એરપોર્ટ પર પ્લેનને ૩૫ લોકોએ માર્યો ધક્કો
SadhanaWeekly.com       | ૨૨-ફેબ્રુઆરી-૨૦૧૮


 

હાલમાં ૨૦ લોકોનો એક ફોટો સૉશિયલ મીડિયા પર વાયરલ થયો છે, જેમાં ૨૦ લોકો ૩૫ હજાર કિલોના પ્લેનને ધક્કો મારી રહ્યા હતા. ૨૦ લોકોમાં ટેક્નિશિયન અને ઍરપૉર્ટના કર્મચારીઓનો સમાવેશ થાય છે. ફોટો જોઈને ઘણા લોકોને આશ્ર્ચર્ય થયું. એક મળતા અહેવાલ મુજબ ઘટના ઇન્ડોનેશિયાના કેતંબોલકા ઍરપૉર્ટની છે અને જે ફલાઈટને લઈને ચર્ચા થઈ રહી છે તે ‚ણા ઇન્ડોનેશિયાના પ્લેનની છે. ફોટો જોનાર વ્યક્તિઓના મનમાં સવાલ હતો કે પ્લેનને ધક્કો કેમ મારવામાં આવ્યો. ત્યારબાદ ‚ણા ઇન્ડોનેશિયા પબ્લિક રિલેશન મૅનેજરે જણાવ્યું કે પાઇલોટે ભૂલથી ખોટો ટર્ન (વળાંક) લઈ લેતાં પ્લેન ફસાઈ ગયું હતું. અધિકારીના જણાવ્યા અનુસાર જયારે પ્લેન લેન્ડ થયું ત્યારે પાર્કિંગ એરિયાની ડાબી બાજુ તરફ જવાનું હતું પરંતુ પ્લેનના વળાંકમાં થોડી ભૂલ થઈ ગઈ, કેમ કે ત્યાં કોઈ પુશબેક હાજર નહોતું એવામાં ટેકનિશિયન અને ઍરપૉર્ટના કર્મચારીઓએ જાતે વિમાનને ધક્કો મારવો પડયો.