ઇતિહાસ : અકબર - બાબરની માળા જપતી સેક્યુલર ગેંગને મુસ્લિમ શાસક નસિરુદ્દીન ખુસરો કેમ યાદ નથી આવતા ? : ડૉ. રાહુલ શાસ્ત્રી
SadhanaWeekly.com       | ૦૫-જાન્યુઆરી-૨૦૧૮

 

 
 
ગૌહત્યા ઉપર પ્રતિબંધ મૂકનારા ખુસરોએ મૂર્તિપૂજનને અનુમતિ આપી હતી

અલ્લાઉદ્દીન ખિલજી, ચંગીઝખાન, તૈમૂર લંગ, ઔરંગઝેબ, બાબર જેવા મુસ્લિમ શાસકોના હિન્દુઓ ઉપરના અત્યાચારોની વાત સાંભળીને આજે પણ આપણું હૃદય કમકમી ઊઠે છે. આવા અનેક અત્યાચારી અને વિધ્વંસક શાસકોનાં સેંકડો વર્ષો સુધીના અત્યાચારો પછી પણ ભારતમાં હિન્દુ જીવનપદ્ધતિ અજેય રહી છે. સત્ય હિન્દુત્વની દિવ્યતા અને ચિંરજીવિતાનું પ્રમાણ છે. અત્યાચારી મુસ્લિમ અને ખ્રિસ્તી રાજ્યકર્તાઓની હારમાળા વચ્ચે પણ રહીમ-રસખાન જેવાહિન્દુમુસ્લિમ ભક્ત કવિઓ અમીટ છાપ મૂકી ગયા છે, તો ૧૪મી શતાબ્દીમાં દિલ્હીમાં શાસક એવા નસિરુદ્દીન ખુસરોએ પણ હિન્દુ જીવનપદ્ધતિને પુન: સન્માનનીય સ્થાન આપ્યું હતું. ખુસરોના હિન્દુપ્રેમને કારણે શક્ય છે કે ભારતની સેક્યુલર ગેંગ મુસ્લિમ શાસકનું નામ લેવાથી પણ દૂર રહે છે. પ્રસ્તુત છે હિન્દુપ્રેમી મુસ્લિમ શાસકના શાસનની કેટલીક રસપ્રદ વાતો...

હજારો હિન્દુઓની ક્રૂર હત્યા કરાવનાર મુસ્લિમ શાસક અલ્લાઉદ્દીન ખિલજી સાચા અર્થમાં એક લૂંટારો પણ હતો. તેણે ભારતનાં અનેક શ્રદ્ધાકેન્દ્રો તથા વિદ્યાધામો નષ્ટ કર્યાં હતાં. મંદિરો અને રાજ્યોના ભંડારો લૂંટી લીધા હતા. ગ્રંથાલયો ભસ્મીભૂત કર્યા હતા. મદુરાઈ ઉપર આક્રમણ કરીને તેણે હિન્દુઓનું દોઢ હજાર કિલો સોનું (હા, ૧૫૦૦ કિલો, તોલા નહીં) લૂંટી લીધું હતું. હિન્દુઓના ૨૦,૦૦૦ જેટલા જાતવાન ઘોડા પડાવી લીધા હતા. ઉપરાંત અન્ય મૂલ્યવાન આભૂષણો, હીરા,, વાસણો વગેરેનો તો આંકડો અધધ... થઈ જાય તેટલો હતો, પરંતુ ભારતમાં ઇતિહાસના પ્રશ્ર્નપત્રમાં એક પ્રશ્ર્ન અવશ્ય પુછાય કે, ‘સુરત કોણે લૂંટ્યું હતું ?’

વર્ષ ૧૩૧૬માં અત્યાચારી ખિલજીના મૃત્યુ પછી તેના પુત્ર કુત્બુદ્દીને શાસન સંભાળ્યું પરંતુ શાસકની હત્યા કરીને સત્તા મેળવવાની પરંપરાને અનુસરીને તેના એક ગુલામે ૧૩૨૦માં તેની હત્યા કરીને દિલ્હીની ગાદી પચાવી પાડી. એવું માનવામાં આવે છે કે અલ્લાઉદ્દીનના આતંકના સાક્ષી રહેલા ખુસરોખાન નામના ગુલામ હજારો હિન્દુઓની નિર્મમ હત્યાથી દ્રવિત થઈ ગયો હતો. તેથી ખિલજીનો પુત્ર પણ આતંકી બને તે પહેલા ગુલામે તેની હત્યા કરી હતી એવું કહેવાય છે. ખુસરોખાનેનસિરુદ્દીનખુસરો નામ ધારણ કરીને દિલ્હીની સત્તા સંભાળી.

નસિરુદ્દીન ખુસરોના સમકાલીન ગણી શકાય તેવા મુસ્લિમ ઇતિહાસકાર ઝીયાઉદ્દીન બર્ની લખે છે કે નસિરુદ્દીને શાસન સંભાળ્યું તેના - દિવસોમાં તેણે હિન્દુ મૂલ્યોની પુન:સ્થાપના કરવાનો આરંભ કર્યો. માટેનું પ્રથમ સોપાન હતું - મૂર્તિપૂજાનો આરંભ. અને બર્ની નોંધે છે કે ખુસરોએ તેના મહેલમાં મૂર્તિઓની સ્થાપના કરાવી હતી. આથી આગળ વધીને ખુસરોએ જ્યાં મંદિરો તોડીને મસ્જિદ બનાવવામાં આવી હતી ત્યાં મૂર્તિઓની પુન:સ્થાપના કરાવી હતી. બર્ની એમ પણ નોંધે છે કે નસિરુદ્દીન ખુસરો ખિલજી જેવો ધર્માંધ નહોતો. અન્ય એક મુસ્લિમ લેખક નિઝામુદ્દીન અહમદ નોંધે છે કે "ખુસરોના શાસનકાળમાં હિન્દુ પરંપરાઓને પુન:સન્માન પ્રાપ્ત થયું હતું. જ્યારે બદાયુ નામના અન્ય ઇતિહાસકાર લખે છે કે ખુસરોના સમયમાં મુસ્લિમોના જડતાપૂર્ણ કટ્ટર રિવાજોને કોરાણે મૂકવામાં આવ્યા હતા.

ખુસરોના શાસનકાળમાં ભારતમાં આવેલા બાત્તુના નામના એક પ્રવાસીએ નોંધ્યું છે કે ખુસરોના રાજ્યમાં ગૌહત્યા ઉપર પ્રતિબંધ હતો, એટલું નહીં ગાયનું છાણ આરોગ્યપ્રદ હોવાથી તેણે ઘરની દીવાલો ઉપર ગાયના છાણનું લીંપણ કરવાનો જનતાને આદેશ પણ કર્યો હતો !

બહુ ઓછા જાણીતા એવા ખિલજીના અનુગામી વિશે ઇતિહાસકાર ઝિયાઉદ્દીન બર્ની લખે છે કે ખિલજીના રાણીવાસ - અંત:પુરમાં રહેલી તેની બધી પત્નીઓને (?) ખુસરોએ મુક્ત કરી હતી. હા, ખિલજીની મુખ્ય પત્ની દેબાઈ દેવી - મુબારકબીબીએ ખુસરો સાથે લગ્ન કરી લીધાં હતાં. અલ્લાઉદ્દીન ખિલજીના અત્યાચારો અને આતંકથી દ્રવિત બનેલા નસિરુદ્દીન ખુસરોએ હજારો હિન્દુઓની ક્રૂર હત્યા અને સેકડો માતા-બહેનો ઉપરના અત્યાચારો માટે કારણભૂત બનેલા ખિલજીની આતંકી ટોળકીના બધા અત્યાચારીઓને મૃત્યુદંડ આપ્યો હતો એવું બર્ની નોંધે છે. ઇસ્લામિક આતંકથી હચમચી ગયેલા ખુસરોએ ઇસ્લામનાં શ્રદ્ધાકેન્દ્રોનું પણ એવું તો અપમાન કર્યંુ હતું કે તેના સમકાલીનો તેનું વર્ણન કરવાની હિંમત દાખવી શક્યા હતા. જોકે ઘણા લોકો વાતને માત્ર અફવા ગણાવે છે. પરંતુ સત્ય છે કે અલ્લાઉદ્દીન ખિલજીના આતંકવાદી શાસન પછી ભારતીયોને શાંતિની સૌપ્રથમવાર અનુભૂતિ નસિરુદ્દિન ખુસરોએ કરાવી હતી. આથી સર્વપંથ સમભાવના સૂત્રને અનુસરનારા શાસકનું નામ અકબર-બાબરની માળા જપનારી સેક્યુલર ગેંગના મોઢે ક્યારેય આવતું નથી.

હિન્દુઓનું ગૌરવ પુન: સ્થાપિત કરનારા નસિરુદ્દીન ખિલજી વિરુદ્ધ કટ્ટર મુસ્લિમોએ સ્વાભાવિક રીતે અનેક ષડયંત્રો કર્યાં હતાં. ખુસરોના પ્રખર સમર્થક એવા મુલતાનના શાસક મલિક મઘલાતીની મુલતાનની કટ્ટર પ્રજાએ હત્યા કરી નાંખી. તો સિવિસ્તાનની જેલમાં સબડી રહેલા ખૂંખાર આતંકી મહંમદશાહને લોકોએ જેલમાંથી એટલા માટે મુક્ત કરાવ્યો કે તે ખુસરોને પદભ્રષ્ટ કરવાનુંપવિત્રકામ કરી શકે !! અજમેરના શાસક મલિક હોશંગે પણ ખુસરો સામે શંખનાદ કરવાનો પ્રયત્ન કર્યો હતો, પણ તેનો શંખ ગાજરની પિપૂડી નીકળ્યો !!

એક મુસ્લિમ શાસકમાં વ્યવહારમાં જોવા મળેલા આશ્ર્ચર્યજનક અને કલ્પનાતીત પરિવર્તનનું કારણ સ્પષ્ટ કરતાં ઇતિહાસકાર બર્ની નોંધે છે કે ખિલજીના આતંકથી દ્રવિત થયેલા ખુસરોમાં હિન્દુ જીવનપદ્ધતિ માટે પ્રેમ જાગ્યો તે માટે તેની સાથે કામ કરનારા તેના અત્યંત વિશ્ર્વાસુ એવા જનજાતિના હિન્દુ સાથીદારો હતા. અહીં ઉલ્લેખનીય છે કે સતત ૨૦ વર્ષ સુધી વનભ્રમણ કરનારા મહારાણા પ્રતાપને પણ ડુંગરી ભીલસમાજના શૂરવીરોએ સમર્થન આપ્યું હતું. તેમની સૈન્યશક્તિને કારણે મહારાણા પ્રતાપે પુન: મેવાડવિજય કર્યો હતો. વનવાસી સમાજની રાષ્ટ્રભક્તિથી પ્રસન્ન થયેલા મહારાણા પ્રતાપે તેમનેગરાસિયાશબ્દ વાપરવાની છૂટ આપી હતી, તેથી આજે પણ ઉદેપુર અને તેની આસપાસના વનવાસીઓ ગૌરવભેર પોતાને ડુંગરી ગરાસિયા ભીલ તરીકે ઓળખાવે છે. બર્નીના માનવા પ્રમાણે એક સમયના ગુલામ ખુસરોની સાથે દ્વારપાળ કે રક્ષકનું કામ કરનારા જનજાતિના લોકોની હિન્દુ જીવનપદ્ધતિથી ખુસરો અત્યંત પ્રભાવિત થયો હતો.

ઇતિહાસમાં નહીંવત્ સ્થાન પામેલા હિન્દુપ્રેમી મુસ્લિમ શાસક વિશે ઇતિહાસલેખક ફરિસ્તા લખે છે કે અત્યંત નિર્ધન પરિવારમાં જન્મેલા ખુસરોનાં મા-બાપ મજૂરીકામ કરતાં હતાં, તો બર્ની લખે છે કે કટ્ટર મુસ્લિમો તો તેના પરિવારને મુસ્લિમ પણ ગણતા હતા, એટલે કે તેઓનેનાત-બહારમૂકવામાં આવ્યા હતા. ખિલજીએ ૧૩૦૫માં માળવા લૂંટ્યું ત્યારે લંપટ ખિલજીએ ખુસરોની દેખાવડી માતાને પણ હડપી લીધી. તેની સાથે ખુસરો અને તેનો અપરભાઈ પણ ખિલજીના હાથમાં આવી ગયા હતા. જેમને ખિલજીએ ગુલામ બનાવી દીધા હતા. પોતાની સગી જનેતા ઉપર ખિલજીએ કરેલા પાપાચારથી ખુસરો દ્રવી ઊઠ્યો હતો, પરંતુ આવાં કુકર્મો જોવાનું તો તેને વર્ષો સુધી સહન કરવું પડ્યું હતું. એવું કહેવાય છે કે ખુસરોએ આતંકનો પ્રતિશોધ લેવા માટે ખિલજીનો વિશ્ર્વાસ સંપાદન કર્યો. તેની કામગીરીથી પ્રસન્ન થયેલા ખિલજીએ તેનેખુસરોએવું સન્માન આપ્યું હતું. તેનું મૂળ નામ તો હસન હતું. તે પછી તો ખિલજીએખુસરોના યોગ્ય વિકાસ માટે શાદી મલીકને સોંપ્યો, પરંતુ ત્યાં કટ્ટર ઇસ્લામના સ્થાનેસૂફીપરંપરાની અસર તેનામાં વધુ પ્રબળ બની. આના કારણે ખુસરોએ હિન્દુ જીવનપદ્ધતિને પુન: પ્રતિષ્ઠા અપાવી હતી.

દિલ્હીના મુસ્લિમ શાસક નસિરુદ્દીન ખુસરો વિશે અનેક મતમતાંતરો પ્રવર્તે છે. પ્રો. રામ શર્મા માને છે કે દિલ્હીનું ગુપ્ત રીતે શાસન સંભાળ્યા પછી ખુસરોએ વ્યક્તિગત રીતે હિન્દુ જીવનપદ્ધતિ અપનાવી લીધી હોય એવું શક્ય છે. ઇસ્લામી કટ્ટરવાદને કોરાણે મૂકીને પારંપરિક હિન્દુ જીવનપદ્ધતિને પ્રાધાન્ય આપનારા શાસકનો કટ્ટર મુસ્લિમોએ ભારે વિરોધ કર્યો હતો. પોતાનો અને પોતાના શાસનનો અંત આવી રહ્યો છે એવું લાગતાં નસિરુદ્દીન ખુસરોએ પોતાના રાજ્યનો ભંડાર પ્રજા માટે ખુલ્લો મૂકી દીધો હતો. જો કે તેને પદભ્રષ્ટ કરવાનાં ષડયંત્રો સફળ થયાં હતાં.

અત્યંત થોડાં વર્ષો માટે દિલ્હીનું શાસન કરનારા નસિરુદ્દીન ખુસરો વિશે સ્વતંત્ર ભારતનો ઇતિહાસ મૌન સેવે છે. તેનું એક મહત્ત્વપૂર્ણ કારણ છે કે સ્વાતંત્ર્યપ્રાપ્તિ પછી ભારતનો ઇતિહાસ લખવાનું કામ નહેરુપંથી સેક્યુલર ગેંગ દ્વારા થયું હતું. તેથી બાબર, ઔરંગઝેબ અને તૈમૂર લંગ કટ્ટરતાને સૌહાર્દમાં ખપાવી દેવામાં આવી અને તેમનેસેક્યુલરગણાવ્યા, જ્યારે નસિરુદ્દીન ખુસરો જેવા સર્વપંથ સમભાવમાં માનતા શાસકને ઇતિહાસમાંથી દૂર કરવામાં આવ્યો.

બાબર-ઔરંગઝેબની માળા જપતી ભારતની સેક્યુલર ગેંગ વર્ષ ૧૩૨૦માં દિલ્હીનું શાસન સંભાળનારા નસિરુદ્દીન ખુસરો વિશે બે શબ્દો કહેવાની હિંમત દાખવી શકશે ?

* * *

(‘ઓર્ગેનાઈઝરમાં પ્રકાશિત લેખનો જગદીશ આણેરાવ દ્વારા ભાવાનુવાદ)