ઈટલીના આ આખા પરિવારને પીડા નથી અનુભવાતી

    ૦૫-જાન્યુઆરી-૨૦૧૮

 

મેડિકલ ભાષામાં પીડા શરીરમાં કંઈક ગરબડ હોવાનું પ્રાથમિક લક્ષણ છે. પીડા થાય તો માણસને ખબર પડે છે કે તેના શરીરમાં કંઈક ઠીક નથી. જો કે ઈટલીમાં રહેતા બાવન વર્ષના લેટિઝિયા માર્સિલી નામના બહેનનો આખો પરિવાર પીડામુક્ત છે. લેટિઝિયા, તેમની બે દીકરીઓ અને ત્રણ દોહિત્ર દોહિત્રીઓને કશું પણ વાગે તો પીડા નથી થતી. તેઓ પીડાથી એટલાં ટેવાઈ ગયા છે કે હાડકું ભાંગીને બટકાઈ જાય તોય તેમને દર્દ નથી થતું.

લેટિઝિયાને બાળપણમાં ખબર પડી ગયેલી કે તેના શરીરને પીડા નથી અનુભવાતી. તેવી ત્વચા દાઝે કે હાડકું ભાંગે તો વખતે થોડીક પીડા થાય છે પણ પછી ગણતરીની મિનિટોમાં પીડા ગાયબ થઈ જાય છે.