ચરૈવેતિ... ચરૈવેતિ ….સંઘ કાર્ય આગળ વધી રહ્યું છે…નવયુવનો રા. સ્વ. સંઘ સાથે જોડાવા ઇચ્છુક

    ૦૯-માર્ચ-૨૦૧૮

 
 
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની અખિલ ભારતીય પ્રતિનિધિ સભા નાગપુર ખાતે આજથી શરૂ થઈ ગઈ છે. સભા શરૂ થાય તે પહેલા સંઘના પ્રચારપ્રમુખ મનમોહનજી વૈદ્યએ પત્રકાર પરિષદમાં જણાવ્યું હતુ કે ગયા વર્ષે સવા લાખ કરતા વધારે નગરિકોએ સંઘ સાથે જોડાવાની ઇચ્છા વ્યક્ત કરી છે. નવયુવાનો રા, સ્વ. સંઘ સાથે જોડાવવા ઇચ્છુક છે. આપણી સંસ્કૃતિ સાથે અને સામાજિક સેવા કરવાની ઇચ્છા ધરાવતા યુવાનો સંઘ સાથે મોટી સંખ્યામાં જોડાઈ રહ્યા છે.
 

 

અત્રે ઉલ્લેખનીય છે કે અખિલ ભારતીય પ્રતિનિધિ સભાના પહેલા દિવસે સંઘના મા. સરકાર્યવાહ ભૈયાજી જોષીએ એક પતિવેદન રજૂ કર્યુ હતું જેમાં તેમણે ગયા વર્ષની સંઘની કાર્યસ્થિતિ રજૂ કરી હતી. આ પ્રતિવેદન મુજબ ગયા વર્ષે પ્રથમ વર્ષ, દ્વિતિય વર્ષ અને તૃતિય વર્ષ થઈને દેશમાં કુલ ૧૩૫૨૭ સ્થાનો પર સંઘ શિક્ષા વર્ગો યોજાયા. જેમા ૨૦૪૧૧ સ્વયંસેવકોએ પ્રશિક્ષણ મેળવ્યું.
 

 
 
કાર્યસ્થિતિ
૨૦૧૭-૧૮માં સંપન્ન સંઘ શિક્ષા વર્ગ તથા પ્રથમિક શિક્ષા વર્ગની જાણકારી….