વિશ્વપ્રવાહ : વિશ્ર્વ સુંદરીઓના દેશમાં ભૂખમરો કેમ ?
SadhanaWeekly.com       | ૨૨-ફેબ્રુઆરી-૨૦૧૮


 

દક્ષિણ અમેરિકા ખંડમાં આવેલો વેનેઝુએલા દેશ વિશ્ર્વ સુંદરીઓના દેશ તરીકે જાણીતો છે. વેનેઝુએલાએ અત્યાર સુધીમાં જેટલી વિશ્ર્વ સુંદરીઓ આપી છે તેટલી વિશ્ર્વ સુંદરી બીજા કોઈ દેશે નથી આપી. સાત મિસ યુનિવર્સ, મિસ વર્લ્ડ, સાત મિસ ઈન્ટરનેશનલ અને બે મિસ અર્થ મળીને વેનેઝુએલાની સુંદરીઓએ કુલ ૨૨ ટાઈટલ જીત્યાં છે. સુંદરીઓનો કારણે વેનેઝુએલા સતત ચર્ચામાં રહેતો આવ્યો છે.

જો કે અત્યારે વેનેઝુએલા બીજા કારણસર ચર્ચામાં છે. કારણ મોંઘવારી અને આર્થિક બેહાલી છે. વેનેઝુએલામાં અત્યારે ફૂગાવો વધીને ૪૦૦ ટકાએ પહોંચ્યો છે. મતલબ કે કોઈ પણ ચીજ-વસ્તુના ભાવ સીધા ચાર હજારગણા વધી ગયા છે. ભારતમાં ફુગાવો હજુ બે આંકડામાં નથી પહોંચ્યો. ભારતમાં હાલ ફૂગાવાનો સરેરાશ દર ૫થી ટકા વચ્ચે છે છતાં લોકો મોંધવારી વધી ગયાની બૂમાબૂમ કરે છે ત્યારે ૪૦૦૦ ટકા ફુગાવો હોય તો વેનેઝુએલાની સ્થિતિ કેટલી ખરાબ હશે તેની કલ્પના કરી લેજો. વેનેઝુએલાની સ્થિતિની છણાવટ અને તેની આર્થિક, સામાજિક અને સાંસ્કૃતિક સ્થિતિ વિશે વિસ્તૃત માહિતી પ્રસ્તુત છે.

વેનેઝુએલા : દક્ષિણ અમેરિકાનો એક સુંદર ખંડ

વેનેઝુએલા દક્ષિણ અમેરિકા ખંડમાં આવેલો દેશ છે ને તેની રાજધાની કારાકાસ શહેર છે. વેનેઝુએલા ઉષ્ણકટિબંધીય પ્રદેશ છે તેથી ત્યાંનું વાતાવરણ ભારતને મળતું આવે છે. વેનેઝુએલાની પૂર્વ દિશામાં ગિયાના, દક્ષિણ દિશામાં બ્રાઝિલ તેમજ પશ્ચિમ દિશામાં કોલંબિયા છે. ઉત્તર પૂર્વ દિશામાં આટલાંટિક મહાસાગર આવેલો છે ને તેમાં વેસ્ટ ઈન્ડિયન ટાપું છે. વેનેઝુએલાનું સત્તાવાર નામ બોલિવિયન રિપબ્લિક ઓફ વેનેઝુએલા ને તેની વસ્તી લગભગ સવા ત્રણ કરોડ છે. તેનો વિસ્તાર ,૧૬,૪૪૫ ચોરસ કિલોમીટર છે ને મુખ્ય ભાષા સ્પેનિશ છે. સિવાય અન્ય સ્થાનિક ભાષાઓ બોલાય છે. બહુમતી લોકોનો ધર્મ ખ્રિસ્તી છે ને ૭૧ ટકા લોકો રોમન કેથોલિક ધર્મ પાળે છે. બાર્સિલોના, કારબોલો, મરાકૈબો, વેલેન્સિયા, ટર્મેરો, મતુરીન વગેરે વેનેઝુએલાનાં મોટાં શહેરો છે. દક્ષિણમાં એમેઝોનિયન જંગલ તથા ઉત્તર ભાગમાં દરિયાકાંઠે પથરાયેલા ગાલીચા જેવા બીચ મન મોહી લે તેવા છે. દેશ તેના કુદરતી સૌંદર્ય ઉપરાંત વિશ્ર્વસુંદરીઓ માટે પણ જાણીતો છે.

વેનિસ પરથી વેનેઝુએલા નામ પડ્યું

વેનેઝુએલાની શોધ પણ અમેરિકાના શોધક કોલંબસે કરેલી. ૧૫મી સદીના ઉત્તરાર્ધમાં અમેરિકાને શોધનારા કોલંબસે તેની ત્રીજી જળસફર દરમિયાન વેનેઝુએલા દેશ શોધેલો. કોલંબસ ૧૪૯૮માં દેશનો આંટો મારી ગયો પછી બીજા વર્ષે કોલંબસે ચીંધેલા માર્ગ પર અલોન્સા ડી ઓજેદા અને અમેરિગો વેસ્યુકીઓ નામના ખલાસીઓ હોડીમાં બેસીને ઊતર્યા. તેઓ તળાવ પર ઘર બાંધીને રહેતા લોકોનું દૃશ્ય નિહાળીને અભિભૂત થઈ ગયા. ભૂમિનો નજારો જોયા પછી તેને સરોવર કાંઠે વસેલા ઈટાલીના વેનિસ શહેરની યાદ આવતાં વેનિસ પરથી વેનેઝુએલા નામ પાડયું. સમયે વેનેઝુએલામાં મૂળ અમેરિન્ડીન એવા કારીબ અને અરાવાક જેવી જાતિના લોકો રહેતા હતા. પછી અહીં વિદેશી પ્રજાઓનું આગમન ‚ થયું ને તેમાં સ્પેનિશ લોકો સૌથી આક્રમક હતા. વેનેઝુએલા દરિયાઈ વેપાર અને ચાંચિયાઓ પર ચાંપતી નજર રાખવાના સુરક્ષાત્મક દૃષ્ટિકોણથી વધુ મહત્ત્વનું લાગ્યું તેથી સ્પેનિશોએ વેનેઝુએલામાં અડ્ડો જમાવવાનું નક્કી કર્યું. વેનેઝુએલાના મૂળ નિવાસીઓ બહારની દુનિયાથી તદ્દન અજાણ હતા. કેટલાક ઇતિહાસકારોના મતે મૂળ ગુયાનાથી આવેલી મરિચે નામની આદિજાતિ વેનેઝુએલામાં રહેતી હતી. મિરાન્ડા રાજ્ય અને દેશના ઉત્તર ભાગમાં આવેલા કારકાસના ખીણપ્રદેશમાં વસવાટ ધરાવતા મરિચે સહિતના મૂળ નિવાસી લોકોએ ૧૬મી સદીમાં સ્પેનિશોના આગમનનો વિરોધ કરીને ટક્કર ઝીલી હતી પણ લોકો ફાવ્યા નહીં ને સ્પેનિશ પ્રજાનું શાસન સ્થપાયું. કારકાસ શહેરની સ્થાપના સમયે .. ૧૫૬૭માં અહીંની મૂળ નિવાસી પ્રજા પર ભારે અત્યાચારો થયા હતા.

અને વેનેઝુએલા સ્વતંત્ર તરીકે ઓળખાયા

સ્પેને ત્રણ સદી સુધી વેનેઝુએલાની પ્રજા પાસે કોકો, શેરડી તથા કીમતી મોતીની ખેતી કરાવીને ભારે શોષણ કર્યું. દક્ષિણ અમેરિકાના અન્ય દેશોમાં પણ સ્પેનના શાસનનો ત્રાસ વધતો જતો હતો. તેનો પહેલો વિરોધ ફ્રાન્સિસ્કો મિરાન્ડાએ કર્યો. આથી મિરાન્ડાની ધરપકડ કરીને જેલમાં પૂરી દેવામાં આવ્યા અને જેલમાં તેમનું અવસાન થયું. તેના કારણે લોકો ભડકેલાં હતાં ત્યાં ૨૬ માર્ચ, ૧૮૨૨ના રોજ વેનેઝુએલામાં આવેલા વિનાશક ધરતીકંપે ભારે તબાહી મચાવી. વખતે સર્જાયેલી અંધાધૂંધીમાં સિમોન બોલિવર રાષ્ટ્રીય હીરો તરીકે ઉભરી આવ્યા. બોલિવરે વેનેઝુએલા નહીં કોલંબિયા, પનામા, ઇક્વાડોર, પેરુ અને બોલિવિયા જેવા દેશોમાં આઝાદીની આગ પ્રસરાવી. સ્પેન અને સ્થાનિક લોકો વચ્ચે ભારે જંગ થયો. કારાબોલો યુધ્ધ તેમાં નિર્ણાયક બન્યું ને તેમા સ્થાનિક લોકો જીતતાં જુલાઈ, ૧૮૧૧ના રોજ કોલંબિયા, પનામા અને ઇક્વાડોર અને વેનેઝુએલા જેવા પ્રદેશોએ સ્પેનથી સ્વતંત્ર થઈને સંઘની રચના કરી. ૧૯૩૦માં વેનેઝુએલા સંઘમાંથી અલગ પડીને સ્વતંત્ર દેશ તરીકે ઓળખાયો.

દેશમાં આવેલી કટોકટીની સ્થિતિઓ

વેનેઝુએલામાં પછી ઘણી ઉથલપાથલ થઈ ને રાજકીય રીતે બહુ ફેરફારો થયા. પહેલા વિશ્ર્વ યુધ્ધ પછી વેનેઝુએલામાં પેટ્રોલિયમના જંગી ભંડાર મળી આવ્યા પછી આર્થિક રીતે વેનેઝુએલાની આર્થિક શિકલ પલટાઈ ગઈ. પછી પણ સતત રાજકીય ઉથલપાથલો થતી રહી. વેનેઝુએલા પેટ્રોલિયમ પેદાશોની રીતે અત્યંત સમૃદ્ધ છે. ખનીજ તેલની વાત નીકળે એટલે આરબ દેશો યાદ આવે, પરંતુ વેનેઝુએલા દુનિયામાં પેટ્રોલિયમ ઉત્પાદનમાં વિશ્ર્વમાં પાંચમું સ્થાન ધરાવે છે. અહીં માત્ર ૯૦ પૈસૈ લિટર પેટ્રોલ મળે છે ને આટલું સસ્તું પેટ્રોલ વિશ્ર્વમાં બીજે ક્યાંય નથી. પેટ્રોલ પર કબજો કરવા અમેરિકા સહિતના દેશો પોતાના મળતિયાઓને આગળ કરતા રહ્યા તેમાં વેનેઝુએલામાં સતત અસ્થિરતા રહી. ૧૯૯૯માં હ્યુગો શેવેઝ પ્રમુખ બન્યા ને તેમણે અમેરિકાની નાગચૂડમાંથી વેનેઝુએલાને આઝાદ કરવા કમર કસી. હ્યુગો સામ્યવાદી વિચારધારા તરફ ઝુકાવ ધરાવતા હતા ને તે જે સત્તાપરિવર્તન લાવ્યા તેમાં અમેરિકા ક્યાંક નહોતું. તેના કારણે અમેરિકાનાં હિતોને અસર થઈ ને તેમાંથી સંધર્ષ શરૂ થયો. અગાઉના શાસનમાં દુનિયાની મોટી ઓઈલ કંપનીઓ વેનેઝુએલામાં જામી ગયેલી. હ્યુગોએ તેમને દૂર કરવા કમર કસી ને તેના કારણે સંઘર્ષ ઘેરો બન્યો.

હ્યુગોએ તેની અવગણના કરીને ઓઈલ કંપનીઓને ચૂકવણી કરીને ઓઈલ કંપનીઓને તગેડવા માંડી. સામે અમેરિકાએ વેનેઝુએલાને ભિડાવવા માટે તેના પર નિયંત્રણો લાદવા માંડ્યાં. શાવેઝે અમેરિકાની અવગણના કરીને વેનેઝુએલાને ઓઈલ કંપનીઓની જાળમાંથી બહાર કાઢ્યું પણ તેના કારણે અમેરિકા ભડકી ગયું. અમેરિકાએ વેનેઝુએલા પર નિયંત્રણો વધારવા માંડ્યાં. સામે શાવેઝ પણ મચક આપવા નહોતા માગતા. તેમણે વેનેઝુએલાના અર્થતંત્રને સધ્ધર કરવા માટે આવકના બીજા સ્રોત ઉભા કરવા માંડ્યા. રશિયા અને ચીન સહિતનાં અમેરિકા વિરોધી પરિબળોએ પણ મદદ કરવા માંડી. શાવેઝ કાબેલ શાસક હતા તેથી વેનેઝુએલા અમેરિકાનાં નિયંત્રણો સામે પણ ઝીંક ઝીલી ગયું.

વેનેઝુએલાની વર્તમાન મોંઘવારી

ફુગાવાના કારણે મોંઘવારી બેફામ વધી છે ને અખબારી અહેવાલો પ્રમાણે હાલત એટલી ખરાબ છે કે એક લીટર દૂધ લેવું હોય તો પણ રૂપિયા ૮૦ હજાર જેવી રકમ ચૂકવવી પડે છે. એક બ્રેડની કિંમત હજારો ‚પિયા છે. એક કિલો માંસ જોઈતું હોય તો લાખ રૂપિયા ખર્ચવા પડે છે. મતલબ કે એક કોથળામાં ભરીને ચલણી નોટ લઇ આવો તો તમે એક સમયનું ખાવાનું મેળવી શકો. મોંઘવારી સામે ટકી રહેવા લોકો પોતાનાં ઘરબાર વેચી રહ્યાં છે છતાં તેમને ખાવા-પીવાનું મળતું નથી. તેના કારણે લોકો ઘરબાર વિનાના થઈ રહ્યા છે. અખબારી અહેવાલો તો એવા પણ છે કે, કોલંબિયાની સરહદે આવેલા કુકુટા શહેરમાં તો સ્થિતિ એટલી ખરાબ થઈ છે કે ટકી રહેવા માટે લોકો પોતાના વાળ સુદ્ધાં વેચી રહ્યા છે કારણ કે ઘર-બાર અને સંપત્તિ વેચી નાખ્યા પછી લોકો પાસે વેચવા માટે કશું બાકી રહ્યું નથી.

વાતોમાં થોડી અતિશયોક્તિ હશે પણ સાવ મોં-માથા વિનાની વાતો છે એવુંય નથી. વેનેઝુએલાની વસતી લગભગ સવા ત્રણ કરોડ લોકોની છે પણ મોંઘવારીના કારણે હાલત હદે ખરાબ છે કે લોકો દેશ છોડીને ભાગી રહ્યાં છે. વેનેઝુએલાના પડોશી દેશ તરીકે કોલંબિયાને સૌથી વધુ મુશ્કેલી પડી રહી છે. લગભગ ૧૫ લાખ લોકો કોલંબિયા જતાં રહ્યાં છે ને બીજાં લાખો લોકો ઘર-બાર વિનાનાં થઈને કોલંબિયાની સરહદે પડ્યાં છે. તક મળે કે કોલંબિયામાં ઘૂસી જવા લોકો ટાંપીને બેઠાં છે.

કોલંબિયા પેટ્રોલિયમથી સમૃદ્ધ દેશ ગણાય છે ને તેની પાસે સાઉદી અરેબિયાથી પણ વધારે પેટ્રોલિયમના ભંડાર છે. છતાં દેશ દેવાળિયાપણાના આરે આવી ગયો છે ને ભિખારી બની ગયો છે તેનાથી ઘણાંને આશ્ર્ચર્ય થાય છે પણ રાતોરાત નથી થયું. વેનેઝુએલાના પેટાળમાં પેટ્રોલિયમનો જંગી ભંડાર હોવા છતાં સરકારના ભ્રષ્ટાચાર અને બેદરકારીને કારણે દેશ બદતર હાલતમાં પહોંચી ગયો છે. વેનેઝુએલાની હાલત કેમ થઈ તેની વાત આપણે કરીશું પણ પહેલાં ખૂબસૂરત દેશ વિશે થોડીક માહિતી મેળવી લઈએ.

શા માટે મોંઘવારી આટલી બધી વધી ગઈ

વેનેઝુએલાને વિદેશમાંથી મળતી કુલ આવકના ૯૫ ટકા ક્રૂડઑઈલ નિકાસમાંથી મળતી હરતી પણ અમેરિકાએ ગાળિયો કસવા માંડ્યો તેથી તેના પર અસર પડી. શાવેઝે તેનો પણ રસ્તો કાઢ્યો. મકાઈ, જુવાર, શેરડી, કોફી, કેળાં જેવી ખેતપેદાશો આધારિત ફૂડ પ્રોસેસિંગ ઉદ્યોગ વિકસાવીને તેમણે દેશમાં રોજગારી પણ ઉભી કરી. વેનેઝુએલામાં વિશાળ તેલભંડારો તેમજ કોલસા, લોખંડ, બોક્સાઇટ અને સોનાનો જથ્થો આવેલો છે. શાવેઝે તેના આધારિત અર્થતંત્ર વિકસાવ્યું અને પેટ્રોલિયમ ઉપરાંત ખેતીપેદાશો, ખનીજો, બાંધકામનાં સાધનો, દવાઓ, પશુ ખાણદાણ, વિવિધ મશિનરીઓની નિકાસ કરીને અર્થતંત્રને જમાવ્યું.

શાવેઝે બધું કર્યું તેના કારણે વેનેઝુએલા પર દેવું વધતું જતું હતું પણ એકંદરે સ્થિતી કાબૂમાં હતી. ૨૦૧૩માં વેનઝુએલાને બે મોટા ફટકા પડ્યા. શાવેઝનું ૨૦૧૩માં અવસાન થયું ને બીજી તરફ ક્રુડ ઓઈલના ભાવોમાં કડાકો બોલી ગયો તેમાં વેનેઝુએલાની પનોતી બેઠી. શાવેઝના સમયમાં ફુગાવો ૧૦ ટકાની આસપાસ હતો પણ તેની અસર સામાન્ય લોકો પર નહોતી શાવેઝના નિધન બાદ નિકોલસ માદુરોએ સત્તા સંભાળી હતી અને સાથે દેશ પર આર્થિક સંકટના વાદળો ઘેરાવા માંડ્યાં. માદુરોએ સત્તા સંભાળી પછી એક વર્ષમાં ફુગાવો વાર્ષિક પચાસ ટકાના દરે વધવા માંડ્યો તેથી માદુરોએ સરકાર પાસેથી એક વર્ષ માટે કેટલીક ખાસ સત્તાની માગણી કરી. સત્તા દ્વારા તેમણે દેશની કંપનીઓના નફા અને વસ્તુઓ તેમજ સેવાઓની કિંમત પર નિયંત્રણો મૂક્યા કે જેથી લોકોને રાહતો મળે. તેના કારણે ધાર્યું પરિણામ ના મળ્યું ને લોકો ભડક્યાં. ૨૦૧૬ અને ૨૦૧૭માં સરકાર વિ‚દ્ધના પ્રદર્શનો થયાં. બીજી તરફ ક્રૂડની કિંમતોમાં ઘટાડાના કારણે સરકારે તેના સામાજિક કાર્યક્રમોમાં પણ કાપ મૂકવાની ફરજ પડી તેથી લોકો ભડક્યાં. માદુરોએ ચીન અને રશિયા પાસેથી સહાય લેવા માંડી પણ સહાય પણ એટલી વધી ગઈ કે કોઈ સહાય આપવા તૈયાર ના થયું. તેના કારણે અર્થતંત્ર તૂટી પડ્યું.

દેશના માથે ૧૪૦ અબજનું દેવું

વેનેઝુએલાના માથે અત્યારે ચીન અને રશિયા સહિતના દેશોનું ૧૪૦ અબજ ડોલરનું દેવું છે. દેવું ચૂકવવા સરકારને સમય અપાયો પણ છતાં માદુરો સરકાર ચૂકવણી કરી શકી નથી. વર્લ્ડ બેંક દ્વારા વેનેઝુએલાને ૨૦ કરોડ ડૉલરના દેવાં ચૂકવવા બે બોન્ડ ઇશ્યુ કરવામાં આવ્યા હતા. તેની ચૂકવણીનો સમય જતો રહ્યો પણ રકમ ના ચૂકવાઈ તેથી હાલત બગડી છે. બીજી તરફએસ એન્ડ પીનામની એજન્સીનું કહેવું છે કે બીજી નાણાંકીય સંસ્થાઓના ૪૨ કરોડ ડૉલરની કિંમતના ચાર બોન્ડ હજુ પણ વેનેઝુએલાએ પરત ચૂકવવાના છે. ચૂકવણીની મુદ્દત હજુ બાકી છે પણ વેનેઝુએલા કઈ રીતે તેની ચૂકવણી કરશે તે નક્કી નથી. કારણે વેનેઝુએલા આર્થિક સંકટમાં છે. વેનેઝુએલામાં ચાલુ વર્ષે ફૂગાવો ૧૩,૦૦૦ ટકાએ પહોંચી શકશે એવો વિશ્ર્વ બેન્કનો અંદાજ છે તે જોતાં હજુ વધારે ખરાબ દિવસો આવશે એવું લાગે છે. અમેરિકાના કારણે દુનિયાનો બીજો કોઈ દેશ તેને મદદ કરવા તૈયાર નથી. વેનેઝુએલાના લોકો સરહદ નજીકના દેશ કોલંબિયામાં સ્થળાંતર કરી રહ્યા છે. કોલંબિયાએ સ્થિતિમાંથી બહાર આવવા માનવતાના ધોરણે વિશ્ર્વ પાસે મદદની અપીલ કરી છે પણ કોઈ દેશે મદદ કરતો નથી. વેનેઝુએલાના પાડોશી દેશ મેક્સિકો, બ્રાઝીલ, આર્જેન્ટિના, ચિલી અને સ્પેન ઉપરાંત યુરોપિયન યુનિયન સાથે પણ તેમના તંગદિલીભર્યા સંબંધો છે. દેશો પણ તેમને મદદ કરવા તૈયાર નથી તેથી વેનેઝુએલામાં લોકોને કોઈ આશા નથી.

વેનેઝુએલાએ સ્થિતીમાંથી બહાર આવવું હોય તો એકમાત્ર રસ્તો સત્તાપરિવર્તનનો છે. વેનેઝુએલામાં અમેરિકા તરફી સરકાર સ્થપાય તો તેના પર લદાયેલા પ્રતિબંધો હટે ને તેને બીજા દેશોની મદદ મળે. બાકી વિશ્ર્વસુંદરીઓને દેશ આંતરિક ખટપટોમાં ખતમ થઈ જશે.