલંગાણા રાજ્યમાં રા. સ્વ. સંઘ પ્રેરિતવંદે માતરમ્ ફાઉન્ડેશનદ્વારા ચલાવાઈ રહેલા કન્યા કેળવણીના પ્રયત્નોએ એક અભિયાનનું સ્વરૂપ પ્રાપ્ત કર્યું છે. ઉત્સાહપ્રેરક વાત છે કે ફાઉન્ડેશનના પ્રયત્નોથી શિક્ષણ/વ્યવસાયનાં સ્વપ્નોને સાકાર કરનારી પ્રદેશની દીકરીઓ ફાઉન્ડેશન દ્વારા ચલાવાતાં શારદા સંસ્કાર કેન્દ્રોમાં કન્યા કેળવણી, મહિલા સ્વાસ્થ્ય વગેરે જેવા વિષયો માટે સેવા પણ આપે છે.