પહેલ : દુબઈ હવે બ્લોક ચેઈન ટેકનોલોજી દ્વારા ભ્રષ્ટાચાર દૂર કરશે
SadhanaWeekly.com       | ૦૫-જાન્યુઆરી-૨૦૧૮


 

આજે ચારે તરફ ભ્રષ્ટાચારનાં ભોરીંગે ભરડો લીધો છે. ત્યારે દુબઈ દ્વારા ભ્રષ્ટાચાર પર અંકુશ મેળવવા એક નવી ટેક્નોલોજી રુ થવાની છે. દુબઈના શાસકો ટૂંંક સમયમાં બ્લોક ચેઈનનામની ટેક્નોલોજી અપનાવી રહ્યા છે. સરકારી કોન્ટ્રાકટમાં વચેટીયાઓ તથા કટકીબાજોના દૂષણને નાથવા માટે વિકસાવાયેલી બ્લોક ચેઈનટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં દુબઈ વિશ્ર્વનો સૌ પ્રથમ દેશ બનશે. દુબઈના શાસકોના જણાવ્યા પ્રમાણે વર્ષ ૨૦૨૦ સુધીમાં વેપાર વાણિજ્ય, ન્યાયતંત્ર સહિત બધા શાસકીય વિભાગોમાંવચેટિયાતરીકે કામ કરતી બધી વ્યકિતઓે/સંસ્થાઓનાકટકીના ધંધા વર્ષ ૨૦૨૦ સુધીમાં બંધ થઈ જશે. આમ વચેટિયા તરીકે કામ કરનારા વકિલો, બેન્કર્સ, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ, ઇમીગ્રેશન સંસ્થાઓ વગેરેના ધંધા બંધ થઈ જશે. ટૂંકમાં વર્ષ ૨૦૨૦ પછી દુબઈમાંભ્રષ્ટાચારઅશકય બનશે !! ચાલો, જાણીએ ભ્રષ્ટાચારને નાથવા માટે દુબઈના શાસકો દ્વારા અપનાવાઈ રહેલીબ્લોક ચેઈનટેક્નોલોજી વિશેની રસપ્રદ વાતો...

  • બ્લોક ચેઈન ટેક્નોલોજીને કારણેઅમલદારશાહીનો અંત આવશે, બધી માહિતી - Data - ઓન-લાઈન રહેશે. સૌ કોઈ તે માહિતી જોઈ શકશે. તેથી કોઈવચેટિયાતેમાં કટકી કરી શકશે નહીં.
  • દુબઈના આંતરરાષ્ટ્રીય વિમાન મથક ઉપરઓબ્જેકટટેકસિસ્ટમને કારણે અધિકારીઓ પાસે બધા પ્રવાસીઓના પાસપોર્ટડિજિટલસ્વરુપમાં ઉપલબ્ધ થશે, જેને કારણે પ્રવાસીઓના સમય-શકિતની બચત થશે તથાશંકાસ્પદ પ્રવાસીઓ તરત ઝડપાઈ જશે.’
  • દુબઈની રીઅલ એસ્ટેટની (એટલે કે ભૂમિ-મકાન વગેરે) બધી વિગતો ઓનલાઈન થશે, જેને કારણે કઈ સંપત્તિ કોની છે, તેમાં કોણ રહે છે, કઈ રીતે / શા માટે રહે છે તે બધી વિગતો સરકાર પાસે રહેશેજે-તે મકાનમાં આવેલા કાર્યાલયો કે નિવાસ-સ્થાનના ટેલિફોન નંબર્સ પણ સરકાર પાસે આવી જશે.
  • દુબઈમાં સર્વ સામાન્ય નાગરિકોના બધા નાના-મોટા આર્થિક વ્યવહારો કેશલેસ બને તે માટેબ્લોક ચેઈનટેક્નોલોજીમાં દ્વારાએમ-કેશએપનો આરંભ ગત ઑકટોબર માસમાં કરવામાં આવ્યો છે. ‘એપ-કેશને કારણે રોકડ વ્યવહારો ઉપર અંકુશ આપ્યો છે.
  • બ્લોક-ચેઈનટેક્નોલોજીનો સફળતા માટે દુબઈના શાસકોએ માઈક્રોસોફ્ટ, IBM તથા CISCO જેવી વિશ્ર્વપ્રસિદ્ધ IT મહારથીઓનો સહયોગ લીધો છે.
  • બ્લોક ચેઈનટેક્નોલોજીને કારણે દુબઈના શાસકોને બધા આર્થિક વ્યવહારો તરત જાણ થશે એટલું નહીં, બે પક્ષો વચ્ચે થયેલા કરારો કે સંપત્તિની લે-વેચની બધી વિગતો પણ સરકાર પાસે તરત પહોંચી જશે. આમ, બે પક્ષો વચ્ચેના વચેટીયાઓનો ધંધો બંધ થઈ જશે.
  • આર્થિક ભ્રષ્ટાચાર- ‘કટકીમાટેની કુખ્તાયત સંસ્થાઓ, ન્યાયમંત્રમાં પણવચેટિયાતરીકે કામ કરનારા વકિલો, સરકારી પૈસા કઢાવવા માટે કે કોન્ટ્રાકટ મેળવી આપવા માટે ઠેરઠેર મળવા આવતા કટકીબાજો કે પછી પાસપોર્ટ-વીઝાનું બધું કામ કરી આપતી ઇમિગ્રેશન પેઢીઓના કામકાજ હવે સદંતર બંધ થઈ જશે.
  • સિસ્ટમ ઓનલાઈન હોવાથી પ્રત્યેક વર્ષે અંદાજે અબજ જેટલા નાના-મોટા આર્થિક વ્યવહારો, કરારો મકાન-જમીન લે-વેચના વ્યવહારો, ન્યાયતંત્રની કાર્યવાહી સહિતના બધા દસ્તાવેજો ડિજિટલ સ્વ‚પમાં સરકાર પાસે ઉપલબ્ધ રહેશે. આમ પ્રત્યેક વર્ષે અંદાજે પુરા ૨૫ કરોડ માનવ કલાકો તથા ૧૫ અબજ ડૉલર્સની બચત પણ થશે !!
  • ભ્રષ્ટાચારને નાથવા માટેનીબ્લોક ચેઈનટેક્નોલોજીને કારણે હજારો લોકો નોકરી ગુમાવે તેવી પુરી શકયતા હોવા છતાં દુબઈ શાસન ટેક્નોલોજી અપનાવવા કૃતનિશ્ર્ચયી છે. તેનું કારણ સ્પષ્ટ કરતાંસ્માર્ટ દુબઈના કનિર્દેશક ડૉ. આયેશાના જણાવ્યા પ્રમાણે, બધા પ્રકારના વિરોધો-અવરોધોને અવગમીને પણ અમેબ્લોક ચેઈનટેક્નોલોજી અપનાવી રહ્યા છીએ તેનું એક માત્ર મહત્ત્વપૂર્ણ કારણ છે કે અમે દુબઈના નિવાસીઓના સમય-ધન બચાવીને દુબઈને વિશ્ર્વનું સૌથી વધુ સુખી-આનંદદાયી મહાનગરબનાવવા ઇચ્છીએ છીએ.’

ઉલ્લેખનીય છે કે ગત વર્ષે નોટબંધી પછી ભારતમાં પણ રોકડ વ્યવહારો ઉપર સારો એવો અંકુશ આવ્યો છે. RERA જેવા કાયદાઓને કારણે લોકોની સુખાકારી વધી છે. છત્તીસગઢમાં ભાજપની સરકારે જાહેર વિતરણ વ્યવસ્થા (PDS)ને ઓનલાઈન કરી હોવાથી અનેક વચેટીયાઓ ઘર ભેગા થયા છે. તો સબસિડી સહિતની અન્ય આર્થિક સહાયતા સીધા લાભાર્થીઓના બેન્ક ખાતામાં જમા થતી હોવાથી કરોડો રુપિયાનો ભ્રષ્ટાચાર અંકુશમાં આવ્યો છે. તે રીતે આર્થિક લાભ માટેઆધાર કાર્ડઅનિવાર્ય બનાવાયું હોવાથી લાખો ભૂતિયા લાભાર્થીઓ રાતોરાત અદશ્ય થઈ ગયા છે !! એવું નથી લાગતું કે ભારતમાંબ્લોક ચેઈનનો અમલ દુબઈથી પણ પહેલા થઈ રહ્યો છે ?