કચ્છના છેવાડે ૧૮ કરોડ વર્ષ પુરાણો ‘જુરાસિક પાર્ક જુવો તસવીરકથા
SadhanaWeekly.com       |    ૧૨-જૂન-૨૦૧૮

 
ગુજરાત ટૂરિઝમની જાહેરાતમાં દેખાતું ધોળાવીરા, જિલ્લાના પાટનગર ભુજથી ૨૧૯ કિ.મી.ના અંતરે આવેલું છે, ત્યાંથી પશ્ર્ચિમે ૧૧ કિ.મી. જતાં રણકાંધીએ આવેલો છે કચ્છનો ‘જુરાસિક પાર્ક’! આજથી આઠેક વર્ષ પહેલાં અહીંના ગાર્ડે શોધેલું આ અશ્મિવૃક્ષ વડોદરાની એમ.એસ. યુનિવર્સિટીમાં પરીક્ષણ માટે ગયું ત્યારે ખબર પડી કે આ તો ૧.૮ બિલિયન વર્ષ પુરાણું એશિયા ખંડ આખાનું સૌથી પ્રાચીનતમ વૃક્ષ છે. ત્યારબાદ અહીં ફેન્સિંગ કરી બી.એસ.એફ.ની કરણી પોસ્ટ નજીક આવેલી જગ્યાએ સંરક્ષિત કરી અશ્મિવૃક્ષ આસપાસ ફેન્સિંગ બાંધવામાં આવી અને ફોસાઇલ્સ પાર્ક જાહેર કરાયો.