જીવનમાં આ ગુણ અપનાવશો તો કોઇ તમને દુઃખી નહિ કરી શકે! પાક્કુ!

    ૧૯-ડિસેમ્બર-૨૦૧૮   

 
આજ કાલ લોકોની લાગણી ખૂબ ઝડપથી દૂભાય જાય છે. જેનું પરિણામ ખરાબ જ આવે છે. કોઇએ કોઇને કંઇક ન ગમતું કહ્યું અને સાંભળનારાને ન ગમ્યુ. પછી શું થાય? ક્રોધ અને ઝઘડો. પરિણામ? અંતે તો આમાં તમે અથવા કોઇને કોઇ દુઃખી જ થવાનું! આ દુઃખનું કારણ આપણે જ છીએ.

 દુઃખી ન થવું હોય તો? પ્રમુખસ્વામી મહારાજ જણાવે છે

 આટલું જ કરો અને પ્રમુખસ્વામીની આટલી વાતો યાદ રાખો.
સૌથી પહેલા તમારે તમારો વર્તાવ બદલવાનો છે. તમારું મન દુઃખી થાય તેવી વાતોને મનમાં પ્રવેશવા જ ન દો. એ કેવી રીતે? પ્રમુખસ્વામી એક સરસ ઊદાહરણ આપે છે…
 
તેઓ કહે છે કે કોઇ તમને ગધેડો કહે તો? દરેક ને લાગી જ આવે ને! મને ગધેડો કહ્યો? હું કોણ છું? એને ખબર નથી. બસ આ પછી આ ગધેડો શબ્દ તમારા મનમાં ધર કરી જાય છે અને તમે એ વિચારી વિચારીને દુઃખી થયા કરો કે પેલો મને ગધેડો કઈ ગયો….
 

દુઃખી કરનારી વાતને મનમાં પ્રવેશવા જ ન દો.

પ્રમુખસ્વામી કહે છે કે તમને દુઃખી કરનારો આવો કોઇ પણ શબ્દ, વાતને મનમાં પ્રવેશવા જ ન દો. આ બધા માટે નો એન્ટ્રીનું પાટીયું તમારા મન-મગજની બહાર મારી દો. આવી રીતે તમે તમારી જાતને મેનેજ કરો. દુઃખી કરનારા શબ્દો કે વાતને એન્ટ્રી જ નહિ આપવાની.
હવે કોઇ તમને ગધેડો કહે તો ? ચિંતા નહિ કરવાની… પ્રમુખસ્વામી મહારાજ કહે છે કે કોઇ તમને ગધેડો કહે તો આંખ બંધ કરી વિચારવાનું કે મારી ધોળી ચામડી છે? ના. મારે ચાર પગ છે? ના. મારે પૂંછડું છે? ના. તો શું? હું ગધેડો નથી. હું માણસ શું. સિમ્પલ છે.

પોતાની જાતને શાંત રાખો.

કોઇ તમને દુઃખી કે ક્રોધીત કરવા કઈ બોલે કે કરે તો તમે શાંત રહો. પોતાની જાતને શાંત રાખો. કોઇ તમને ગધેડો કહે તો શાંતિથી કહો. ના ભાઈ હું ગધેડો નથી હું માણસ છું અને મારું નામ આ છે.
 
યાદ રાખો શું આપણે એટલા બધા નબળા છીએ કે કોઇ આપણા મનને બે શબ્દો બોલી વિચલીત કરી શકે? બિલકૂલ નહિ.
તો બસ દુઃખથી દૂર રહેવા માત્ર આટલું જ કરવાનું છે. શાંત રહો.