માત્ર એક ડાયલોગ સાથે “૧૦૨ નોટ આઉટ”નું ટીઝર રિલીઝ..
SadhanaWeekly.com       | ૦૯-ફેબ્રુઆરી-૨૦૧૮

 
 
અમિતાભ બચ્ચન અને ઋષિ કપૂરનું ફિલ્મ “૧૦૨ નોટ આઉટા”નું ટીઝર રિલીઝ થયું છે. ટીઝરમાં માત્ર એક જ ડાયલોગ છે જે આખી ફિલ્મની કાહાનીનો અંદાજ આપણી સામે મુકી દે છે. ફિલ્મમાં અમિતાભ બચ્ચન ૧૦૨ વર્ષના પિતા અને ઋષિ કપૂર તેનો ૭૫ વર્ષનો પૂત્ર બન્યો છે.
 
ટીઝરમાં જ એક જ ડાયલોગ છે એ પણ મજાનો છે. જેમાં અમિતાભ બચ્ચન ઋષિકપૂરને કહે છે કે “મૈં પૂત્ર કો વૃદ્ધાશ્રમ ભેજનેવાલા દુનિયા કા પહલા બાપ બનૂગાં”
 
મજાની આત એ છે કે ૨૬ વર્ષ પછી આ બે મોટા સ્ટાર એક સાથે આ ફિલ્મમાં જોવા મળશે. આ પહેલા આ જોડી એ અજૂબ, અમર અકબર એંથની, કભી-કભી, કૂલી અને નસીવ જેવી ફિલ્મમાં સાથે કામ કર્યુ હતું…
મહત્વની વાત એ છે કે આ ફિલ્મ ગુજરાતી લેખક સોમ્ય જોશીના નાટક પરથી બની છે. આ મન્ને કલાકાર પહેલી વખત ગુજરાતી પાત્રમા જોવા મળશે.