અરર.... ૨૦ ફૂટ લાંબા અજગરને ખાઈ ગયા ભૂખ્યા ગામ લોકો !
SadhanaWeekly.com       | ૨૨-ફેબ્રુઆરી-૨૦૧૮


 

મલેશિયાના બોર્નેયો આઈલેન્ડના લોકો જોતજોતામાં ૨૦ ફૂટ લાંબા અજગરને રાંધીને ખાઈ ગયા હતા. એક રિપૉર્ટ મુજબ મેલ અજગર અને ૨૦ ફૂટ ફીમેલ અજગર પર અચાનક આઈલેન્ડના લોકોએ હુમલો કર્યો હતો. શિકારી પ્રજાતિ જ્યારે શિકાર માટે જઈ રહી હતી ત્યારે અચાનક તેમને ઝાડના થડમાંથી વિચિત્ર અવાજ સંભળાયો હતો. શિકારીઓએ થડને કુહાડી અને અન્ય હથિયાર વડે તોડીને બંને અજગરને મહામુસીબતે ખેંચીને બહાર કાઢ્યા હતા.જયારે દરેક શિકારી અજગરને લઈને ગામમાં પહોંચ્યા તો લોકોએ ચિચિયારીઓથી ગામ ગજાવી મૂક્યું હતું. ૨૦ ફૂટ લાંબો અજગર મલેશિયાના સૌથી લાંબા અજગર કરતાં માત્ર ફૂટ નાનો હતો.