જીવનમાં સ્પષ્ટતા લાવો આત્મવિશ્વાસની જરૂર નહિ પડે

    ૨૦-ડિસેમ્બર-૨૦૧૮   

 
આત્મવિશ્વાસ નથી? કંઈ વાંધો નહી તેની જરૂર પણ નથી!

સદગુરૂ જગ્ગી વાસુદેવજીને પ્રસિધ્ધ લેખક ચેતન ભગતે એક પ્રશ્ન પૂછયો કે જીવનમાં નિરાશા વ્યાપી ગઈ હોય પછી પાછા ઊભા થવાનો આત્મવિશ્વાસ ક્યાંથી લાવવો? કેવી રીતે આત્મવિશ્વાસ પાછો મેળવી શકાય? જીવનમાં ખુદને પ્રેરિત કઈ રીતે રાખી શકાય?
 

આનો સુંદર જવાબ સદગૂરૂએ આપ્યો. વાંચો તેમણે શું કહ્યું…

આપણે એ સમજવું જોઇએ કે , આપણે જો સ્વયંને પ્રેરિત થતા હોઇએ આથવા કોઇનાથી પ્રેરિત થતા હોઇએ છીએ. પણ આપણી આજુબાજુ કેટલાક એવા પણ હોય છે જે આપણો ઉત્સાહ તોડી નાખતા હોય. જીવનમાં કોઇ વસ્તુ કે માણસ આપણને ઉપર સુધી લઈ જાય છે તો કોઇ વસ્તુ કે માણસ આપણને નીચી પણ લાવી શકે છે. મૂળ રૂપે પ્રેરણાનો મતલબ એ છે કે આપણે એક જુઠ્ઠો આત્મવિશ્વાસ ઊભો કરીએ છીએ.
 
કોઇ વ્યક્તિને આત્મવિશ્વાસની જરૂર ત્યારે જ પડે છે જ્યારે તેના જીવનમાં જરૂરી સ્પષ્ટતાની કમી હોય. જ્યારે સ્પષ્ટ નથી હોતી ત્યારે જ આપણે આત્મવિશ્વાસ ઊભો કરવાની વાત કરીએ છીએ. જ્યાં સ્પષ્ટતા હોય છે ત્યા આપને આત્મવિશ્વાસની જરૂર પડતી નથી.
 

 
 
ઉદાહરણ તરીકે, જ્યા ખૂબ અજવાળું છે બધું સ્પષ્ટ દેખાય છે. ત્યાં હું તમને ચાલવાનું કહીશ તો ત્યાં તમને આત્મવિશ્વાસની જરૂર નહિ પડે, પણ જ્યાં ખૂબ અંધારૂં છે. ત્યાં હું તમને ચાલવાનું કહીશ તો તમને ત્યાં આત્મવિશ્વાસની જરૂર પડશે. કેમ કે ત્યાં સ્પષ્ટતાનો અભાવ છે.
 
માટે લોકો માનવા લાગ્યા છે કે આત્મવિશ્વાસ એ સ્પષ્ટતાનો વિકલ્પ છે. પણ એવું નથી. સ્પષ્ટતાનો કોઇ વિકલ્પ નથી. જો આપણે જીવનમાં સ્પષ્ટતા લાવવાની કોશિશ નથી કરતા અને જીવન આત્મવિશ્વસના ફૂગ્ગા સાથે જીવવાની કોશિશ કરીએ છીએ તો કોઇ ને કોઇ આ દુનિયામાં તમને સોય લઇને એ ફૂગ્ગો ફોડનારો મળશે જ.
 
એટલે મહત્વનું એ છે કે મનુષ્યએ પોતાના જીવનના દરેક આયામમાં સ્પષ્ટતા લાવવી ખૂબ જરૂરી છે. આત્મવિશ્વાસની આપણી સ્થિતિ અને અમૂક લોકોથી પ્રેરિત હોય છે. આવો આત્મવિશ્વાસ આપણને નીચેની તરફ જ લાવશે.
તમારે જરૂર છે માત્ર સ્પષ્ટતાની. સ્પષ્ટતાથી જ તમે આગળ વધી શકશો. અને સ્પષ્ટતા આપણને ભેટમાં નથી મળતી. આ માટે આપણે મહેનત કરવી પડે. જીવનમાં સ્પષ્ટતા લાવવાની એક પ્રણાલી છે. આપણું શિક્ષણ માહિતી પ્રદ છે સ્પષ્ટતા આપનારું નથી….
 
માટે આપ આપના જીવનમાં આત્મવિશ્વાસ વધારવાની કોશિશ ન કરો પણ કોઇ પણ કામમાં સ્પષ્ટતા લાવા પર ધ્યાન આપો….એ ખૂબ જરૂરી છે.