સંઘ સંમેલન : મેરઠમાં ‘રાષ્ટ્રોદય સ્વયંસેવક સમાગમ’
SadhanaWeekly.com       | ૧૦-માર્ચ-૨૦૧૮


ગત ૨૫ ફેબ્રુઆરીના રોજ ઉત્તર પ્રદેશના મેરઠ ખાતે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ મેરઠ પ્રાંત દ્વારારાષ્ટ્રોદય સ્વયંસેવક સમાગમનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્વયંસેવક સમાગમના આયોજનમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલકજી મા.શ્રી ડૉ. મોહનજી ભાગવત, જૂના અખાડાના પીઠાધીશ્ર્વર સ્વામી અવધેશાનંદજી મહારાજ, જૈન મુનિ વિહર્ષ સાગરજી મહારાજ સહિત અનેક મહાનુભાવોએ ઉપસ્થિત રહી લાખ સ્વયંસેવકોને બૌદ્ધિક અને આશીર્વચનો આપ્યાં હતાં.

કટ્ટર હિન્દુત્વ એટલે કટ્ટર સત્યનિષ્ઠા, કટ્ટર અહિંસા, કટ્ટર ઉદારતા : ડૉ. મોહનજી ભાગવત

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલક ડૉ. મોહન ભાગવતજી ૨૫ ફેબ્રુઆરીના રોજ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ મેરઠ પ્રાંત દ્વારા આયોજિત રાષ્ટ્રોદય - સ્વયંસેવક સમાગમમાં સ્વયંસેવકોને માર્ગદર્શન આપવા પહોંચ્યા હતા. પ્રસંગે તેઓશ્રીએ ઉપસ્થિત લાખો સ્વયંસેવકોને કટ્ટર હિન્દુત્વની સાચી વ્યાખ્યા સહિત અનેક મુદ્દે બૌદ્ધિક આપ્યું હતું.

સરસંઘચાલકજીએ જણાવ્યું હતું કે, સમગ્ર દુનિયા ૨૦૦૦ વર્ષો સુધી અનેક પ્રકારના પ્રયોગો કરી કરી થાકી ચૂકી છે. ભૌતિક સંસાધનોના વિકાસથી વિશ્ર્વને અનેક સુવિધાઓ તો જરૂર મળી, પરંતુ જીવનમાં સુખ, સમાધાન અને શાંતિ મળી નથી. વિશ્ર્વમાં ઝઘડા શમ્યા નથી. દુ: ત્યાંનાં ત્યાં છે. વિશ્ર્વમાં આજે પણ હિંસા એમની એમ ચાલી રહી છે. માટે વિશ્ર્વ વિચારી રહ્યું છે કે, ભારત પાસે એક એવો માર્ગ છે જે સંપૂર્ણ સુખ આપી શકે છે, શરીર, મન, બુદ્ધિની સાથે સાથે આત્માનું સુખ પણ આપી શકે છે. હિન્દુત્વ વ્યક્તિને સુખી કરતા સમયે સમાજને પણ સુખી કરે છે. સૃષ્ટિને પણ સુખપૂર્વક ચલાવે છે અને સમગ્ર સમૃષ્ટિને પરમાત્મા તરફ લઈ જાય છે.

તેઓએ જણાવ્યું હતું કે સૌને જોડનાર, સૌને ઉપર ઉઠાવનાર, સૌમાં સંતુલન સાધનાર, સૌમાં સમન્વય ઉત્પન્ન કરનાર ધર્મની ‚રિયાત હાલ વિશ્ર્વને અનુભવાઈ રહી છે. સૃષ્ટિના જીવનની ધારણા કરનાર ધર્મ સમગ્ર વિશ્ર્વને આપવા માટે ભારતે તૈયાર રહેવાનું છે. વિશ્ર્વને માર્ગ બતાવનાર ભારત ઊભું થાય, તેના માટે સમગ્ર સમાજે એક થવાનું છે. તેમાં અવરોધ ઊભા કરનારા લોકો છે, તાકાતો છે. તેમનાં ષડયંત્રો અને છળકપટ છતાં પણ આપણે સૌએ એક થવાનું છે.

સરસંઘચાલકજીએ જણાવ્યું હતું કે, કાર્યક્રમનું નામરાષ્ટ્રોદયછે. રાષ્ટ્રના ઉદય-અસ્ત વિશ્ર્વમાં થતા રહ્યા છે. પ્રત્યેક રાષ્ટ્રનું એક જીવન પ્રયોજન હોય છે અને તે પ્રયોજન (હેતુ)ને લઈને રાષ્ટ્રનો જન્મ થાય છે અને જ્યારે હેતુની ‚રિયાત પૂર્ણ થાય છે તો તે રાષ્ટ્રનો વિલય થાય છે. જેમ શક્તિનો આદર્શ સ્થાપિત કરવા માટે રોમ અસ્તિત્વમાં આવ્યું, સુંદરતાનો આદર્શ સ્થાપિત કરવા યૂનાન અસ્તિત્વમાં આવ્યું અને અપ્રતિમ કલાના આદર્શ માટે ફ્રાન્સ અસ્તિત્વમાં આવ્યું, પરંતુ આપણું રાષ્ટ્ર સૂર્ય જેવું છે. જેમ સૂર્ય ક્યારેય અસ્ત થતો નથી, માત્ર પૃથ્વીના ફરવાથી આપણને તેના અસ્તનો ભ્રમ થાય છે. સૂર્ય જેમ આપણું રાષ્ટ્ર સ્થિર, અમર, ચિરંતન છે. તેના ઉદય અને અસ્તનો સવાલ નથી. આપણે આપણી રાષ્ટ્રીયતા તરફ વળવાનું છે.

આપણે એકતાની વિવિધતાને પણ જાણીએ છીએ

તેઓએ જણાવ્યું હતું કે, આપણે હિન્દુ છીએ. આપણા પૂર્વજોએ એક સત્યને પ્રાપ્ત કર્યું છે, જે વિશ્ર્વના અન્ય કોઈ પાસે નથી. ઋષિમુનિઓએ અંતરમુખ રૂપે અધ્યાત્મનું અનુશીલન કર્યું અને સમગ્ર સૃષ્ટિના અસ્તિત્વનું કારણ સમગ્ર સૃષ્ટિના શાશ્ર્વત-ચિરંતન સુખનું નિદાન, જે સંપૂર્ણ સત્ય છે. તેનો અનુભવ આપણા ઋષિમુનિઓએ કર્યો. તે સત્ય છે - ‘સંપૂર્ણ અસ્તિત્વ એક છે.’ પોતાના ભૌતિક જ્ઞાનથી આપણને ભાષા, રહન-સહન, પૂજાપદ્ધતિ, રીત-રિવાજ, સંપન્નતાની સ્થિતિનાં રૂપે વિવિધ પ્રતીત થાય છે. સૃષ્ટિનો હરેક પદાર્થ અલગ-રંગ-રૂપ લઈ આપણી સમક્ષ આવે છે, પરંતુ વાસ્તવિક રીતે જોઈએ તે બધું એક છે.

આપણે માત્ર વિવિધતામાં એકતા જોવાવાળા નથી. આપણે એકતાની વિવિધતાને પણ જાણીએ છીએ અને તેટલા માટે તમામ વિવિધતાઓનું સન્માન કરીએ છીએ. માટે વિવિધતાઓનો ઉત્સવ મનાવીએ છીએ અને સૌને પોતાના માની વસુધૈવ કુટુંબકમ્નો મંત્ર લઈ ચાલીએ છીએ. સત્યની પ્રતીતિમાં જીવન ગાળીએ છીએ. ભોગની પાછળ જીવન વ્યતીત કરવું પશુપ્રવૃત્તિ છે. આપણે તો ત્યાગ અને સંપૂર્ણ જીવન જીવવામાં માનીએ છીએ.

વિવિધતામાં એકતા, સત્ય, ત્યાગ, સેવા, સંયમ, પરોપકાર, કૃતજ્ઞતા તેના કોઈ એક પૂજાપદ્ધતિ કે પ્રંથ સંપ્રદાયનું મૂલ્ય નથી. ભારતમાંથી નીકળેલા સમસ્ત સંપ્રદાયોના મૂળમાં ભાવના વણાયેલી માત્ર છે, તેનાં દર્શન અલગ છે. સત્યનું વર્ણન અલગ અલગ છે. ઉપાસના-સાધના અલગ છે, પરંતુ સામાન્ય આદમીને ધાર્મિક આચરણનો જે ઉપદેશ આપવામાં આવે છે તે તમામમાં સમાન છે. સૌનું પ્રારંભબિન્દુ, પ્રસ્થાનબિન્દુ અને પરિણામબિન્દુ સમાન છે. વૈશ્ર્વિક સત્ય છે. તેમાં વિશ્ર્વના ખૂણે-ખૂણેથી આવેલા સંપ્રદાયોને પણ સમાવી શકાય છે.

કટ્ટર હિન્દુત્વ એટલે શું ? કટ્ટર હિન્દુત્વ એટલે કટ્ટર સત્યનિષ્ઠા, કટ્ટર અહિંસા, કટ્ટર અસ્તેય, કટ્ટર બ્રહ્મચર્ય, કટ્ટર અપરિગ્રહ, કટ્ટર ઉદારતા પરંતુ દુનિયાનો એક વ્યવહારિક નિયમ રહ્યો છે કે, તે સારી વાતો પણ ત્યારે માને છે. જ્યારે તેની પાછળ કોઈ શક્તિનું પીઠબળ હોય. દુર્બળનું કોઈ કંઈ સાંભળતું નથી. જેમ કે બલી પણ ઘોડા, હાથી કે વાઘની નહીં બલ્કે બકરાની આપવામાં આવે છે.

સમયે સમયે આપણે-આપણા પૂર્વજોએ

વિશ્ર્વને ધર્મનો માર્ગ બતાવ્યો છે

આપણી કુટુંબ-વ્યવસ્થામાં પેઢી-દર-પેઢી સંસ્કાર આપવાના ચલણને કારણે ૮૦૦૦ વર્ષ પહેલાં ભગવાન શ્રીરામ જે સંસ્કૃતિમાં જીવતા હતા, તે સંસ્કૃતિનું જીવનચરિત્ર આજે પણ ભારતવાસીઓમાં જોવા મળે છે. તે સંસ્કૃતિ જીવંત અને અમર છે. તે સંસ્કૃતિ આપણી પાસે છે, જેનું આપણે આત્માવલોકન કરવાની જરૂર છે, જે સ્વયંનું સન્માન નથી કરતા, સ્વયંના ગૌરવને નથી જાણતા તે પોતાની ઉન્નતિ કેવી રીતે કરી શકવાના ? સમયે સમયે આપણે-આપણા પૂર્વજોએ વિશ્ર્વને ધર્મનો માર્ગ બતાવ્યો છે. તે પૂર્વજોનું લોહી આપણી રંગોમાં વહી રહ્યું છે. માટે ગર્વપૂર્વક કહો કે અમે હિન્દુ છીએ, કારણ કે વિશ્ર્વમાં ક્યાંય પણ, સંપ્રદાય અલગ હોય તો તેને એકતા માનવામાં આવતી નથી.

દુનિયા માને છે કે, એકતા માટે બધાનું એકસમાન હોવું ‚રી છે. માત્ર આપણો દેશ છે, જે એકતામાં વિવિધતાઓ માને છે.

સરસંઘચાલકજીએ જણાવ્યું હતું કે, વાતો કરવી આસાન છે, પરંતુ પ્રત્યક્ષ કામ કરવા માટે સામૂહિકતા જરૂરી છે. સમરસતાથી આચરણનો સ્વભાવ આદતથી આવે છે. અનુશાસન શીખવું પડે છે. તેના માટે રોજ તપસ્યા કરવી પડે છે. સાધના કરવી પડે છે અને તે સાધનાનું નામ છે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ. સંઘની દૈનિક લાગતી શાખાઓમાં કેવા-કેવા કર્તૃત્વ સંપન્ન, સંપૂર્ણ સમાજને અપનાવનારા, વૈરભાવ રાખનારા. દેશહિતમાં જે કરવું પડે તે વગર ખચકાટે કરનારા લોકો નીકળે છે તે જણાવવાની જરૂર નથી. સંઘ સ્વયંસેવકો ચારેય તરફ અનેક કાર્યો કરી રહ્યા છે. ખુદની ચામડી, અને દમડી, ખર્ચી સરકાર પાસેથી સહાયતા લીધા વગર સમાજના સહયોગથી અંતરિયાળ વિસ્તારોમાં ,૭૦,૦૦૦થી વધુ સેવાકાર્યો ચલાવી રહ્યા છે. જ્યારે પણ સંકટ આવે છે, સંઘ સ્વયંસેવકો સૌથી પહેલાં પહોંચી જાય છે. દેશહિતમાં પોતાની સેવાઓ આપવા માટે અને ‚રિયાત હોય ત્યાં જીવ પણ આપી દેતાં ખચકાતા નથી.

પ્રકારના કાર્યક્રમના આયોજનનો હેતુ શક્તિ પ્રદર્શનનો નથી, કારણ કે શક્તિને પ્રદર્શનની જરૂર નથી. શક્તિ હોય છે તો તે આપમેળે જોવા મળે છે. કાર્યક્રમના આકલન થકી ખુદના કાર્યને વિસ્તારીએ છીએ. વધુ દૃઢ બનાવવાના પ્રયત્નો કરીએ છીએ. પરંતુ વિશ્ર્વનું માર્ગદર્શન કરનાર ભારત માત્ર એક સંગઠનના જોરે ઊભું થઈ શકવાનું નથી કે સ્વયંસેવક બની જવા માત્રથી નથી થઈ જવાનું. સંપૂર્ણ સમાજને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ બનવું પડશે. એક વિશાળ સમૂહ જ્યારે સાથે મળીને કામ કરે છે તો કામ થાય છે અને જે કામ સમગ્ર સમાજનું છે તે તમામ સમાજ મળી કરે ત્યારે યોગ્ય રીતે થઈ શકે છે. હાલના કાર્યક્રમમાં આહ્વાન છે કે સંઘના માત્ર હિતૈષી બનવાને બદલે સહયોગી કાર્યકર્તા બનો. સંઘની સાધના કરો અને સાધનાને યોગ્ય બનો. સમાજમાં કામ કરવા માટે પ્રામાણિકતા, નિ:સ્વાર્થ બુદ્ધિ લઈ તન-મન-ધનપૂર્વક સમાજને જોડવાના કામમાં કોઈને કોઈ રૂપે સહયોગી કાર્યકર્તા બનો.

પ્રસંગે જગપ્રસિદ્ધ જૂના અખાડાના પીઠાધીશ્ર્વર સ્વામી અવધેશાનંદજી પણ ઉપસ્થિત રહ્યા હતા. તેઓશ્રીએ પોતાનાં આશીર્વચનોમાં જણાવ્યું હતું કે, આજે સમગ્ર વિશ્ર્વની નજર ભારત તરફ છે. સર્વશ્રેષ્ઠ સંસ્કૃતિ માટે હર કોઈ ભારતના શરણે આવવા ઉત્સુક છે. આપણી સંસ્કૃતિ ભોગની નહીં બલકે સંસાધનનોના સદ્ઉપયોગની છે. ત્યાં સુધી આજના વૈજ્ઞાનિકો પણ હિન્દુ ધર્મમાં નિહિત જ્ઞાનને શ્રેષ્ઠતમ હોવાનું સ્વીકારવા લાગ્યા છે. વાસ્તવમાં રાષ્ટ્રોદય સમાગમનો ઉદ્દેશ્ય ભારતમાતાને પરમ વૈભવ તરફ લઈ જવાનો છે. પ્રસંગે ઉપસ્થિત જૈન મુનિ વિહર્ષ સાગરજી મહારાજે ભારત માતાને કાલજયી માનવરત્નોને ઉત્પન્ન કરનાર દેવી ગણાવ્યાં.