પ્રાસંગિક : જો અલ્લાહે સ્ત્રી-પુરુષનો ભેદભાવ નથી રાખ્યો તો મુસ્લિમ મહિલાઓને અન્યાય કરનારા તમે કોણ?
SadhanaWeekly.com       | ૦૯-ફેબ્રુઆરી-૨૦૧૮

 

 
 
મુસ્લિમ મહિલા અગ્રણીનો મુસ્લિમ પર્સનલ લૉ બોર્ડને પડકાર

કૉંગ્રેસ સહિતના કેટલાક પક્ષોની તલાક બિલના પ્રશ્ર્ને બેવડી ભૂમિકાને કારણે રાજ્યસભામાં તલાક બિલ પસાર થઈ શક્યું નથી. સર્વોચ્ચ ન્યાયાલયના આદેશ પછી પણ અનેક મુસ્લિમ મહિલાઓ ટ્રિપલ તલાકને કારણે નિરાધાર બની છે ત્યારે અગ્રણી મુસ્લિમ મહિલા કાર્યકર ઝાકીઆ સોમણ મુસ્લિમ પર્સનલ લૉ બોર્ડને તેની મહિલાઓ પ્રત્યેની અમાનવીય ભૂમિકા અંગે પડકાર ફેંકે છે.

ભારતની મુસ્લિમ મહિલાઓ અનેક વર્ષોથી મુસ્લિમ કુટુંબો માટે વિધિવત્ રીતે કાયદો બને તેવી માંગણી કરી રહી છે. ભારતમાં લગ્નસંબંધી તેમજ પારિવારિક વિષયોને લઈને મુસ્લિમ મહિલાઓ સાથે અમાનવીય રીતે અન્યાય થઈ રહ્યો છે, અન્યાય સામે રક્ષણ મેળવવા હિન્દુ કોડ બિલની જેમ મુસ્લિમ કોડ બિલ પણ કાયદાનું સ્વરૂપ લે તેવી મુસ્લિમ મહિલાઓની લાગણી રહી છે. ભારતની સંસદે હિન્દુ સમાજના સંદર્ભમાં તો છેક ૧૯૫૫થી કાયદાઓ બનાવ્યા હતા; જેમાં હિન્દુ મૅરેજ ઍક્ટ, હિન્દુ સક્સેશન ઍક્ટ વગેરે મહત્ત્વના છે, તે પ્રમાણે ખ્રિસ્તીપંથીઓ માટે પણ ક્રિશ્ર્ચિયન મૅરેજ ઍક્ટ અમલમાં છે. આને કારણે હિન્દુ તથા ખ્રિસ્તી મહિલાઓને લગ્ન તથા વારસાઈ સંબંધી બાબતોમાં ન્યાયિક સંરક્ષણ મળ્યું છે. દુર્ભાગ્યે, ભારતની મુસ્લિમ મહિલાઓને આજ પર્યન્ત આવું કોઈ વૈધાનિક સંરક્ષણ પ્રાપ્ત થયું નથી, તેનું મહત્ત્વપૂર્ણ કારણ પુરુષની તુલનામાં સ્ત્રીને નીચલા સ્તરની ગણતી મુસ્લિમોની પર્સનલ લૉ બોર્ડ જેવી સંસ્થાઓની જડતાને ગણી શકાય. મુસ્લિમ મહિલાઓને છૂટાછેડા તથા વારસાઈના સંદર્ભમાં થઈ રહેલા હળાહળ અન્યાયના સંદર્ભમાં ચર્ચા કરવા પણ મુસ્લિમોની સંસ્થા ઉત્સુક નથી હોતી. વાત તેના અન્યાયકારી અને અમાનવીય દૃષ્ટિકોણને ઉજાગર કરે છે. પર્સનલ બોર્ડની આવી જડતાને કારણે સ્વાતંત્ર્યપ્રાપ્તિનાં ૭૦ વર્ષ પછી પણ મુસ્લિમ સમાજ માટે એક પણ કાયદો બની શક્યો નથી.

મુસ્લિમ મહિલાઓની ટ્રિપલ તલાકને લઈને પ્રવર્તતી દારુણ પરિસ્થિતિના સંદર્ભમાં, મુસ્લિમ મહિલાઓના લગ્નસંબંધી અધિકારોનું બિલ લોકસભામાં જે દિવસે પસાર થયું તે ભારતની લોકશાહીનો એક ઐતિહાસિક દિન ગણી શકાય.

ઉલ્લેખનીય છે કે ટ્રિપલ તલાકને કારણે તરછોડાયેલી સેંકડો મહિલાઓએ મુસ્લિમોની અમાનવીય પદ્ધતિ સામે દેશભરમાં આંદોલન આદર્યું હતું. દેશભરનાં ન્યાયાલયોમાં આવી તરછોડાયેલી મુસ્લિમ મહિલાઓએ કેસ પણ કર્યા હતા. લોકસભામાં મોદી સરકાર દ્વારા પ્રસ્તુત થયેલા મુસ્લિમ મહિલાઓના અધિકારોના રક્ષણ અંગેનો ખરડો પણ હજારો મુસ્લિમ મહિલાઓના આર્તનાદનું પરિણામ છે. દુર્ભાગ્યે, લોકસભામાં બિલનું સમર્થન કરનારા કૉંગ્રેસ સહિતના કેટલાક પક્ષોએ રાજ્યસભામાં બિલનો વિરોધ કરીને તેમની શંકાસ્પદ બેવડી ભૂમિકા ઉજાગર કરી હતી. તેમની આવી બેધારી તથા દિશાશૂન્ય નીતિથી હજારો મુસ્લિમ મહિલાઓનું અહિત થયું છે.

બિલના પ્રશ્ર્ને સરકારે ઉદાર વલણ દાખવ્યું છે. લોકસભામાં બિલનું સમર્થન કરીને રાજ્યસભામાં તેનો વિરોધ કરનારા પક્ષોને સરકારે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે બિલના સંદર્ભમાં તેમના સર્વ સૂચનોની સરકાર વિચારણા કરશે. આવાં આશ્ર્વાસન પછી પણ પક્ષોએ તે બિલનો વિરોધ કરીને તેમની મુસ્લિમ મહિલાઓ પ્રત્યે સંવેદનહીનતા બતાવી છે.

ભારતીય મુસ્લિમ મહિલા આંદોલન દ્વારા પણ બિલના સંદર્ભમાં કેટલાંક સૂચનો સરકાર સમક્ષ કરવામાં આવ્યાં છે. પ્રથમ સૂચન છે કે પ્રસ્તુત કાયદામાં તલાક - - અહેસાનના આધારે છૂટાછેડા મળે તેવી જોગવાઈ કરવામાં આવે. પદ્ધતિમાં સમાધાન અને લવાદને અવકાશ રહેલો છે. પદ્ધતિ હિન્દુ લગ્નધારામાં બતાવેલી માસની અવધિને મળતી આવે છે. જો મુસ્લિમ દંપતી ૯૦ દિવસમાં તેમની વચ્ચેની મડાગાંઠ ઉકેલી શકે તો છૂટાછેડા આપવામાં આવે છે. આથી ટ્રિપલ તલાકને કારણે ઉદ્ભવતી અનેક સમસ્યાઓનો પ્રશ્ર્ન રહેતો નથી.

પવિત્ર કુરાનમાં પણ સ્ત્રીને ન્યાયપૂર્ણ અને વ્યાજબી પદ્ધતિથી છૂટાછેડા મળે તેવું જણાવવામાં આવ્યું છે. છૂટાછેડા પામતી સ્ત્રીને જીવનનિર્વાહ તથા બાળકો ઉપરના અધિકારો આપવામાં આવ્યા છે. પ્રસ્તાવિત ધારામાં બાબતો ઉમેરાય તેવી અમારી માંગણી છે. અમારી બીજી માંગણી છે કે પ્રસ્તુત કાયદાની જોગવાઈઓના ભંગને અપરાધ ગણીને તે અપરાધીને શિક્ષા કરવામાં આવે. તલાક--બિદ્દતને પણ અપરાધ ગણવામાં આવે તેવી મુસ્લિમ મહિલાઓની માંગણી છે. આવા કેસમાં મહિલાને ઋઈંછ નોંધાવવાનો અધિકાર હોવા જોઈએ. સૂચિત ધારામાં, બહુપત્નીત્વ, દહેજ તથા ઘરેલુ હિંસા અંગેના કાયદાઓની જોગવાઈઓનો પણ સમાવેશ થવો જોઈએ, જેનાથી મુસ્લિમ મહિલાઓના અધિકારોનું રક્ષણ થઈ શકે. સર્વોચ્ચ ન્યાયાલયમાં તો અમે બહુપત્નીત્વ, ટ્રિપલ તલાક તથા હલાલા જેવી અન્યાયકારી પદ્ધતિઓનો અંત લાવવા વિનંતી કરી છે. હવે અમારી પ્રાર્થનાને કાયદાકીય સ્વ‚ મળે તેવી અમારી વિનંતી છે.

આજે મુસ્લિમ મહિલાઓએ તેમના માનવીય તેમજ બંધારણીય અધિકારો માટે જે આંદોલન ચલાવ્યું છે તેને માત્ર મુસ્લિમ મહિલાઓનું નહીં, દેશભરની મહિલાઓએ જાતિ-પંથને ભૂલી જઈને સમર્થન કર્યું છે. અમને આવું અકલ્પનીય સમર્થન મળ્યું તેનું મારી દૃષ્ટિએ એક મહત્ત્વપૂર્ણ કારણ છે કે અમે એવી શ્રદ્ધા સાથે ચાલીએ છીએ કે, "અલ્લાહે તો સૌને એક સમાન બનાવ્યા છે તેથી પર્સનલ લૉ બોર્ડની જડતાપૂર્ણ આપખુદશાહી અમને સ્વીકાર્ય નથી. સર્વ સામાન્ય મુસ્લિમ મહિલાઓ લોકતંત્ર તથા ન્યાયતંત્રમાં અતૂટ વિશ્ર્વાસ સાથે તેમનું આંદોલન ચલાવી રહી છે. આથી હવે મતબૅંકનું રાજકારણ ત્યજીને કૉંગ્રેસ સહિતના વિપક્ષો મુસ્લિમ મહિલાઓના બંધારણીય અને લોકતાંત્રિક અધિકારોની સુરક્ષા માટે ટ્રિપલ તલાક અંગેના બિલને રાજ્યસભામાં સમર્થન આપે તો તે દેશની હજારો પીડિત-શોષિત મહિલાઓની મોટી સેવા ગણાશે.

* * *

(‘ઑર્ગેનાઈઝરમાં પ્રકાશિત લેખનો જગદીશ આણેરાવ દ્વારા ભાવાનુવાદ)