પ્રાસંગિક : માણિક સરકાર - મિ. ક્લિનની આભાસી પ્રતિભા
SadhanaWeekly.com       | ૨૨-ફેબ્રુઆરી-૨૦૧૮


 

મી. ક્લિનની છાપ સાથે અનાયાસે ભારતીય રાજકારણમાં પ્રવેશેલા અને સીધા પ્રધાનમંત્રી બની જનારા એક રાજનેતાને થોડા વર્ષોમાં ભ્રષ્ટાચારના આરોપોને કારણે સત્તા ગુમાવવી પડી હતી. પૂર્વોત્તર ભારતના રાજ્ય ત્રિપુરાની સત્તા વર્ષો સુધી એકહથ્થુ રીતે જાળવી રાખનારા કટ્ટર સામ્યવાદી શ્રી માણિક સરકાર માટે પણમિ. ક્લિનની આભા ઊભી કરવામાં આવી રહી છે, ત્યારે તાજેતરમાં શ્રી દિનેશ કાનજી લિખિત પુસ્તકમાણિક સરકાર : રિયલ ઍન્ડ વર્ચ્યુઅલ...’માં મિ. ક્લિનની આભાસી પ્રતિભાની નીચે અયોગ્ય વ્યક્તિ છે તેનો ઘટસ્ફોટ થયો છે.

સુજ્ઞ ગુજરાતી વાચકો માટે પ્રસ્તુત છે શ્રીમાન સ્વચ્છ ભ્રષ્ટાચારી વિશે નેત્રદીપક લેખ...

ભારતના એક રાજ્યના વર્ષો સુધી મુખ્યમંત્રી તરીકે સત્તા સંભાળતા હોવા છતાં તે વ્યક્તિ આવકવેરાનું રિટર્ન ભરતા હોય તો તેની પ્રમાણિકતા વિશે કોઈને પણ શંકા ઉદ્ભવે તે સ્વાભાવિક છે. કૉંગ્રેસના સુવર્ણકાળ દરમિયાનકથિતદેશસેવામાં રચ્યાપચ્યા રહેતા હોવાને કારણે વર્ષે દહાડે લાખો રૂપિયા કમાઈ લેતા એક નેતા વર્ષો સુધી આવકવેરો ભરવાનું "ભૂલી ગયા હતા, નેતાને તો નકલીમાણિકસામે પ્રમાણિક કહેવા પડે, કેમ કે વર્ષો સુધી ત્રિપુરા રાજ્ય ઉપર એકહથ્થુ શાસન કરનારા મુખ્યમંત્રી શ્રી માણિક સરકાર પેલા કૉંગ્રેસી નેતાની જેમ આવકવેરો ભરવાનું ભૂલી નથી ગયા, પણ તેઓ પાસે માત્ર રૂ. ,૯૩૦/- (હા, પુરા ચાર હજાર પણ નહીં !!) હોવાથી મુખ્યમંત્રીને પ્રતિ વર્ષ આવકવેરાનું રિટર્ન ભરવાની આવશ્યકતા જણાતી નથી !!

તેઓ શ્રી પગાર લેતા નથી અને તેમનો પગાર સીધોગરીબોના લાભાર્થે ખર્ચાય છે. પરંતુ પણ વિચારણીય છે કે તેમનો પગાર સીધો તેમના સામ્યવાદી (મા.) પક્ષના ભંડોળમાં જમા થાય છે. પગાર નહીં લેવાનો વાહિયાત દાવો કરનારા CPMના બધા ધારાસભ્યોનો પગાર સીધો પક્ષના ભંડોળમાં પહોંચી જાય છે. આમેય વિશ્ર્વભરના સામ્યવાદીઓ જુઠ્ઠાણાં અને હિંસા માટે જાણીતા છે, કેરળ અને ત્રિપુરાની સામ્યવાદી સરકારો માટે જુઠ્ઠાણાં અને હિંસા વારસાગત જીવાદોરી છે, કેમ કે સ્ટાલિન, લેનિન, માઓ, ક્રુશ્ર્ચેવ જેવા અત્યાચારી શાસકો તેમના આદર્શ છે. આના કારણે કેરળમાં અત્યાર સુધી ૪૦૦ જેટલા દેશભક્તોની સામ્યવાદી ગુંડાઓએ ક્રૂર હત્યા કરી છે. ત્રિપુરામાં સંખ્યા કેટલી છે તેમાણિકની રહસ્યમય નીતિને કારણે સ્પષ્ટ થઈ શકતી નથી, પરંતુ અસહિષ્ણુતા માટે દેશભક્તોને ભાંડનારા સામ્યવાદીઓ પોતે એટલા અસહિષ્ણુ હોય છે કે તેઓ તેમના પક્ષના કાર્યકર્તાઓની ક્રૂર હત્યા કરવામાં લેશમાત્ર દયા રાખતા નથી. છેક બરાબર ૨૦ વર્ષ પૂર્વે, ૧૯૯૮માં ત્રિપુરાના કટ્ટર સામ્યવાદી (મા.) નેતા અને ધારાસભ્ય શ્રી આનંદ મોહન તથા ત્રિપુરા સરકારમાં સ્વાસ્થ્ય મંત્રી શ્રી બિમલ સિંહા તથા તેમના ભાઈશ્રી બિદ્યુતની તેમની વિચારધારાના ગુંડાઓએ ધોળે દિવસે ક્રૂર હત્યા કરી હતી. ત્રિપુરામાં શાંતિ અને વિકાસના પોકળ દાવા કરતા મુખ્યમંત્રીશ્રી માણિક સરકાર કટ્ટર સામ્યવાદી (મા.) નેતાઓની ક્રૂર હત્યાના સાક્ષી હતા !!

એટલું નહીં ત્રણ કટ્ટર સામ્યવાદીઓની સામ્યવાદી ગુંડાઓએ કરેલી હત્યા અંગે નિમાયેલા તપાસપંચનો અહેવાલ માણિકેપૂરાં ૧૬ વર્ષ સુધી દબાવી રાખ્યો હતો. ગુનેગારોને ખુલ્લેઆમ છાવરનારા કટ્ટર સામ્યવાદી માણિક કયા મોંઢે સુશાસનનો દંભ કરતા રહે છે ? કાળાં કૃત્યોનું સમર્થન નહીં કરનારા અનેક સરકારી અધિકારીઓના થયેલાં રહસ્યમય મૃત્યુ પણ સામ્યવાદી હિંસાનું મોટું પ્રમાણ છે, જ્યાં વરિષ્ઠ સરકારી અધિકારીઓની સામે જીવનું જોખમ હોય ત્યાં ભોળી જનતાની સુરક્ષાનો તો પ્રશ્ર્ન નથી રહેતો. હિંસાચાર વર્ષોનાં વર્ષો સુધી સામ્યવાદીઓને સત્તા ઉપર ટકાવી રાખે છે તેમ કહેવામાં અતિશયોક્તિ નથી.

બધા સામ્યવાદીઓની જેમ નકલી માણેક પણ સંપૂર્ણપણે અસહિષ્ણુ છે. ત્રિપુરાના દલપતિ નામના સામ્યવાદીઓના અભેદ્ય ગઢ ગણાતા ગામમાં, ભાજપના આદિવાસી નેતા શ્રી ચંદ્રમોહન પંચાયતની ચૂંટણી જીતી ગયા, વાતશાંતિપ્રિયમાણિક સરકારને આંખમાં કણાની જેમ ખૂંચતી હતી. આથી સામ્યવાદી ગુંડાઓએ દિ. ૨૬ ડિસેમ્બર, ૨૦૧૬ના દિવસે કટ્ટર સામ્યવાદી ધારાસભ્ય લલિતમોહનના સહયોગથી ભાજપના આદિવાસી નેતા શ્રી ચંદ્રમોહનજીની ક્રૂર હત્યા કરી હતી.

યુ. પી.માં ખૂંખાર ગુંડાઓના ગોળીબાર સામે સ્વરક્ષણમાં ગોળીબાર કરતી પોલીસને ભાંડતા અને અફ્ઝલ અને કસાબ જેવા આતંકીઓનું ખુલ્લેઆમ સમર્થન કરનારા સામ્યવાદી નેતાઓ ત્રિપુરાના એક આદિવાસી લોકપ્રતિનિધિની હત્યા સામેમનમોહનસિંહબની જાય છે તે આપણા દેશનું દુર્ભાગ્ય ગણાય.

થોડા મહિના પૂર્વે દેખાડો કરવામાં નિપુણ એવા શ્રી માણિક સરકારે ગુવાહાટીથી બૅંગલુરુ સુધી રેલવેમાં પ્રવાસ કર્યો હતો. પ્રવાસ પણ એક ચૂંટણી સ્ટંટ હોવાને કારણે તેને મોટા ઉપાડે મીડિયામાં સુનિયોજિત રીતે કવરેજ આપવામાં આવ્યું હતું. ‘સાદગીનો સતત દંભ કરતા રહેતા નેતા ત્રિપુરામાં હૅલિકૉપ્ટરનો ઉપયોગ હું અને તમે બાઈકનો કરીએ તે રીતે કરતા હોય છે. ત્રિપુરાના લોકોએ તો મુખ્યમંત્રીને હૅલિકૉપ્ટર વિના રાજ્યમાં પ્રવાસ કરતા જોયા નથી ! આમ દંભ અને દેખાડામાં તો માણિક અવ્વલ નંબરે આવે !!

શ્રીમાન સ્વચ્છસંખ્યાબંધ કૌભાંડો તથા ભ્રષ્ટાચારની ઘટનાઓ સાથે પણ ઘનિષ્ઠ નાતો ધરાવે છે, તેમાં અનામત નીતિનો ભંગ કરવા માટે જાણીતું થયેલું મેડિકલ કૉલેજ કૌભાંડ ખૂબ ગાજ્યું હતું. અનુસૂચિત જાતિ-જનજાતિ સમાજ માટે મગરનાં આંસુ વહાવતા એક પણ નેતાએ ત્રિપુરાની સામ્યવાદી (મા.) સરકાર સામે એક શબ્દ બોલવાની હિંમત દાખવી હતી. વળી, અનામતના બંધારણીય અધિકાર માટે નીકળેલી રેલી ઉપર માણિક સરકારે ગોળીઓ વરસાવી હતી, જેમાં અનેક લોકો ઘાયલ થયા હતા અને કેટલાક મૃત્યુ પામ્યા હતા. ‘શાંતિમયરાજ્ય ત્રિપુરામાં થયેલા સામ્યવાદી હિંસાચાર સામે રવીશ આણી મંડળી મૌન રહે તે સ્વાભાવિક છે.

લેભાગુ કંપનીઓ દ્વારા ગરીબોના લાખો ‚પિયા લૂંટી લેવા માટે જાણીતા થયેલા પશ્ર્ચિમ બંગાળની જેમ સામ્યવાદી ત્રિપુરામાં પણ લેભાગુ કંપનીઓએ ગરીબોના કરોડો રૂપિયા ખંખેરી લીધા છે. ‘શ્રીમાન સ્વચ્છના શાસનની મોટી ઉપલબ્ધિ ગણાય ! ત્રિપુરાના સામ્યવાદી - ખેરખાંઓરોઝ વેલીકૌભાંડમાં એટલી ઘનિષ્ઠતાથી સંકળાયેલા છે, જેટલા પશ્ર્ચિમ બંગાળમાં મમતા બેનર્જીના મળતિયાઓશારદાકૌભાંડમાં !! ચોરનો ભાઈ ઘંટીચોર કહેવત આવા શ્રીમાન સ્વચ્છના ભ્રષ્ટાચારને કારણે ઉદ્ભવી હશે.

હિંસા અને ભ્રષ્ટાચારથી ખરડાયેલીશ્રીમાન સ્વચ્છની સામ્યવાદી સરકાર મા-બહેનો ઉપરના અત્યાચારો ક્ષેત્રે પણ ઊંચું સ્થાન મેળવી શકે તેમ છે. અમરપુરના કુખ્યાત સામ્યવાદી (મા.) ધારાસભ્ય મનોરંજન આચાર્યે મનોરંજન મેળવવા માટે તેમના મિત્રની માત્ર વર્ષની કુમળી વયની પુત્રી ઉપર સામ્યવાદી પક્ષના કાર્યાલય ઉપર બળાત્કાર ગુજાર્યો હતો. આવા એક સામ્યવાદી (મા.) ધારાસભ્ય નરેશ જમાતિયાએ નોકરીની લાલચ આપીને એક મહિલા ઉપર શારીરિક અત્યાચારો કર્યા હતા, પરંતુ સામ્યવાદી ધારાસભ્યોએ કરેલા બળાત્કાર તો નકલીમાણિકમાટે ગૌરવસ્પદ ઘટના હોય તેવું જણાય છે. પ્રખર દંભી અને તરકટી એવા શ્રીમાન સ્વચ્છમાણિક સરકારનાં આવાં અનેક ઘટસ્ફોટ "Manik Sarkar : Real and the Virtual'' નામના દિનેશ કાનજી લિખિત પુસ્તકમાં કરવામાં આવ્યો છે. શર્વરી જોશી દ્વારા અનુવાદિત પુસ્તકનું પ્રકાશન પ્રભાત પ્રકાશન દ્વારા થયું છે. સ્ટેલિન, લેનિન, ક્રુશ્ર્ચેવ અને માઓ જેવા વિદેશી અત્યાચારીઓને અનુસરતા શ્રી માણિકના ભ્રષ્ટાચારી અને હિંસક રૂપને ઉજાગર કરતું પુસ્તક પ્રત્યેક ભારતવાસીએ વાંચવું રહ્યું.

***

(‘ઑર્ગેનાઈઝરમાંથી સાભાર)