આ ભાઈએ હાથથી વધેરી નાખ્યાં ૬૦ સેકન્ડમાં ૧૨૨ શ્રીફળ
SadhanaWeekly.com       | ૦૫-જાન્યુઆરી-૨૦૧૮


 

કેરળમાં અભિષ પી. ડોમીનીક નામના સાહસિકે તાજેતરમાં એક હાથની મદદથી ૬૦ સેક્ધડમાં ૧૨૨ શ્રીફળ કચડી નાખવાનો રેકોર્ડ બનાવ્યો છે. બુધવારે ગીનેસ રેકોર્ડે અભીષનો વીડિયો ઓફિશિયલ ચેનલ પર મૂક્યો હતો. એક ઈવેન્ટ દરમિયાન રેકોર્ડતોડ પ્રયોગ થયો હતો. વીડિયોમાં એક સાથે પાળી પર લાઈનબંધ રીતે ૧૪૦ શ્રીફળ મૂકવામાં આવ્યાં હતાં. અભીષ માત્ર હાથની હથેળી અને કાંડાની પાસેના ભાગનો ઉપયોગ કરીને એક ઝટકામાં શ્રીફળના કટકા કરતો વીડિયોમાં જોવા મળે છે. તેની સ્પીડ ઓલમોસ્ટ એક સેક્ધડમાં બે શ્રીફળ તોડવાની હતી.

આમ તો રેકોર્ડ ફેબ્રુઆરીમાં બનાવવામાં આવ્યો હતો, પરંતુ તાજેતરમાં ગિનેસ વર્લ્ડ રેકોર્ડ દ્વારા એને માન્યતા મળી હતી અને એનો વીડિયો ચેનલ પર તરતો મૂકવામાં આવ્યો હતો. અભીષ ડોમીનીકને રેકોર્ડ બન્યા પછી પણ પોતાના કારનામાથી સંતોષ નથી. તેની ઇચ્છા એક મિનિટમાં ૧૪૦ શ્રીફળ તોડવાની હતી.