ઈમાનદાર ચોર
SadhanaWeekly.com       | ૨૨-ફેબ્રુઆરી-૨૦૧૮


 

એક જમાનામાં ગામડાંમાં વચ્ચોવચ્ચ ગામનો ચોરો રહેતો અને ચોરા ઉપર ભેગા થઈ લોકો ગામગપાટા મારતા. હવે ગામેગામચોરોજોવા મળે છે. જાત જાતની ચોરી થાય છે તો ક્યાંક ચોરી ઉપર સીનાજોરી થાય છે. મોર કળા કરે એમ ચોર પણકળાકરી જાય છે, પણ હરિયાણામાં પહેલીવાર એક ઈમાનદાર ચોર દેખાયો. ફતેહાબાદના સ્મશાન ઘાટ પાસે પાર્ક કરેલી બાઈક ચોરીને ચોર પલાયન થઈ ગયો. સી.સી.ટી.વી. કૅમેરાના ફૂટેજમાં પણ ચોરીની બાબત ઝીલાઈ. ગોતાગોત ‚ થઈ ગઈ, પરંતુ બે દિવસ પછી લોકોના આશ્ર્ચર્યની કોઈ સીમા રહી, જ્યાંથી બાઈક ચોરી જવામાં આવી હતી જગ્યાએ અજાણ્યો શખ્સ બાઈક પાછી મૂકી ગયો. એટલું નહીં, બાઈકની પેટ્રોલની ટાંકી ઉપર સુઘડ અક્ષરોમાં માફીપત્ર લખીને ચોંટાડી ગયો. એમાં લખ્યું હતું કે, ‘ભાઈસાબ, મને ચોર સમજતા. મારે ખૂબ અર્જન્ટ કામ આવી પડતાં આપની બાઈક ઉઠાવી જવાની મેં હરકત કરી હતી, પરંતુ આપની મોટરસાઈકલ પાછી મૂકી જાઉં છું એટલું નહીં બે દિવસમાં જે પેટ્રોલ વપરાયું તેના બદલામાં પેટ્રોલની ટાંકી ફૂલ કરાવી જાઉં છું. પ્રણામ.’ આજે દેશમાં બેઈમાન ચોરોનો ત્રાસ છે, બાકી આવા ઈમાનદાર ચોર મળે તો બેડો પાર થઈ જાય.