છણાવટ : જવાનોની શહાદતને કોમવાદનો રંગ : ઓવૈસી જેવા બીજું શું કરવાના ?
SadhanaWeekly.com       | ૨૨-ફેબ્રુઆરી-૨૦૧૮


 

કેટલાક લોકોને કારણે અત્યારે ભારતમાં સમાજ હદે વિભાજિત થઈ ગયો છે કે કોઈ પણ વાત હોય તેને તરત ધર્મ કે જ્ઞાતિનો રંગ આપી દેવાય છે. કાશ્મીરમાં આતંકવાદી હુમલામાં શહીદ થયેલા જવાનોના મામલે એવું થયું છે. પાકિસ્તાને છેલ્લા થોડા સમયમાં ઘણા આતંકવાદી હુમલાઓ કર્યા. હુમલાઓમાં સૌથી ભીષણ હુમલો જમ્મુના સુંજુવાંમાં થયેલો. આતંકવાદીઓ સુંજુવાંમાં લશ્કરી કૅમ્પમાં ઘૂસી ગયા ને આપણા સૈનિકો શહીદ થયા. દેશ માટે શહાદત વહોરનારા બધા જવાનો ભારતીય હતા, પણ મુસ્લિમોના મસીહા બનવાના જેમને ધખારા છે અસાદુદ્દીન ઓવૈસીએ આખી વાતને કોમી રંગ આપી દીધો.

ઓવૈસીએ જાહેર કર્યું કે, જે લોકો ભારતના મુસ્લિમોને પાકિસ્તાની કહીને ગાળો આપે છે તેમણે હમણાં કાશ્મીરમાં થયેલા હુમલામાંથી ધડો લેવો જોઈએ કેમ કે હુમલામાં શહીદ થયેલા જવાનોમાંથી જવાન મુસ્લિમ છે ને માર્યો ગયેલો એકમાત્ર નાગરિક પણ મુસ્લિમ છે. અમે દેશ માટે જાન આપી રહ્યા છીએ ત્યારે અમને પાકિસ્તાની કહીને હલકા ચીતરવામાં આવે છે એવો અફસોસ પણ ઓવૈસીએ વ્યક્ત કર્યો.

ઓવૈસીએ જે વાત કરી માહિતીની રીતે સાચી છે પણ તેમણે જે સંદર્ભમાં વાત કરી ખોટી છે. જમ્મુના સુંજુવાં મિલિટરી કૅમ્પ પર થયેલા હુમલામાં આપણા મોહમ્મદ અશરફ મીર, હબીબુલ્લાહ કુરેશી, મંઝૂર અહમદ દેવા અને મોહમ્મદ ઈકબાલ શેખ ચાર જવાનો શહીદ થયા. શહીદ મોહમ્મદ ઈકબાલ શેખના પિતા ગુલામ મોહીયુદ્દીન શેખ પણ હુમલામાં જન્નતનશીન થયા. સિવાય સી. આર. પી. એફ. કૅમ્પ પર થયેલા હુમલામાં બિહારના આરાનો મુઝાહિદ ખાન શહીદ થયો. શહીદોના નામે ઓવૈસીએ પોતાનો રાજકીય રોટલો શેકવાનો કાર્યક્રમ શરૂ કરી દીધો.

જોકે ઓવૈસી આવી હરકત કરનારા પહેલા નેતા નથી. વરસો પહેલાં કૉંગ્રેસે સેનાને જ્ઞાતિવાદના રંગે રંગવાની મેલી રમતના પાસા ફેંક્યા હતા. કૉંગ્રેસે લશ્કર પાસેથી માહિતી માંગી હતી કે સેનામાં મુસલમાન સૈનિકો કેટલા છે તે જણાવે, જેથી અનામત અંગે કાર્યવાહી થઈ શકે. હકીકતે આખી રમત વૉટબૅંકની હતી. વખતે લશ્કરી વડાએ ખુલ્લેઆમ કહી દીધું હતું કે, દેશના સૈનિકો માત્ર સૈનિકો છે. હિન્દુ, મુસ્લિમ કે શીખ, ઈસાઈ નથી. કોઈ પણ વ્યક્તિ સેનાને જ્ઞાતિ-જાતિ-ધર્મના રંગે રંગવાની રમત ના રમે. સેનામાં કેટલા સૈનિકો કયા ધર્મના છે તે જાહેર કરવામાં નહીં આવે ! પછી પણ રીતે લશ્કરને કોમવાદનો રંગ આપવાની કોશિશ થઈ છે ને તેનો ઊડીને આંખે વળગે તેવો કિસ્સો આઝમખાનનો છે. પોતાને ઉત્તર પ્રદેશના મુસ્લિમોના માઈબાપ સમજતા આઝમખાને ૨૦૧૪ની લોકસભા ચૂંટણી તાકડે ગાઝિયાબાદમાં એવો લવારો કરેલો કે, ૧૯૯૯નું કારગિલ યુદ્ધ ભારત હિન્દુઓના કારણે નહીં પણ મુસ્લિમ સૈનિકોના કારણે જીત્યું હતું. આઝમખાનના લવારાના કારણે બબાલ થઈ ગઈ તેથી કારગિલની લડાઈ હિન્દુઓએ નહીં પણ મુસ્લિમ સૈનિકોએ જિતાડી હતી તે સાબિત કરવા આઝમખાન એક કદમ આગળ વધ્યા હતા. તેમણે પોતાની વાતને સાચી સાબિત કરવા માટે એક સીડી બહાર પાડી હતી.

સીડીમાં એક કર્નલની રેન્કનો ઑફિસર પત્રકારો સાથે વાત કરતી વખતે પોતાની બટાલિયન ૨૨ ગ્રેનેડિયરના મુસ્લિમ સૈનિકોએ કઈ રીતે પાકિસ્તાનના સૈનિકોને ઢાળી દીધા હતા તેની વાત કરતો બતાવાયેલો. બેકગ્રાઉન્ડમાં કારગિલનું રણમેદાન દેખાતું હતું. સીડીમાં ઑફિસર એવો દાવો કરતો સંભળાય છે કે, ભારતીય લશ્કરના મુસ્લિમ સૈનિકો પાસે દારૂગોળો ખૂટી ગયો હતો. વખતે તેમણે નારે--તકબીર અલ્લાહ અકબરના નારા લગાવ્યા. સાંભળીને પાકિસ્તાની સૈનિકો બહાર આવ્યા ને ભારતીય મુસ્લિમ સૈનિકોએ તેમને ઢાળી દીધા. મુસ્લિમ સૈનિકોના કારણે ભારતે એકદમ ઊંચાઈ પર આવેલી ચોકીઓ પરથી પાકિસ્તાની સૈનિકોને ખદેડીને કઈ રીતે કબજો મેળવ્યો તેની શૌર્યગાથા અધિકારી વર્ણવે છે. આઝમખાને ચૂંટણી ટાણે પોતાના સમર્થનમાં આઝમવાદી યુવા મંચ બનાવ્યો હતો અને યુવા મંચના કાર્યકરોએ ઉત્તર પ્રદેશમાં ઘેર ઘેર ફરીને સીડી વહેંચી હતી. વખતે આઝમખાને જોરશોરથી એવો પ્રચાર કરેલો કે, દેશમાં મુસ્લિમ સૈનિકો દ્વારા બતાવાતી દેશભક્તિની પ્રશંસા કરવા માટે કોઈ તૈયાર નથી. આઝમખાને લશ્કરી કામગીરીને કોમવાદનો રંગ આપવાની ગંદી હરકત કરેલી તેવી હરકત હવે ઓવૈસીએ કરી છે.

ઓવૈસીના લવારા સામે લશ્કરે ચોખવટ કરી છે કે, શહીદોના નામે બધા ધંધા બંધ કરો અને શહીદો પર કોઈ કોમનાં લેબલ ના લગાવો. લશ્કર વતી નોર્ધન કમાન્ડના ચીફ જનરલ દેવરાજ અન્બુએ એવી ચોખવટ પણ કરી કે, જે લોકો આવી વાતો કરે છે તેમને ભારતીય લશ્કર વિશે બહુ ખબર નથી. જનરલ દેવરાજની વાત સાવ સાચી છે પણ તેમની વાતની ઓવૈસી જેવા લોકો પર અસર થાય તેવી આશા રાખવા જેવી નથી. તેનું કારણ કે ઓવૈસી જેવા લોકોની દુકાન બધા લવારા પર ચાલે છે. ઓવૈસી જેવા લોકો દરેક વાતને કોમવાદનો રંગ આપવામાં માહિર છે, કેમ કે તેમનો રાજકીય સ્વાર્થ છે. લોકો મુસ્લિમોમાં અસંતોષની લાગણી ઊભી કરીને પોતાનો સ્વાર્થ સાધે છે તેથી તેમની પાસેથી બીજી આશા પણ શું રાખો ?

દેશના મુસ્લિમો સમજદાર છે ને તેમને કોઈના સર્ટિફિકેટની કે સલાહની જરૂર નથી. દેશના મુસ્લિમો પોતાના વતનમાં, પોતાના ઘરમાં ઇજ્જતથી જીવે છે ને ઇજ્જતથી કમાણી કરીને ખાય છે. ભારતના નાગરિકો તરીકે ગૌરવભેર જીવે છે ને પોતાના દેશને આગળ લઈ જવામાં યોગદાન આપે છે. દેશના મુસ્લિમો કોઈના ઓશિયાળા નથી કે કોઈના આંગળિયાત નથી. દેશના વિકાસમાં મુસ્લિમોનું મોટું યોગદાન છે ને યોગદાનને કોઈ નકારી ના શકે. દેશને આગળ લાવવા તેમણે દેશના બીજા લોકો જેટલી મહેનત કરી છે ને દેશ માટે તેમણે બીજાં લોકો જેટલાં બલિદાન આપ્યાં છે. વાતની ખબર દેશના લોકોને પણ છે ને ઓવૈસીએ તે સમજાવવાની જરૂર નથી. ઓવૈસીએ જેમની વાત કરી શહીદોની અંતિમવિધિમાં ઊમટી પડેલી હજારોની મેદની તેનો પુરાવો છે. દેશ પર તેમનું ઋણ છે ને દેશ સ્વીકારે છે. ઔવેસીએ કોઈને સમજાવવાની જરૂર નથી. શહીદીનો રંગ એક છે, બલિદાનનો. એને બીજો કોઈ રંગ ના આપે.