હવે વાયરલેસ પાવર બેંક પણ આવી ગયું છે, તેની ખાસિયત, કિંમત જાણવા જેવી છે

    ૧૫-માર્ચ-૨૦૧૮

 
જો તમે સ્માર્ટ ફોન વાપરતા હો તો પાવર બેંકનું મહત્વ તમે જાણતા જ હશો. આજે દુનિયા ભરની ટેકનોસેવી કંપનીઓ મોબાઈલબની બેટરી લાંબી ચાલે તે માટે અવનવા સંશોધન કરી ગ્રાહકોને સેવા પૂરી પાડી રહી છે ત્યારે આ સંદર્ભે એક નવા સમાચાર આવ્યા છે. ટેક કંપની ટોરેટોએ વાયરલેશ ચાર્જર બનાવીને હમણાં જ લોંચ કર્યુ છે. Zest Pro નમનું આ પાવર બેંક વાયરલેસ છે. આ પાવર બેંક વડે તમે ખૂબ સરળતાથી કોઇ પણ કેબલ વિના તમારો મોબાઈલ ચાર્જ કરી શક્શો.
 
આ પાવરબેંકની ૧૦,૦૦૦ mahની બેટરી છે. વજનમાં હલકું અને દેખાવમાં સાનદાર છે. આ પાવરબેકની બીજી એક ખાસિયત એ છે કે તમે માત્ર વાઈ ફાઈથી જ નહિ પણ કેબલ વડે પણ મોબાઈલ ચાર્જ કરી શકો છો.
 
આ પાવરબેંકમાં ૨ યુએસબી પોર્ટસ છે. એટલે કે એક સાથે બે મોબાઈલ ચાર્જ કરી શકાશે. હાલ આ પાવર બેંકની કિંમત ૨૯૯૯ રુપિયા રાખવામાં આવી છે. જે મોબાઈલ શોપ પર કે ઓનલાઈન મળશે…