વર્લ્ડ સ્કિલ ઇન્ટરનેશનલ સ્પર્ધાઓમાં ભાગ લેવો હોય તો આ તમારા માટે છે…
SadhanaWeekly.com       | ૧૦-ફેબ્રુઆરી-૨૦૧૮

 
 
આ કચેરી હસ્તકની તમામ ઔદ્યોગિક તાલીમ સંસ્થોઓને જણાવવાનું કે, સ્કિલ ઇન્ડિયા મિશનના ભાગરૂપે વર્લ્ડ સ્કીલ્સ ઇન્ડિયા રાષ્ટ્રીય કૌશલ્ય વિકાસ નિગમ (NSDC)ની પહેલ છે, જે ભારત સરકારના સ્કિલ ડેવલપમેન્ટ એન્ડ આત્રપ્રિનિયોરશિપ (MSDE)મંત્રાલયના અમલ હેઠળ છે. NSDC, તેની વર્લ્ડ સ્કિલ્સ ઇન્ડિયા પહેલ દ્વારા 2011થી વર્લ્ડ સ્કિલ ઇન્ટરનેશનલ સ્પર્ધાઓમાં દેશની ભાગીદારીમાં અગ્રણી રહી છે, જેના મુખ્ય હેતુઓ પૈકી યુવાનોને વ્યવસાયિક શિક્ષણને આગળ વધારવા માટે પ્રોત્સાહન આપવું, સમાજનું યુવાધન સ્થાનિક, પ્રાદેશિક, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કૌશલ્ય સ્પર્ધા દ્વારા શિક્ષણ અને સમાજમાં યોગદાન આપે તે છે. આ સ્પર્ધા માટે સ્થાનિક, પ્રાદેશિક, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કૌશલ્ય સ્પર્ધાઓનું આયોજન કરવાનું થાય છે.
વર્ષ-૨૦૧૯માં વર્લ્ડસ્કિલ્સ સ્પર્ધા રશિયાના પાટનગર કઝાન શહેરમાં આયોજીત કરવામાં આવનાર છે અને તેમાં નીચે મુજબના સેક્ટર/ સ્કીલનો સમાવેશ કરવામાં આવશે.
1. Construction and Building Technology
2. Transportation and Logistics
3. Manufacturing and Engineering Technology
4. Information and Communication Technology
5. Creative Arts and Fashion
6. Social and Personal Services.
 

 
આ અનુસંધાને ગુજરાત રાજ્યમાં ગુજરાત સ્કીલ ડેવલપમેન્ટ મિશનનાં માધ્યમથી વિવિધIndustry પાર્ટનર સાથે World Skill Competitionમાટે ગુજરાત રાજ્ય કક્ષાએથી નીચે જણાવેલ સેક્ટર અને ટ્રેડમાં World Skill Competition આયોજીત કરવાની થાય છે.
Sr. No.
Name of the Group
Skill Trade
1 Automobiles
1 Autobody Repair
2 Automobile Technology
3 Car Painting
2 Beauty & Wellness
4 Hairdressing
5 Beauty Therapy
૩ Furniture
6 Cabinet Making
4 Mechanical
7 Welding
8 CNC Turning
9 CNC Milling
10 Mechanical Engineering CAD
આ સંદર્ભે જે ટ્રેડ માટેની World skills Competition આયોજિત થવાની છે તે સ્કિલ માટે વર્લ્ડ સ્કીલ ગાઈડલાઈન્સ મુજબ તા.૦૧/૦૧/૧૯૯૭ ના રોજ જન્મેલ અથવા તે પછી જન્મેલ ઉમેદવાર આ સ્પર્ધામાં ભાગ લઇ શકશે તેવી સ્પર્ધાની ગાઈડલાઈન્સ છે .જેથી આ સંદર્ભે રાજ્યની તમામ આઈ.ટી.આઈ.,તમામ ગ્રાન્ટ-ઇન-એઇડ આઈ.ટી.આઈ,તમામ સેલ્ફ ફાઇનાન્સ સંસ્થા ખાતે અને તમામ KVK, iKVK તેમજ એપ્રેન્ટીશમાં તાલીમ લેતા ઉમેદવારો તથા ઇન્ડસ્ટ્રીઝમાં આ ગ્રુપમાં જે તે સેક્ટર,ટ્રેડમાં કામ કરતા ટેક્નીશ્યનો મહતમ રીતે આ કૌશલ્ય સ્પર્ધામાં ઉમેદવારો ભાગ લે અને World Skill Compitition-2019 માટે રાજ્ય કક્ષાએ રાજ્યમાં Registration કરાવે તે હેતુસર જે તે જિલ્લા/તાલુકા કક્ષાએથી વિવિધ પોલીટેકનીક,એન્જીનીયરીંગ કોલેજ વિગેરે ખાતે પણ આ World skills Competition માં જોડાવા ઇચ્છતા તાલીમાર્થી/ઉમેદવારોને આ બાબતની જે તે સંસ્થા દ્વારા જણાવવાનું રહેશે.
આ World Skill Competition માં જે ઉમેદવારો રજીસ્ટ્રેશન કરવા ઇચ્છતા હોય તેઓ લીન્ક.http://employment.gujarat.gov.in અનેWorld skills Competition ની વેબસાઈટhttp://www.worldskillsindia.co.in/competitor-form.php પર ઓનલાઈન ફોર્મ જે તે ટ્રેડ / સ્કિલ માટે ભરી શકાશે.
 
 
- અજ્ઞાત
સોશિયલ મીડિયાના આ જમાનામામ વાંચવા સમજવા જેવી અનેક માહિતી-સાહિત્ય વાઈરલ થતી હોય છે. આ માહિતી તમારા સુધી પહોંચે એજ ઉદ્દેશ આ કોલમનો છે.