એક અનોખું કંકોતરીરૂપે પુસ્તક મિલનોત્સવ

    ૨૨-મે-૨૦૧૮   

 

લગ્ન એટલે બે હૈયાનો મેળાપ, બે આત્માઓનું મિલન. લગ્ન કદી માત્ર સાત ફેરા ફરવાથી કે હસ્તમેળાપ કરવાથી પૂર્ણ થતા નથી. લગ્નમાં તો વર-વધૂને એકમેકની લગની લાગવી જોઈએ. લગની ના હોય તો લગ્નનો કોઈ અર્થ નથી. આજથી તારું દુઃખ મારુ અને મારુ સુખ તારુ એ ભાવના વર-વધૂના હૈયાની ધરતી પર ગુલમહોર બનીને પાંગરે ત્યારે તેમાંથી ઐક્ય અને ઉમંગના ફળો ફૂટે છે. તે બંને ખરા અર્થમાં પતિ અને પત્ની બને છે.
 
 પતિ-પત્નીને એકબીજાની લગની લાગે ત્યારે હૈયુ મંગળાષ્ટક ગાવાનું શરૂ કરે છે. લગ્ન અનોખો મિલનોત્સ છે. આ ઉત્સવમાં એકમેકના ગમતાનો ગુલાલ કરવાનો હોય છે. કન્યા માત્ર વરને નથી પરણતી, એ વરના આખા ઘરની પુત્રવધુ થઈને આવે છે. એ વરના ઘર જોડે ભલે લોહીના સંબંધથી નથી બંધાયેલી હોતી પણ લોહીમાં ભળી જતી હોય છે.
 

 
 
એ જ રીતે વર પણ માત્ર કન્યાને નથી પરણતો. એના આખા ઘર-પરિવાર સાથે એના છેડાછોડી બંધાતા હોય છે. સુખે-દુઃખે એ એમની પડખે ઊભા રહેવાનું મૌન વચન પણ આપતો હોય છે. આ જ ખરા લગ્ન છે, બે પરિવાર વચ્ચેનું મિલન, બે હૈયાનો હસ્તમેળાપ, બે આત્માઓનો અબિલ-ગુલાલ અને સ્ત્રી-પુરુષનું શિવ-પાર્વતી બની જવું. લગ્ન એટલે આ જગતના શ્રેષ્ઠ સંબંધથી બંધાઈ જવાની મજા અને લગ્ન એટલે એકમેકની સાથે બંધાયેલા રહીને પણ ખુલી અને ખીલીને જીવવાની મોજ.
 
લગ્ન એટલે “હું” નહીં “આપણે”. લગ્ન એટલે વર અને વધૂ બે જ નહીં, એ બે જણ વચ્ચે ઉછરતો અને ઉજવાતો પરિવાર અને સંસાર.
 
આ ફકરા આ પુસ્તક (કંકોતરી)માંથી લીધેલા છે. આવી તો અનેક મસ્ત વાતો આ પુસ્તકમાં છે. હાલ તો આ માત્ર કંકોતરી જ છે પણ ટૂંક સમયમાં આ પુસ્તક રૂપે વાચકોના હાથમાં આવાશે. તે પહેલા જુવો એક અનોખી કંકોતરી.... 
 
આ પુસ્તક દીકરાનાં લગ્ન માટેનું પુસ્તક છે. જેમાં લગ્ન વિશેના જુના પરંપરાગત ગીતો, વિધી-વિધાનો, વડીલોના આશીર્વાદ અને દામ્પત્યને સુંદર બનાવવાની વાત વહેતી મુકાઈ છે. નવભારત પ્રકાશન દ્વારા આ પુસ્તક દરેક નવયુગલો, દરેક નવદંપતિની રાહમાં પ્રકાશ પાથરશે અને જીવનને અજવાળશે તેવી આશા છે.
 
જુવો વીડિયો................................................................................................................................................................