બેંગલૂરું મેટ્રોમાં લોકો કરી રહ્યા છે અજબ ગજબ, જાણી ને થશે આશ્ચ્રર્ય!
SadhanaWeekly.com       | ૦૭-ફેબ્રુઆરી-૨૦૧૮

સાર્વજનિક સેવાઓ સરકાર આપે છે પણ આ સેઅવા આપતી દરેક સંસ્થા સેવાઓ લેતા લોકો જે ચોરીઓ કરે છે તેનાથી વધારે હેરાન છે. આવું જ બેંગલૂરું મેટ્રો સાથે પણ થઈ રહ્યું છે. બેંગલૂરું મેટ્રો રેલ કોર્પોરેશન લિમિટેડ આ ગજબની સમસ્યાનો સામનો કરી રહ્યું છે.
 
એક અહેવાલ મુજબ બેંગલૂરું મેટ્રો તેના ટોકન ચોરી થવાની સમસ્યાનો સામનો કરી રહ્યું છે. અહિંના નમ્મા મેટ્રોના યાત્રીઓ ૨૦ ઓક્ટોબર ૨૦૧૧થી લઈને હાલ સુધીમાં ૧.૭૮ લાખ ટોકન પોતાની સાથે જ લઈ ગયા છે. જેની કિંમત ૩૫ લાખ રૂપિયા થાય છે. તમને પ્રશ્ન થાય કે લોકો આવું કેમ કરે છે?
 

 
 
 
તો વાત જાણે એમ છે કે ટોકન જોવામાં આકર્ષક છે. તેની ડિઝાઈન લોકોને જોરદર ગમી ગઈ છે. એટલે લોકો તેને પાછો જમા કરાવવાને બદલે સાથે જ લઈ જાય છે. ઉલ્લેખનીય છે કે આ જાણકારી આરટીઆઈ દ્વારા મળી છે. કોકે હવે પ્રશાસને સ્માર્ટકાર્ડ બહાર પાડ્યા છે અને ટોકન ખોવાય જાય તો દંડની જોગવાઈ પણ કરી છે જે ૨૦૦ રુપિયા છે, છતાં અહિંના લોકો ટોકન લેવાનો જ આગ્રહ રાખે છે. મહત્વની વાત એ છે કે આ ટોકનની ચોરી રોકવા માટે બેંગલૂરું મેટ્રો પ્રશાસન અનેક પ્રયત્ન કરી ચૂક્યું છે છતાં તેને કોઈ સફળતા નથી મળી…