રાજસ્થાનના આ મહેલમાં પણ મહિલાઓએ કર્યું હતું જૌહર
SadhanaWeekly.com       | ૦૯-ફેબ્રુઆરી-૨૦૧૮

 


 
 
વિવાદોમાં ઘેરાયેલ ફિલ્મપદ્માવતના કારણે ચિત્તોડગઢનો કિલ્લો આજકાલ વધારે ચર્ચામાં રહ્યો છે. ચિત્તોડગઢના કિલ્લામાં રાણી પદ્માવતીએ મહેલમાં અનેક મહિલાઓ સાથે જૌહર કરી લીધું હતું. કિલ્લાની જેમ રાજસ્થાનના ઝાલવાડામાં આવેલ ગાગરોન કિલ્લો પણ ઘણો પ્રસિદ્ધ છે. ઇતિહાસકારોનું કહેવું છે કે કિલ્લામાં પણ રાણીની સાથે અનેક મહિલાઓએ જૌહર કરી લીધું હતું. ગાગરોન કિલ્લાનું નિર્માણકાર્ય ડોડ રાજા બીજલદેવે બારમી સદીમાં કરાવ્યું હતું અને ૩૦૦ વર્ષ સુધી અહીં ખીચી રાજા રહ્યા. અહીં ૧૪ યુદ્ધ અને જૌહર થયાં છે. ઉત્તર ભારતનો એક માત્ર એક એવો કિલ્લો છે કે જે ચારે બાજુ પાણીથી ઘેરાયેલ છે. કારણોસર આને જલદુર્ગના નામથી પણ ઓળખવામાં આવે છે. એક એવો કિલ્લો છે કે જેના ત્રણ ભાગ છે. દરેક કિલ્લાના બે ભાગ છે. સિવાય ભારતનો એક માત્ર એવો કિલ્લો છે કે જેને પાયા વગર તૈયાર કરવામાં આવેલ છે. અચલદાસ ખીંચી માળવાના ઇતિહાસપ્રસિદ્ધ ગઢ ગાગરોનના અંતિમ રાજા હતા. ૧૪૨૩ . માં માડુના સુલતાન હોશંગશાહે ૩૦ હજાર ઘોડેસવાર, ૮૪ હાથી અને અસંખ્ય સેના સહિત આક્રમણ કરી અમીર રાવ અને રાજાઓ સાથે ગઢને ઘેરી લીધો હતો. રાજા ઘણી બહાદુરીથી લડ્યા હતા પરંતુ અંતમાં એમને દગો કરીને મારી નાખવામાં આવ્યા. પછી દુશ્મનોને પોતાની તરફ આવતા જોઈને માળવા રાણીએ મહેલની મહિલાઓ સાથે મળીને જૌહર કરી લીધું હતું