સુરતીઓની દાનવીરતા, અંગદાન માટે વોકાથોન
SadhanaWeekly.com       | ૦૯-ફેબ્રુઆરી-૨૦૧૮


 

અંગદાનની વાત આવે તો તરત સુરતનું નામ મોખરે આવે. આંકડાઓ મુજબ પણ ઓર્ગન ડોનેશનમાં સુરત દેશભરમાં ટોપ શહેરોમાં છે, ત્યારે ફરી એકવાર સુરતી લાલાઓની દરિયાદિલી સામે આવી છે. શહેરીજનોમાં અંગદાન અંગે વધુ જાગૃતિ ફેલાય તે માટે યોજાયેલ ડોનેટ લાઇફ વોકાથોનમાં ,૫૦૦ જેટલા લોકોએ અંગદાનનો સંકલ્પ લીધો હતો, જેમાં કેટલાક સંપૂર્ણ પરિવારે પ્રવૃત્તિમાં ભાગ લઈ અનોખી મિસાલ સર્જી હતી.

વર્ષ ૨૦૧૭માં ગુજરાતમાં કરવામાં આવેલ કુલ ૧૮૦ જેટલાં અંગદાનમાંથી ૯૧ કિસ્સા એકલા સુરત શહેરના છે. એક સર્વેના આંકડા મુજબ દેશમાં દર વર્ષે ‚રી અંગ સમય મળવાના કારણે લાખ જેટલા લોકો મોત પામે છે, ત્યારે અંગદાન મૂવમેન્ટમાં સુરત ખૂબ મોટો ફાળો આપી શકે છે.