વડોદરામાં જૈન કાર્યકરોએ શરૂ કરી... પુણ્યની દુકાન
SadhanaWeekly.com       | ૦૯-ફેબ્રુઆરી-૨૦૧૮


 
 
વડોદરાનાં જૈન યુવા-યુવતીઓએ શહેરના સુખી સંપન્ન પરિવારો પાસેથી કપડાં, ધાબળા, ચાદર, જેકેટ, રસોડાનો સામાન, વાસણો, ગેમ્સ અને રમકડાં ઉઘરાવીને તમામ વસ્તુઓનું ગરીબોમાં નિ:શુલ્ક વિતરણ કર્યંુ હતું. માટે સુભાનપુરા વિસ્તારમાં આવેલા સમતા ગ્રાઉન્ડ પર ટેન્ટ લગાવીનેપુણ્યની દુકાનરૂ કરવામાં આવી હતી, જ્યાં રૂરિયાતમંદોને તેમની મનગમતી વસ્તુઓ લઈ જવા માટેની છૂટ આપવામાં આવી હતી. ૧૫૦થી વધુ કાર્યકરોએ શહેરમાં ફરીને લોકોના ઘરમાં નકામી પડેલી, પરંતુ સારી હોય તેવી ૨૦,૦૦૦ વસ્તુઓ ઉઘરાવી હતી. શહેરમાં સમસ્ત જૈન સંઘના ૧૫૦થી વધુ યુવા કાર્યકરોએ અભિયાનનો પ્રારંભ કર્યો હતો, તેઓએ શહેરમાં વિવિધ સ્થળોએ ૧૦ સેન્ટરો ઊભાં કર્યાં હતાં અને કાર્યકરો દરેક વિસ્તારમાં ફરીને જૈન ઉપરાંત અન્ય પરિવારોના ઘરે ઘરે જઈને તેમની પાસે પડેલી નકામી પણ સારી સ્થિતિમાં હોય તેવી કોઈ પણ વસ્તુ દાન આપવા માટે અપીલ કરી હતી.