દુર્જનનો સંગ

    ૧૬-ફેબ્રુઆરી-૨૦૧૮

 

કોઈ એક ખેતર વચ્ચે લીમડાનું ઝાડ. ઝાડના થડમાં એક દર. એમાં એક સાપ રહે. ઝાડ પર એક માળો. તેમાં હોલો અને હોલી રહે. સાપ અને હોલા-હોલી વચ્ચે ભાઈબંધી. એકવાર હોલાએ ક્યાંકથી મરેલી ચકલી સાપને લાવી આપેલી. ત્યારથી તેમની વચ્ચે દોસ્તી જામી ગયેલી. રોજ મળે અને સુખ-દુ:ખની વાતો કરે. આમ તેઓ આનંદમાં દિવસો પસાર કરતા.

દિવસના સમયે હોલો-હોલી વગડે ફરવા ઊપડી જાય ને સાંજે માળામાં પાછાં ફરે. હવે હોલી થોડા દિવસમાં ઈંડાં મૂકવાની હતી. માળો સરસ તૈયાર થઈ ગયો હતો.

એક દિવસ હોલો-હોલી સાંજે માળામાં પાછાં ફર્યાં. ત્યારે કાગડો-કાગડીને પોતાના માળામાં બેઠેલાં જોયાં. પોતાને ઘેર એમને આવેલાં જોઈ હોલો બોલ્યો, ‘કાગડાભાઈ ! કાગડીબેન ! આજે ભૂલાં પડ્યાં કે શું ? અમારે ઘેર પધાર્યાં ? આવો, આવો.’

કાગડાભાઈ તરત બોલ્યા, ‘અમે ભૂલાં પડ્યાં નથી. ભૂલાં તો તમે પડ્યાં લાગો છો !’

હોલો-હોલી નવાઈ પામ્યાં.

હોલી શાંતિથી બોલી, ‘કાગડાભાઈ, માળો તો અમારો છે. તમે અમારે ઘેર આવ્યા એટલે તમે અમારા મહેમાન થયા.’

પણ કાગડાભાઈ હતો લુચ્ચો. તે બોલ્યો, ‘ તો અમારો માળો છે. તમે ભૂલથી અહીં આવ્યાં છો.’ હોલો-હોલી કાગડા-કાગડીની ખરાબ દાનત સમજી ગયાં. પોતાનો સુંદર માળો કાગડીએ પચાવી પાડ્યો, પણ તેમની સામે લડવાની ભોળા હોલા-હોલીમાં તાકાત હતી. બિચારા હોલો-હોલી ! રાત એમણે ચિંતામાં ને ચિંતામાં બીજી ડાળી પર ગાળી. રાતે ઊંઘ પણ આવી. વળી થોડા દિવસમાં હોલી ઈંડાં મૂકવાની હતી. હવે એટલો સમય હતો કે નવો માળો બનાવી શકે. હવે શું કરવું ?

વહેલી સવારમાં તો કાગડા-કાગડીએ કા...કા...કા... કરી કકળાટ કર્યો. સૂરજ ઊગ્યો. ઉપલી ડાળીએથી હોલા-હોલીએ માળા તરફ જોયું. ત્યાં ચાર-પાંચ ઈંડાં આગલી રાતે કાગડીએ મૂક્યાં હતાં તે દેખાયાં. કાગડા-કાગડીએ શા માટે લુચ્ચાઈ કરી હતી તે હોલો-હોલી સમજી ગયાં. પણ હવે પોતાનું શું થશે ?

ત્યાં એમને ભાઈબંધ સાંભર્યો. તેમને થયું કે સાપને વાત કરીએ. આજ સુધી મદદ કરી છે તો આટલું આપણું દુ: દૂર કરશે.

આમ વિચારી હોલો-હોલી નીચે ગયાં. દર પાસે જઈ પરભુ તૂ...પરભુ તૂ... બોલવા લાગ્યાં. સાંભળી સાપ બહાર આવ્યો. સવારના પહોરમાં શા માટે યાદ કર્યો એનું કારણ પૂછ્યું. હોલાએ બધી વાત કરી. થોડીવાર વિચાર કરી સાપ બોલ્યો, ‘મને એક વિચાર સૂઝે છે. હું કાગડીનાં ઈંડાં એમના દેખતાં ખાઈ જાઉં તો તેઓ ઊડી જશે. ને પછી તમે નિરાંતે રહેજો.’

હોલો-હોલીએ આવી નઠારી વાત ગમી પણ પોતાનો માળો પાછો લેવાનો સિવાય બીજો રસ્તો સૂઝતો હતો. તેઓ કબૂલ થયાં.

બપોરે હોલો-હોલી ઉપલી ડાળ પર બેઠાં હતાં. માળામાં કાગડો-કાગડી પણ હતાં. તે સમયે સાપ માળા તરફ આવ્યો. કાગડા-કાગડીએ કકળાટ કરી મૂક્યો. છતાં સાપ એમનાં ઈંડાં ખાઈ ગયો. કાગડો ને કાગડી દુ:ખી થયાં. તેમને થયું કે હવે અહીં રહેવાય.

જતાં જતાં કાગડો-કાગડી હોલા-હોલીને કહેતાં ગયા, ‘અહીં રહેવામાં મજા નથી. તમારા પણ અમારા જેવા હાલ થશે.’ પરંતુ હોલા-હોલીને પોતાના ભાઈબંધ સાપ પર વિશ્ર્વાસ હતો.

કાગડો-કાગડી ગયાં. હોલો-હોલી ફરી પોતાના માળામાં ગયાં અને આનંદથી રહેવા લાગ્યાં. થોડા દિવસ બાદ હોલીએ ચાર સુંદર ઈંડાં મૂક્યાં. ખુશીના સમાચાર સાપને પણ આપ્યા. હોલો-હોલી ઈંડા સેવવા લાગ્યાં.

એક દિવસ સાપની દાનત બગડી. તેને ઈંડાં બહુ ભાવતાં હતા. આથી એક દિવસ માળા તરફ આવ્યો. હોલા-હોલીએ સાપને આવતો જોઈ કારણ પૂછ્યું. સાપ કહે, ‘મને બહુ ભૂખ લાગી છે.’

હોલો કહે, ‘હમણાં તમને કંઈક ખાવાનું લાવી આપું છું.’ પણ સાપની નજર તો પેલાં ઈંડાં પર હતી. તે બોલ્યો, ‘પણ મને તો કકડીને ભૂખ લાગી છે. ઈંડાંમાંથી એક મને આપો ?’

સાપને મોઢે આવી વાત સાંભળી હોલો-હોલી તો ડઘાઈ ગયાં ! ઈંડાં તો પોતાના બચ્ચાં કહેવાય. મા-બાપ પોતાને હાથે પોતાના બાળકનો ભોગ કઈ રીતે આપે ? હોલા-હોલી સાપને આમ કરવા વિનવણી કરવા લાગ્યાં.

પણ સાપનો સ્વભાવ મૂળથી ખરાબ. તે તો ઈંડાં ખાઈ જવા જીભ લપકારતો લપકારતો માળા તરફ આગળ વધ્યો. જેને દિલોજાન દોસ્ત માનતાં હતાં તે સાપ આજ દુશ્મન જેવું કામ કરી રહ્યો હતો. હોલા-હોલીને કાગડાની વાત યાદ આવી ગઈ. દુર્જન કદી કોઈનો મિત્ર થાય નહીં ! દુર્જનનો સંગ નકામો. હોલા-હોલી કકળાટ કરતાં રહ્યાં ને સાપ એમના માળાનાં ચારેય ઈંડા ખાઈ જવા આગળ વધ્યો ને ત્યાં જાદુ થયો.

હોલો-હોલી મનોમન ભગવાનને પ્રાર્થના કરતાં હતાં કે હે ભગવાન ! સાપથી અમારાં ઈંડાંને બચાવો. ને ત્યાં આકાશમાં સમડી દેખાઈ. સમડીએ સાપ પર તરાપ મારી. બિચારો સાપ ! સમડી સાપને પગમાં પકડીને ઊંચે ઊડી ગઈ.

હોલો-હોલી પણ જોતાં રહી ગયાં. પોતાનાં ઈંડાં બચી ગયાં એનો એમના હૈયે આનંદ હતો, પરંતુ સાપને સમડી ઉપાડી ગઈ તેનું દુ: પણ હતું.