ઓછા સમયમાં પરીક્ષાની તૈયારી કેવી રીતે કરી શકાય? આટલું ધ્યાન આપો. સફળતા નક્કી.

    ૨૨-ફેબ્રુઆરી-૨૦૧૮

 
 
પરીક્ષા ખૂબ નજીક આવી ગઈ છે. તમારી જોડે ખૂબ ઓછો સમય છે બરાબર. જેમ જેમ પરીક્ષાની તારીખ નજીક આવતી જાય છે તેમે તેમ તમારી ચિંતા વધતી જાય છે ને? પણ ચિંતા કરવા જેવી નથી કારણ કે આ બધુ સહજ છે. બધા જોડે આવું જ થાય છે. પણ જો આમાથી તમારે બહાર નીકળવું હોય તો ચિંતા છોડો. જેટલો સમય છે તેનો યોગ્ય ઉપયોગ કરી લો. આ સમય એકવાર નીકળી ગયો પછી પાછો આવવાનો નથી. એટલે સમયનો ઉપયોગ કરી લો. જો તમારે સમયનો યોગ્ય ઉપયોગ કરવો હોય તો થોડું આયોજન કરવું પડે.…આયોજન કેવું તો જુવો …
 
૧૨ માર્ચથી બોર્ડની પરીક્ષાઓ શરૂ થવાની છે, ખૂબ થોડા દિવસ હવે તમારી પાસે છે. આ દિવસમાં તમારે બધા વિષયની તૈયારી કરી લેવાની છે. આટલું ધ્યાન આપો…
 
Step #1
 
નક્કી કરી લો કે જેટલા દિવસ બાકી રહ્યા છે તેનો હું બરાબર ઉપયોગ કરી લઈશ. ગમે તે થાય રાત દિવસ એક કરી નાખીશ, મનોબળ મજબૂત કરી લો.
 
સૌથી પહેલા તમારી જેટલી પુસ્તકો, નોટ્સ, નોટબૂક્સ છે તેને ભેગી કરી એક ચોક્કસ જગ્યાએ વ્યવસ્થિત રીતે મૂકી દો, અને પરિવારના લોકોને કહી દો કે મારી પરીક્ષા પૂરી થાય ત્યાં સુધી આ પુસ્તકોને કોઇ અડે નહિ કે તેમાં કોઈ ફેરફર ન કરે.
આવું કરવાથી આપણને જે નોટ્સ જોઇતી હશે તે એક જ્ગ્યાએથી જ મળી રહેશે. જરૂર પડે ત્યારે શોધવા નહિ જવી પડે. ધણી વાર તે શોધવાના કંટાળામાં આપણે વિચારે ચડી જઈએ છીએ અને સમય બગાડી નાખીએ છીએ. અથવા તો છેલ્લે ખબર પડે છે કે મારી આ બૂક તો દોસ્ત પાસે છે, શાળામાં છે. તો છેલ્લો સમય બગાડવાનો નથી માટે પહેલું સ્ટેપ જરૂર પડે તેવી બધી જ વાચન સામગ્રી એક નિશ્ચિત જ્ગ્યાએ ગોઠવી દો. ભેગી કરી દો
 
Step #2
 
તમારી જોડે કેટલા દિવસનો સમય છે તેની એક ડેટ સીટ અથવા તારીખિયાનું પાનું લઈ લો. ૧૨ માર્ચનાં રોજ તમારી પહેલી પરીક્ષા છે. એટલે તેની આગળના ૩ દિવસ તો તમારે જે પહેલું પેપર હોય તે વિષયને જ આપવા જોઇએ. એટલે કે ૯/૧૦/૧૧/ માર્ચના રોજ તમારે પહેલા પેપરની તૈયારી કરવાની છે.
 
Step #4
 
બાકીના દિવસનું એવું આયોજન કરો કે બધા વિષય કવર થઈ જાય. બધા વિષયને બે – બે દિવસ આપો તો પણ ૭ વિષય ૧૪ દિવસમાં કવર થઈ જાય.
 
Step #5
 
રીવિઝન માટે અચૂક સમય ફાળવો. આપણે રજાનો ઉપયોગ કરવાનો છે. દરેક પેપર પછી વચ્ચે એક દિવસની રજા આવે છે. આ રજાનો ઉપયોગ પુનરાવર્તન માટે કરવાનો છે. જે પેપર હોય તેના આગલા દિવસે રજા હોય તો તે વિષયનું રીવિઝન, પુનરાવર્તન કરી લો. ઘણી વાર એવું બને છે કે આપણે યાદ તો કર્યું હોય પણ એકદમ યાદ ન પણ અવે. તો પૂનરાવર્તન કરવાથી તેમા ઘણો ફાયદો થશે.
 
Step #6
 
ઓછા સમયમાં ખૂબ વાંચવાનું હોય છે. કદાચ બે દિવસમાં આખો વિષય પૂરો પણ ન થાય. એટલે બધુ તો નહિ વંચાય પણ જે વાચો તે બરાબર યાદ રહે તેવું વાંચો.
 
શું વાચવાનું છે? તો એના માટે IMP ટીપ્સ આપનારા ઘાણા હોય છે. દોસ્ત, શિક્ષક, ભાઈ કે બહેન…ચર્ચા કરો. આ ઉપરાંત બજારમાં મોડન પેપરના સેટ મળે છે. લઈ આવો. તેનો થોડો અભ્યાસ કરશો તો ખબર પડી જશે કે શું વાંચવા જેવું છે.
શક્ય હોય તો છેલ્લા પાંચ વર્ષના પેપરને જોઇલો. અંદાજ આવી જશે કે આ તો વાંચવાનું જ છે.
ભાણાવતી વખતે શિક્ષકો પણ પોતાના અનુભવથી કહેતા હોય છે કે આ તો પૂછાય તેવો જ પ્રશ્ન છે. એવા પ્રશ્નો શોધો અને યાદ કરી લો.
 
અને છેલ્લે…
 
આટલું ટાઇમ ટેબલ ગોઠવ્યા પછી એક વાત યાદ રાખો. અંતે આ બધું કરવાનું તમારે જ છે. માત્ર થોડા દિવસની જ વાત છે. મનવાળીને વાંચી નાખો. એકદમ એકાગ્રતાથી વાચો. એક સમયે એક જગ્યાએ જ ધ્યાન રાખો. શું થશે? હું નાપાસ તો નહિ થાવ ને? આ બધું કેવી રીતે યાદ રાખીશ? આ બધું વિચારવાનું છોડી દો. આ વિચાર છો તો કશું વંચાશે નહિ અને સમય જતો રહેશે. તો બનાવી લો તમારા મુજબનું પરીક્ષાનું સમય પત્રક અને લાગી જાવ મિશન પરીક્ષામા…સફળતા મળશે જ…
આગામી લેખમાં જુવો દિવસમાં કયાં સમયે, કેવી રીતે અને વાચવું….દિવસનું વાંચન આયોજન….