કલરવ : વેદ વ્યાસ અને ગણેશજી
SadhanaWeekly.com       | ૦૫-જાન્યુઆરી-૨૦૧૮


 

આપણો ભારત દેશ એટલે વિશ્ર્વનો સુવિકસિત અને ધર્મનિષ્ઠ દેશ. દેશનો ઇતિહાસ અતિ પ્રાચીન છે. દેશમાં રામ, કૃષ્ણ, મહાવીર સ્વામી, ગૌતમ બુદ્ધ જેવા અવતારો થઈ ગયા. દેશે જગતની પ્રજાને ઘણું બધું આપ્યું છે.

આપણા દેશનાં બે મહાકાવ્યો - રામાયણ અને મહાભારત. રામાયણમાં શ્રીરામની અવતારકથા છે, જે આજ પણ સૌને ધર્મ અંગે માર્ગદર્શન આપી રહ્યું છે. મહાભારત રામાયણ કરતાં ઘણો મોટો ગ્રંથ છે. કહેવાય છે કે એમાં એક લાખ જેટલા શ્ર્લોકો છે. તેના રચયિતા આપણા પ્રાચીન મહાઋષિ વેદવ્યાસ છે. મહાભારતની કથા પેઢીને આવરી લેતી ઘણી લાંબી કથા છે. આવડી મોટી કથા વેદ વ્યાસ જાતે ક્યારે લખી રહે ? તેઓ મનમાં વિચાર કરતા હતા કે મારા મનમાં જે કથા છે એને શબ્દદેહ કઈ રીતે આપું ? કથા ધર્મશાસ્ત્ર અને મોક્ષશાસ્ત્ર બંનેના દૃષ્ટાંત રુપ કથા છે. તે ભવિષ્યની પેઢીને ખૂબ ઉપયોગી થઈ પડશે, પરંતુ લખતાં લખતાં હું થાકી જઈશ. વળી, હવે હું ઘણો વૃદ્ધ થયો. લખવાની મારી શક્તિ નથી. વળી, મારા અક્ષરો પણ સારા નથી. વ્યાસજી ખૂબ મૂંઝાયા.

વ્યાસજી એકવાર પોતાની મૂંઝવણ અંગે આશ્રમમાં બેઠા બેઠા ચિંતા કરતા હતા. ત્યાં ફરતા-ફરતા બ્રહ્માજી આશ્રમમાં આવી ચડ્યા. વ્યાસજીએ બ્રહ્માજીને આવકાર આપ્યો અને આસન આપી બેસાડ્યા.

વ્યાસજી, આપ કોઈ મૂંઝવણમાં હો એવું લાગે છે.’ બ્રહ્માજીએ પૂછ્યું.

પ્રભુ, આપની ધારણા યોગ્ય છે.’ આમ કહી વ્યાસે પોતાના મનની મૂંઝવણ કહી.

બ્રહ્માજી કહે, ‘એનો પણ ઉપાય છે. હું ગણેશજીને તમારી પાસે મોકલું છું. એમના અક્ષર મોતીના દાણા જેવા સુંદર છે. વળી તેઓ તમે જે બોલશો સાંભળીને લખી પણ શકશે. એમનાથી ઉત્તમ લહિયો તમને બીજો કોઈ નહિ જડે.’

લહિયો એટલે લખનાર. વ્યાસજી પ્રસન્ન થઈ બોલ્યા, ‘ભગવંત,. કાર્ય માટે ગણેશજી રાજી થશે ખરા ?’

હા, એમને પણ કામ ગમશે. હું એમને તમારી પાસે મોકલું છું.’

પછી બ્રહ્માજી બ્રહ્મલોક ગયા. ત્યાંથી કૈલાસ ગયા ને ગણેશજીને મળી વાત કરી. ગણેશજી ધર્મકાર્ય કરવા રાજી થયા. તેઓ તરત વ્યાસજીના આશ્રમે જવા રવાના થયા.

ગણેશજી વ્યાસજીના આશ્રમે પધાર્યા. વ્યાસજીએ ગણેશજીનું ભવ્ય સ્વાગત કર્યંુ. ગણેશજી રાજી થયા પછી બંને સામસામે બેસી વાર્તાલાપ કરવા લાગ્યા.

ગણેશજી કહે, ‘મને બ્રહ્માજીએ બધી વાત કરી છે. હું તમારો લહિયો બનવા તૈયાર છું. પરંતુ મારી એક શરત છે.’

વ્યાસજી હાથ જોડીને બોલ્યા, ‘પ્રભુ, તમે મને મદદરુપ થવા તૈયાર થયા છો જાણી અતિ આનંદ થયો. મને આપની દરેક શરત મંજૂર છે, બોલો.’

મુનિવર, એકવાર કાર્યનો આરંભ કર્યા બાદ અટકવાનું નહિ. કાર્ય સંપન્ન થઈ જાય ત્યાં સુધી કોઈપણ સમયે શ્ર્લોકોનું ઉચ્ચારણ અટકવું જોઈએ.’

આવી આકરી શરત સાંભળી વેદ વ્યાસ વિચારમાં પડી ગયા. શું શક્ય છે ? વચ્ચે મારે પાણી પીવા, ભોજન લેવા કે કુદરતી હાજતે તો ઊઠવું પડે. વગર કેમ ચાલે ? તો શું ગ્રંથ નહિ લખાય ? ત્યાં એમના મનમાં એક વિચાર આવ્યો. તેઓ બોલ્યા.

ગણપતિ મહારાજ, આપની શરત મને મંજૂર છે. પણ સામે મારી પણ એક શરત છે.’

બોલો, શી શરત છે ?’

પ્રભુ, તમે જે કંઈ લખો શ્ર્લોકનો અર્થ સમજ્યા વગર લખવો. શ્ર્લોકનો કોઈ શબ્દ કે અર્થ સમજાય તો તમારે ત્યાં અટકવું. બોલો, શરત મંજૂર છે ?’

ગણેશજી થોડી વાર વિચારમાં પડી ગયા. વ્યાસજી જે શ્ર્લોક લખાવે તે મને સમજાય એવું બને ખરું ? તો એક કથા છે. એમાં સમજાય એવું શું હોઈ શકે ? આમ વિચારી ગણેશજી કહે, ‘વ્યાસજી, મને પણ તમારી શરત મંજૂર છે. બોલો, ક્યારથી શરુ કરીશું ?’

શુભસ્ય શીઘ્રમ. આજથી ...’ ને આમ મહાભારત લખવાની શરુઆત થઈ. વ્યાસજી શ્ર્લોક બોલતા જાય ને ગણેશજી મોતી જેવા મરોડદાર અક્ષરે લખતા જાય. વ્યાસજી અમુક સમયે ગૂઢ અર્થ ધરાવતો અઘરો શ્ર્લોક લખાવે ત્યારે ગણેશજીની કલમ અટકી જાય એટલે વ્યાસજી સ્મિત કહીને કહે, ‘પ્રભુ, અર્થ વિચારો ત્યાં સુધી હું ભોજન કરીને આવું.

આમ વ્યાસજી વચ્ચે વચ્ચે અઘરા શ્ર્લોક મુકાવતા ગયા. ગણેશજી લખતા ગયા.

ઘણા દિવસોની મહેનત બાદ એક લાખ શ્ર્લોકવાળો મહાગ્રંથ - મહાભારત લખાયો. આજે પણ ગ્રંથ આપણને ઘણી બધી બાબતોમાં માર્ગદર્શન આપે છે.