સમાચાર : ભવનાથ મેળાને મિનિ કુંભમેળાનો દરજ્જો
SadhanaWeekly.com       | ૨૨-ફેબ્રુઆરી-૨૦૧૮


 

લાંબા સમયથી સંતો-મહંતો દ્વારા વ્યક્ત કરાતી લાગણીને પગલે, ભવનાથના પરંપરાગત મહાશિવરાત્રી મેળાને મિનિ કુંભમેળા તરીકે જાહેર કરાયો છે. ૧૩ જાન્યુઆરીના રોજ ગુજરાતના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ‚પાણી દ્વારા ભવનાથના સાંનિધ્યમાં મહત્ત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી હતી. ઉપરાંત મુખ્યમંત્રીશ્રીએ ગિરનાર ડેવલપમેન્ટ ઑથોરિટી રચવાની પણ જાહેરાત કરી હતી. ઉલ્લેખનીય છે કે, ભવનાથના સંતો-મહંતો દ્વારા ભવનાથના મેળાને મિનિ-કુંભમેળાની માન્યતા મળે તેવી માંગ વર્ષોથી ચલાવી રહ્યા હતા.

 ત્રિશૂલકેક્રોસમાંથી એક પસંદ કરો

નાગાલૅન્ડમાં ભારતીય જનતા પાર્ટીની વધી રહેલી લોકપ્રિયતા અને સ્થાનિક મતદાતાઓ દ્વારા મળી રહેલા જનસમર્થનથી અહીંના સૌથી મોટા ચર્ચ નાગાલૅન્ડ બાપ્ટિસ્ટ ચર્ચ કાઉન્સિલના પેટમાં તેલ રેડાયું છે.

ચૂંટણી અગાઉ તેણે વિકાસના નામે ખ્રિસ્તી ધર્મ સાથે સમાધાન કરવાનું જણાવી એક પત્ર લખ્યો છે, જેમાં ભાજપને હિન્દુઓનો પક્ષ ગણાવી તેનાથી દૂર રહેવાની અપીલ કરવામાં આવી છે. એટલું નહીં, ચર્ચે ત્યાંના ખ્રિસ્તી સમાજને ક્રોસ અને ત્રિશૂળ બેમાંથી એકની પસંદગી કરવાનું જણાવ્યું છે. ચર્ચના જાહેર પત્રે વિવાદ સર્જ્યો છે.


 

મહેસાણાના છાત્રોએ બનાવેલ પ્રૉજેક્ટ રાષ્ટ્રીય કક્ષાએ ઝળક્યો

દિલ્હી ખાતે દિવસ યોજાયેલ સી.બી.એસ.સી. રાષ્ટ્રીય કક્ષાના વિજ્ઞાન પ્રદર્શનમાં મહેસાણા આનંદનિકેતન શાળાના ધો. ૮ના વિદ્યાર્થી રોહન પટેલે અને દેવદત્ત પટેલ વિકલાંગો માટેનો સક્ષમ વ્હિલચેર પ્રૉજેક્ટ રજૂ કર્યો હતો, જેણે શ્રેષ્ઠ ત્રણ પ્રૉજેક્ટમાં ઉત્કૃષ્ટતા મેળવી ઍવૉર્ડ હાંસલ કર્યો હતો. શાળાની ધો. ૯ની રાજવી પટેલ અને ધ્રુવી પટેલે કેળના વૃક્ષના રેસામાંથી બનાવેલ ઈકો ફ્રેન્ડલી સેનેટરી પેડ રાષ્ટ્રીય સ્તરના વિજ્ઞાન પ્રદર્શન માટે પસંદગી પામ્યાં હતાં. ઉલ્લેખનીય છે કે, પ્રદર્શનમાં દેશનાં અલગ-અલગ રાજ્યોની ૪૦૦ શાળાના વિદ્યાર્થીઓ દ્વારા ૪૫૧ જેટલા પ્રૉજેક્ટ્સ રજૂ થયા હતા.

અંકિત હત્યા કેસ : વળતર અંગે પૂછ્યું તો કેજરીવાલ જતા રહ્યા

આમ આદમી પાર્ટીઆપના સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પર અંકિત સક્સેનાના પરિવારનું અપમાન કરવાનો આરોપ લાગ્યો છે. આપના અસંતુષ્ટ નેતા કપિલ મિશ્રાએ મામલે એક વીડિયો ટ્વિટ કર્યો છે, જેમાં અંકિતના પરિવારજનોને વળતર આપવા અંગેના સવાલનો જવાબ આપ્યા વિના કેજરીવાલ ઊભા થઈ જાય છે. કપિલ મિશ્રાનો દાવો છે કે, પાછળથી અંકિતના પિતાએ બૂમ પાડી તો પણ કેજરીવાલ રોકાયા હતા. ઉલ્લેખનીય છે કે, મુસ્લિમ યુવતીને પ્રેમ કરવાને લઈ અંકિતનું ગળું કાપી હત્યા કરવામાં આવી હતી, તેના ઉઠમણામાં કેજરીવાલ શ્રદ્ધાંજલિ આપવા પહોંચ્યા હતા.


 

રા.સ્વ.સંઘના કાર્યક્રમમાંબી.એસ.એફ.’ના ડીજી વર્દીમાં પહોંચ્યા

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સ્વયંસેવકો દ્વારા સંચાલિત સીમાંત ચેતના મંચ દ્વારા ૧૧ ફેબ્રુઆરીના રોજ પશ્ર્ચિમ બંગાળના કલકત્તામાં સીમા આધારિત મુદ્દાને લઈ એક સંમેલન યોજાયું હતું. બે દિવસના સંમેલનના અંતિમ દિવસે સીમા સુરક્ષા દળના મહાનિર્દેશક કે. કે. શર્મા પણ પોતાની વર્દીમાં પહોંચ્યા હતા અને એક કલાક સુધી સીમાની સુરક્ષા અને પ્રશ્ર્નોને લઈ વાતચીત કરી હતી. જોકે તેમની હાજરી સત્તાપક્ષ તૃણમૂલ કૉંગ્રેસને પસંદ આવી નથી. તેમણે મુદ્દાને કેન્દ્રીય ગૃહમંત્રી સુધી લઈ જવાની ચેતવણી આપી હતી. ઉલ્લેખનીય છે કે, સંમેલનમાં અસમ, ત્રિપુરા અને પશ્ર્ચિમ બંગાળના ૩૦૦ જેટલા પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો.

ડાંગની સરિતા ગાયકવાડે બે ગૉલ્ડ મૅડલ જીત્યા

ઇન્ડોનેશિયાના જકાર્તા ખાતે યોજાયેલી આઠમી એશિયન ગૅમ્સ ટેસ્ટ ઈવેન્ટમાં, ગુજરાતના ડાંગની સરિતા ગાયકવાડે બે ગૉલ્ડ મૅડલ જીતીને રાજ્યનું ગૌરવ વધાર્યું હતું. સરિતાએ ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું. એશિયન ગૅમ્સ ઇન્ટરનેશનલ ટુર્નામેન્ટમાં વખતે ભારતે શાનદાર દેખાવ કરીને ૧૩ ગૉલ્ડ સાથે કુલ ૨૨ મૅડલ હાંસલ કર્યા હતા. ઈવેન્ટમાં સરિતા ગાયકવાડે વિમેન્સ x ૪૦૦ મીટરમાં ગૉલ્ડ જીત્યો હતો, જ્યારે હેમર થ્રોમાં કમલરાજ કાનારાજે બ્રૉન્ઝ મૅડલ જીત્યો હતો. ભારતે ટુર્નામેન્ટમાં ૧૩ ગૉલ્ડ, પાંચ સિલ્વર અને ચાર બ્રૉન્ઝ મૅડલ હાંસલ કર્યા હતા. ૪૦૦ મીટર રિલેમાં સરિતા ગાયકવાડની સાથે હીમા દાસ, સોનિયા બૈશ્ય અને નિત્યાશ્રી આનંદાની ટીમે મળીને ત્રણ મિનિટ ૩૭.૭૬ સેકન્ડના સમયમાં અંતર પૂર્ણ કર્યું હતું. ડાંગની સરિતાએ પહેલી વાર ઇન્ટરનેશનલ ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો.

બાબરના વંશજ પ્રિન્સ તુસીએ કહ્યું : બાબરી મસ્જિદની જમીન રામમંદિર માટે આપી દઈશ

બાબરના વંશજ પ્રિન્સ તુસીએ જાણીતી ન્યૂઝ ચૅનલ્સ સાથેની ખાસ વાતચીતમાં કહ્યું છે કે, તે વિવાદિત જમીન પર રામમંદિર જોવા માંગે છે. તુસીએ કહ્યું હતું કે, સુપ્રીમ કોર્ટમાં મેં દાવેદારી કરી છે અને મને આશા છે કે, બાબરના વંશજ હોવાના નાતે જમીન મને મળશે, જો મને જમીન મળશે તો પણ હું તેને રામમંદિર માટે આપી દઈશ. તેઓએ જણાવ્યું હતું કે, ઑલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ લૉ બોર્ડને મામલે કોઈ લેવા-દેવા નથી તે એક એન.જી.. છે, પક્ષકાર નહીં. હવે તે સ્થળ મસ્જિદ રહ્યું નથી, માટે તેના પર ઈબાદત થઈ શકે, ત્યારે જમીન હિન્દુઓને સોંપી દેવી જોઈએ. તેઓએ કહ્યું હતું કે તે જયશ્રી રામનો નારો લગાવે છે અને તેનાથી મારો ધર્મ નથી બદલાઈ જતો. ઊલટાનું નારાથી હિન્દુ-મુસ્લિમ એકતા જરૂર આવશે.

કાશ્મીરી શહીદના જનાજામાં પાકિસ્તાન મુર્દાબાદના નારા લાગ્યા

જમ્મુના સુંજવાન કૅમ્પ પરના આતંકવાદી હુમલામાં જમ્મુ-કાશ્મીરનાં પાંચ જવાનો શહીદ થતાં સમગ્ર કાશ્મીર ખીણમાં શોક અને પાકિસ્તાન પ્રત્યે ગુસ્સાની લાગણી વ્યાપી ગઈ હતી. શહીદ કમાન્ડિંગ ઑફિસર મોહમ્મદ અશરફ મીર અને અન્ય ત્રણ જવાનોના પાર્થિવ દેહ તેમના વતનમાં લાવતાં હજારો લોકો તેમના જનાજામાં ઊમટ્યા હતા. કુપવાડા જિલ્લાના મેદાનપુર ગામે જ્યારે અશરફ મીરનો પાર્થિવ દેહ લાવવામાં આવ્યો ત્યારે હજારો કાશ્મીરીઓ તેના જનાજામાં જોડાઈ શહીદ અશરફ મીર ઝિંદાબાદ, પાકિસ્તાન મુર્દાબાદના નારા લાગ્યા હતા.